Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GMERS College Fees : ફી ઘટાડાના નિર્ણય સામે વાલી મંડળમાં અસંતોષ! કહ્યું- સરકારનો નિર્ણય લોલીપોપ સમાન...

ગુજરાત સરકારે (Gujarat Government) આજે યોજાયેલ કેબિનેટની બેઠકમાં GMERS કોલેજની ફીમાં ઘટાડો કરવા અંગે ચર્ચા કરી હતી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી કે, GMERS કોલેજની ફીમાં ઘટાડાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)...
gmers college fees   ફી ઘટાડાના નિર્ણય સામે વાલી મંડળમાં અસંતોષ  કહ્યું  સરકારનો નિર્ણય લોલીપોપ સમાન

ગુજરાત સરકારે (Gujarat Government) આજે યોજાયેલ કેબિનેટની બેઠકમાં GMERS કોલેજની ફીમાં ઘટાડો કરવા અંગે ચર્ચા કરી હતી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી કે, GMERS કોલેજની ફીમાં ઘટાડાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, સરકારનો આ નિર્ણય વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત આપશે.

Advertisement

સંપૂર્ણ વધારો પરત ખેંચવા વાલી મંડળની માગ, આંદોલનની ચીમકી

બીજી તરફ GMERS કોલેજમાં ફી ઘટાડાને લઈ (GMERS College Fees Hike Issue) રાજ્ય સરકારનાં નિર્ણય અંગે વાલી મંડળે અસંતોષ વ્યક્ત કર્યો છે. સરકારે સંપૂર્ણ ફી વધારો પરત ખેંચવા વાલી મંડળે માંગણી કરી છે. વાલી મંડળે કહ્યું કે, સરકારે ફી ઘટાડો કર્યો તે લોલીપોપ સમાન છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર 100 ટકા આ કોલેજને ગ્રાન્ટ આપે છે તો પછી ફી વધારાનો સવાલ જ ઊભો થતો નથી. ઊંચા ફી વધારાને લીધે અમારા સંતાનોને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન અધૂરું રહેશે. આ સાથે વાલી મંડળે આંદોલનની ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, સંપૂર્ણ ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો અમે રસ્તા પર ઉતરી આંદોલન કરીશું.

સરકાર પર કોંગ્રેસના આકરા પ્રહાર

બીજી તરફ આ મામલે કોંગ્રેસ (Congress) પર મેદાને આવી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી (Manish Doshi) GMERS કોલેજમાં ફી ઘટાડાના રાજ્ય સરકારના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, BJP નું મોંઘુ ભણતર લૂંટ નીતિ અને અવિચારિત નીતિ તેના ભાગરૂપે આ ફી વધારો કરવામાં આવ્યો હતો. મોંઘા શિક્ષણનાં કારણે ગુજરાતમાં સામાન્ય અને મધ્યમ વર્ગનાં બાળકને ભણવું ચિંતાનો વિષય બન્યો હતો. આ ચિંતાના કારણે વારંવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, સમગ્ર મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો. NSUI એ પણ ઘણા આંદોલન કરી સરકાર પર દબાણ ઊભું કર્યું હતું.

Advertisement

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

GMERS સોસાયટીના નામે ચાલતું ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે : મનીષ દોશી

આ સાથે મનીષ દોશીએ આરોપ કરતા કહ્યું કે, GMERS સોસાયટીના નામે ચાલતું ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે. ગુજરાતમાં ઓછી ફીમાં સારા ડોક્ટર ઊભા થાય તે માટે પણ સરકારને રજૂઆત કરવામાં આવી હતી. વ્યાજબી ફીથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તો ગ્રામીણ વિસ્તારમાંથી પણ ડોક્ટર્સ મળી શકે છે. સોસાયટીના નામે કોલેજની ફી શરૂઆતમાં જે રૂ. 25 હજાર હતી તે ફરી કરવામાં આવે એવી અમારી માગ છે. જણાવી દઈએ કે, રાજ્ય સરકારે GMERS મેડિકલ કોલેજમાં ફી ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. માહિતી મુજબ, કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) ફી ઘટાડાનો નિર્ણય લેવાયો છે, જે હેઠળ સરકારી ક્વોટામાં રૂ. 3.75 લાખ ફી રહેશે અને મેનેજમેન્ટ ક્વોટામાં રૂ. 12 લાખ ફી રહેશે. લાંબા સમયનાં વિરોધ બાદ સરકારે આ નિર્ણય કર્યો છે.

Advertisement

આ પણ વાંચો - વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, GMERS Medical કોલેજની ફીમાં કરાયો ઘટાડો

આ પણ વાંચો - GST Scam : બુકીઓ, આંગડીયા પેઢીઓ અને હવાલા ઓપરેટરોના “અચ્છે દિન” ખતમ ?

આ પણ વાંચો - Gujarat: HTATના મુખ્ય શિક્ષકોના આંદોલનની જાહેરાતથી સરકાર એક્શનમાં, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કર્યું ટ્વીટ

Tags :
Advertisement

.