CM Bhupendra Patel નો આજે 63મો જન્મદિવસ
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો (CM Bhupendra Patel) આજે જન્મદિવસ છે. રાજ્યના CM એ જીવનનાં 62 વર્ષ પૂર્ણ કરીને 63માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવવા માટે પરિવારજનો, ભાજપનાં (BJP) અગ્રણીઓ, રાજ્યની જનતા ખૂબ જ આતુર છે. જો કે, આજે મુખ્યમંત્રી વૃક્ષારોપણ, આયુષ્યમાન અને આધારકાર્ડ કેમ્પ (Aadhaar Card Camps), દર્દીઓ અને જરૂરિયાતમંદોને ફૂડ વિતરણ અને વિદ્યાર્થીઓને ચોપડાં વિતરણ સહિતનાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યારે સાંજે સોલા ભાગવત મંદિર ખાતે મહાઆરતી પણ કરશે.
CM ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ
ગુજરાત રાજ્યનાં 17 માં અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ (CM Bhupendra Patel's BirthDay) છે. તેમણે જીવનનાં 62 વર્ષ પૂર્ણ કરીને 63 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. CM ના વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવવા માટે તેમના પરિવારજનો સહિત BJP ના નેતાઓ, અગ્રણીઓ અને રાજ્યની જનતા આતુર છે. ત્યારે મુખ્યમંત્રી પણ આજે દિવસભર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને સેવાકાર્યો કરશે. સાથે જ લોકોની શુભેચ્છા અને અભિવાદન ઝીલશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં આજનાં કાર્યક્રમોની વાત કરીએ તો આજે સવારે 8.30 કલાકે ગોતા (Gota) ખાતે વંદે માતરમ ચાર રસ્તા પાસે AMC ના સફાઈ કામદાર બહેનોના હસ્તે વૃક્ષારોપણ (Plantation) કરશે.
વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 9 થી 9.30 કલાક દરમિયાન બોડકદેવ (Bodakdev) ખાતે સિગ્નલ સ્કૂલના બાળકો તેમ જ તેમના માતા-પિતાનું હેલ્થ ચેકઅપ, આયુષ્યમાન કાર્ડ અને આધારકાર્ડ કેમ્પમાં ભાગ લેશે. સવારે 10 કલાકે સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરશે. ત્યાર બાદ સવારે 10.30 કલાકે વસ્ત્રાપુર અંધજન મંડળ (Vastrapur Andhajan Mandal) ખાતે દિવ્યાંગ બાળકોને ભોજન પીરસશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સવારે 11 કલાકે મતવિસ્તારમાં આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણ, ત્યાર બાદ ખોડિયાર ગામે સગર્ભા બહેનોને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ, ઘાટલોડિયામાં (Ghatlodia) AMC સંચાલિત સ્કૂલનાં બાળકોને ચોપડા વિતરણ કરશે. ત્યાર બાદ સાંજે 7 કલાકે સોલા ભાગવત મંદિરમાં (Sola Bhagwat Temple) મહાઆરતી કરશે. ઉપરાંત, થલતેજનાં (Thaltej) સાંઇ મંદિર ખાતે નિરાધાર લોકોને ભોજન પીરસશે.
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની આજે બેઠક
જણાવી દઈએ કે, આજે ગાંધીનગરમાં (Gandhinagar) મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ યોજાવવાની છે. નવી બોડીની રચના બાદ આજે કમિટીની પ્રથમ બેઠક મળશે. આ બેઠકમાં ભરતીનાં નિયમોને બહાલી અપાશે. સાથે જ શહેરમાં માળખાકીય સુવિધાની કામગીરી અંગે પણ બહાલી અપાશે. ગાંધીનગર મહાનગરપાલિકાની નવી બોડીની રચના બાદ આજે પહેલી સ્ટેન્ડિંગ કમિટીની (Standing Committee) બેઠક મળશે. મનપાના ભરતીનાં નિયમો સહિત શહેરમાં માળખાકીય સવલતોની કામગીરી અંગે કમિટી બેઠકમાં બહાલી આપવામાં આવશે.
આ પણ વાંચો - Surat: પ્રમોદ ગુપ્તાના અપહરણ અને ખંડણી મામલે કોર્પોરેટર અમિત રાજપૂતે ગુજરાત ફર્સ્ટને આપ્યો ખુલાસો
આ પણ વાંચો - Gujarat માં ખતરનાક વાઇરસના દેખા! નામ છે ચાંદીપુરા; અત્યાર સુધી 5 બાળકોના મોત
આ પણ વાંચો - Ahmedabad: સાબરમતી જેલમાં અગમ્ય કારણોસર કેદીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા