Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Idar : આબુરાજ પરિક્રમા પૂર્ણ કરી પરત ફરતાં શ્રદ્ધાળુંઓને નડ્યો ગોઝારો અકસ્માત, એકનું મોત

સિરોહી જિલ્લાનાં (Sirohi) આબુરોડ સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કિવરલી (Kiverli) પાસે એક લોડિંગ ટેમ્પો પલટી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ગુજરાતનાં ઇડરનાં (Idar) એક યુવકનું મોત થયું હોવાનું અને મહિલાઓ સહિત 17 લોકો ઘવાયા હોવાનું જાણવા મળ્યું...
idar   આબુરાજ પરિક્રમા પૂર્ણ કરી પરત ફરતાં શ્રદ્ધાળુંઓને નડ્યો ગોઝારો અકસ્માત  એકનું મોત

સિરોહી જિલ્લાનાં (Sirohi) આબુરોડ સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કિવરલી (Kiverli) પાસે એક લોડિંગ ટેમ્પો પલટી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ગુજરાતનાં ઇડરનાં (Idar) એક યુવકનું મોત થયું હોવાનું અને મહિલાઓ સહિત 17 લોકો ઘવાયા હોવાનું જાણવા મળ્યું છે. અક્સમાતને પગલે સ્થાનિક લોકોની ભારે ભીડ ભેગી થઈ હતી અને સદર પોલીસ (Sadar Police) અને ઇમરજન્સી સેવા 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગસ્તોને સારવાર અર્થે આબુરોડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 17 પૈકી 4 ની હાલત ગંભીર હોવાથી તેઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

Advertisement

આબુરાજ પરિક્રમાથી પરત ફરતા અકસ્માત નડ્યો

પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતનાં (Gujarat) ઇડરનાં (Idar) રહેવાસીઓ આશરે 20-22 લોકો આબુરાજ પરિક્રમા (Aburaj Parikrama) પર આવ્યા હતા. પરિક્રમા પૂર્ણ થયા બાદ આજે તમામ લોકો લોડિંગ ટેમ્પોમાં પરત ઇડર ફરી રહ્યા હતા. દરમિયાન, સિરોહી જિલ્લાનાં આબુરોડનાં (Aburoad) કિવરલી પાસે લોડિંગ ટેમ્પોની એક્સલ તૂટી જતાં ટેમ્પો બેકાબૂ થયો હતો અને પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા લોકો પૈકી 1 યુવાનનો ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે 17 જેટલાં લોકોને ઇજા થઈ હતી. અકસ્માતને પગલે નજીકનાં લોકોનું ટોળું ભેગું થયું હતું અને સદર પોલીસ અને ઇમરજન્સી સેવા 108 ની ટીમને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં 17 લોકો ઘવાયા, 4 ની હાલત ગંભીર

Advertisement

4 લોકોની હાલત વધુ ગંભીર થતાં રિફર કરાયાં

તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 4 લોકોની હાલત વધુ ગંભીર થતાં તેમને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. માહિતી મુજબ, ઘાયલોને અલગ-અલગ એમ્બ્યુલન્સ થકી આબુરોડની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે રાજસ્થાન પોલીસે (Rajasthan Police) વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Botad : દુષ્કર્મ કેસમાં કોંગ્રેસના પીઢ નેતાની ધરપકડ, અન્ય આરોપીએ પોલીસ પકડથી બચવા ઝેરી દવા પીધી

આ પણ વાંચો - CID Crime : આંગડીયા પેઢીના દરોડામાં સોનાની લગડી કોણે ગુમ કરી ?

આ પણ વાંચો - VADODARA : પંચાયતમાં ચાલતી ગેરરીતિ ડામવા ધારાસભ્ય મેદાને

Tags :
Advertisement

.