દિલ્હીમાં આયુષ્યમાન ભારત યોજના લાગુ જ કરાઇ નથી, ભાજપનો આરોપ
દિલ્હીમાં કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના લાગુ જ ના હોવાનો પર્દાફાશ પ્રદેશ ભાજપે કરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પ્રદેશ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ બુધવારે ટ્વિટ કરતાં ફરી એક વાર રાજકીય મોરચે ચર્ચા છેડાઇ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષોના નેતાઓના ગુજરાતમાં આંટા ફેરા વધી ગયા છે અને પ્રજાને રોજ નવા લોભામણા વાયદા આપવામાં આવી રહ્àª
Advertisement
દિલ્હીમાં કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના લાગુ જ ના હોવાનો પર્દાફાશ પ્રદેશ ભાજપે કરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પ્રદેશ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ બુધવારે ટ્વિટ કરતાં ફરી એક વાર રાજકીય મોરચે ચર્ચા છેડાઇ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષોના નેતાઓના ગુજરાતમાં આંટા ફેરા વધી ગયા છે અને પ્રજાને રોજ નવા લોભામણા વાયદા આપવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વારંવાર ગુજરાતની મુલાકાતે આવતા રહ્યા છે અને ફ્રી ગેરન્ટીના વાયદા લોકોને આપતા જોવા મળી રહ્યા છે.
જો કે પ્રદેશ ભાજપે અરવિંદ કેજરીવાલના વાયદાઓની પોલ ખોલી નાખી છે. ભાજપે RTI ના માધ્યમથી ભાંડાફોડ કર્યો છે. સરકારની આયુષ્યમાન ભારત યોજના મુદ્દે ભાજપે પોલ ખોલી છે. પ્રદેશ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ ટ્વિટ કરીને આરોપ લગાવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આયુષ્યમાન ભારત યોજના દિલ્હીમાં લાગુ જ નથી કરી.
પ્રદેશ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ ટ્વિટ કરતા આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના મુજબ પબ્લિક અને પ્રાઇવેટ હોસ્પિટલમાં 5 લાખ રુપિયાની મેડિકલ ટ્રીટમેન્ટ મળે છે. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતમાં મફતમાં ઇલાજ આપવાનો વાયદો કરનારી અરવિંદ કેજરીવાલ સરકારે આ યોજના દિલ્હીમાં હજું સુધી શરુ જ થવા દીધી નથી.
પ્રદેશ ભાજપના આ ખુલાસાથી ફરી એક વાર રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
Advertisement