Gir Somnath : ST બસના ડ્રાઇવરે બાઇકચાલક યુવકને પાછળથી મારી ટક્કર, ટાયર ફરી વળતાં મોત
ગીર સોમનાથના (Gir Somnath) વેરાવળમાં ગોઝારા અકસ્માતનો બનાવ બન્યો છે. ST ડેપો નજીક બસની અડફેટે આવતા 20 વર્ષીય બાઇકચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ મામલે સ્થાનિક પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી મૃતક યુવકની ઓળખ હાથ ધરી અને બસચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
ST બસનું ટાયર બાઇકચાલક પર ફરી વળ્યા મોત
ગીર સોમનાથના (Gir Somnath) વેરાવળમાં (Veraval) એસટી બસ સ્ટેશનની (ST bus Station) બહાર સોમનાથ-ભિલોડા ST બસના (Somnath-Bhiloda ST bus) ચાલકે ત્યાંથી પસાર થતા એક બાઇકચાલકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે બાઇકચાલક નીચે પટકાયો હતો અને ત્યારબાદ ST બસનું ટાયર બાઇકચાલક પર ફરી વળ્યા બાઇકચાલક યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ હચમચાવે એવી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. અક્સમાતની જાણ થતા વેરાવળ પોલીસ (Veraval police) ઘટના સ્થળે પહોંચી હતી.
અકસ્માત સર્જીને ST બસચાલક ફરાર
પોલીસે મૃતક યુવકનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક યુવકની ઓળખ 20 વર્ષીય દીપક પ્રસાદ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જીને ST બસચાલક ફરાર થયો હતો. પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે. ગોઝારા અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ થયો હતો. પોલીસે તાત્કાલિક ટ્રાફિક હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો.
આ પણ વાંચો - Vadodara: વોન્ટેડ લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ
આ પણ વાંચો - VADODARA : નસીબનો બળિયો ! યુવકના ગળામાં વાગેલું 14 ઇંચનું તીર કઢાયું, હાલત સ્થિર
આ પણ વાંચો - Ahmedabad : રૂ.10 લાખની લાંચ કેસમાં 2 લાંચિયા અધિકારી ઝબ્બે, મુખ્ય આરોપી હાલ પણ ફરાર