GONDAL : 350 વર્ષ જુના પ્રાચીન મંદિરમાં ચોરી બાદ પોલીસ દોડતી થઇ
GONDAL : ગોંડલ (GONDAL) નાં ૩૫૦ વર્ષ જુના રાજવી પરિવાર હસ્તક નાં આશાપુરા માતાજી નાં પુરાતન મંદિર માં ગત રાત્રીનાં ત્રણ જેટલા તસ્કરોએ મંદિર નાં ચોકીદાર ને તેની ઓરડીમાં પુરી દઇ આશાપુરા મંદિર તથા બાજુમાં આવેલા ગણેશ મંદિર ને નિશાન બનાવી માતાજીનાં આભુષણો તથા રોકડ મળી કુલ રુ.૩.૧૫ લાખ ની માલમતાની ચોરી કરી જતા સનસનાટી મચી જવા પામી હતી.બનાવ નાં પગલે રાજવી પરીવાર તથા જીલ્લા પોલીસ વડા,ડીવાયએસપી,એલસીબી,ડોગ સ્કવોડ સહિત નો કાફલો આશાપુરા મંદિર દોડી જઇ ચોકીદાર ની ફરિયાદ લઇ તપાસ નાં ચક્રોગતિમાન કર્યા હતા.
ઓરડીમાં પુરી દઇ બહાર સાંકળ મારી દીધી
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ માં લાખો શ્રધ્ધાળુઓ ની આસ્થાનાં પ્રતિક ગણાતાં રાજાશાહી સમયનાં અને રાજવી પરિવાર હસ્તક નાં આશાપુરા મંદિર માં ગત રાત્રીનાં એક થી બે વાગ્યા દરમિયાન મંદિર નાં ચોકીદાર યોગેન્દ્રસિહ બલવંતસિહ થાપા ઉ.૭૫ કુતરા ભસતા હોય બેટરી લઈ રાઉન્ડ મારી રહ્યા હતા.તે સમયે અચાનક ધસી આવેલાં શખ્સે યોગેન્દ્રસિહ ને દબોચી તેની ઓરડીમાં ઢસડી જઈ ખુરશી સાથે બાંધી દીધા હતા.યોગેન્દ્રસિહ નાં ખિસ્સા માં રહેલું તેમની દિકરીનું મંગળસુત્ર કાઢી લઈ ઓરડીમાં પુરી દઇ બહાર સાંકળ મારી દીધી હતી.
દર્શનાર્થીઓએ મુક્ત કરાવ્યાં
બાદ માં તસ્કરોએ આશાપુરા મંદિર નાં ચારેય દરવાજાનાં તાળા તોડી મંદિર માંથી ચાંદીનાં મોટા છતર ૪ નંગ,ચાંદીની પાદુકા ૧ નંગ,ચાંદીની થાળી ૧ નંગ,ચાંદીની કંકાવટી ૧ નંગ,સોનાનાં ચાંદલા ૬૫ નંગ ,સોનાની નથ ૧ નંગ ઉપરાંત બાજુમાં આવેલા ગણપતી મંદિર નાં તાળા તોડી ચાંદીનાં મોટા છતર ની ચોરી કરી હતી.વહેલી સવારે પુજારી તથા દર્શનાર્થીઓ મંદિરે આવતા અને તાળા તુટેલાં જોતા કઇક અઘટીત બન્યાનું જાણી ચોકીદાર ની ઓરડી તરફ તપાસ કરતા બારણા ને સાંકળ હોય ખોલી ચોકીદાર યોગેન્દ્રસિહ ને મુક્ત કરાવ્યાં હતા.
એફએસએલ તથા ડોગ સ્કવોડ પણ દોડી ગઈ
બાદ માં ચોકીદાર યોગેન્દ્રસિહે રાજવી પરિવાર ને જાણ કરતા કારભારી ભાવેશભાઈ રાધનપરા,મહેન્દ્રસિંહ ઝાલા તથા રાજેન્દ્રસિંહ જાડેજાએ દોડી આવી પોલીસ ને જાણ કરતા ડીવાયએસપી.કે.બી.ઝાલા,પીઆઇ ડામોર,પીઆઇ ગોસાઈ,પીએસઆઇ ઝાલા,એલસીબી પીઆઇ ઓડેદરા સહિત પોલીસ કાફલો આશાપુરા મંદિર દોડી ગયો હતો.બનાવ નાં પગલે એસપી.જયપાલસિંહ રાઠોડ પણ દોડી આવ્યા હતા.એફએસએલ ટીમ તથા ડોગ સ્કવોડ પણ દોડી ગઈ હતી અને તપાસ નાં ચક્રોગતિમાન કર્યા હતા.
મંદિર નો વહીવટ રાજવી પરિવાર હસ્તક
મંદિર નાં ચોકીદાર યોગેન્દ્રસિહ થાપા છેલ્લા ઘણા વરસો થી અહી ચોકીદાર તરીકે ફરજ બજાવે છે.તેમનાં જણાવ્યાં મુજબ રાત્રે ત્રણ શખ્સોએ મંદિર પરીશર માં પ્રવેશ કર્યો હતો.જે પૈકી એક શખ્સે મને ઓરડીમાં બાંધી દઇ પુરી દીધો હતો.બાદ માં ચોરીને અંજામ આપ્યો હતો.તસ્કરો એ ચોરી કરતા પહેલા મંદિર પરીશર માં લગાવાયેલા સીસી કેમેરા માં તોડફોડ કરી હતી.
વહીવટ રાજવી પરિવાર હસ્તક
ગોંડલ નાં પ્રાચીન ગણાતા આશાપુરા મંદિર નો વહીવટ રાજવી પરિવાર હસ્તક છે. અંદાજે ૩૫૦ વર્ષ જુનુ ગણાતાં મંદિર નો જીર્ણોધ્ધાર એક સમયે મહારાજા ભગવતસિહજી એ કરાવ્યો હતો. ગોંડલ પંથક માં આશાપુરા મંદિર લાખો શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર ગણાય છે.અગાઉ પણ આ મંદિર માં ચોરીની ઘટનાં બની હતી.ત્યારે ફરીવાર તસ્કરોએ આશાપુરા મંદિર ને તસ્કરોએ નિશાન બનાવતા શ્રધ્ધાળુઓ માં કચવાટ ફેલાયો છે.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો -- GONDAL : શૂરા ઓફિસરનું સુરસુરિયું, ત્રણ દુકાનનું સીલ કલાકોમાં ખોલવું પડ્યુ