Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : ભાજપ મહિલા નેતાઓનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, શું છે વાત જાણો ?

Gandhinagar : ભાજપની મહિલા નેતાએ જ મહિલા નેતા સામે નોધાવી છેતરપિંડી(Fraud)ની ફરિયાદ નોંધાવી છે. શ્રદ્ધા રાજપૂતે દર્શની કોઠીયા સામે ફરિયાદ નોંધાવી છે. શ્રદ્ધા રાજપૂતે  (Shraddha Rajput)મહિલા નેતા સામે 5 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. શ્રદ્ધા રાજપૂતે વર્ષ 2022 માં...
gandhinagar   ભાજપ મહિલા નેતાઓનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો  શું છે વાત જાણો

Gandhinagar : ભાજપની મહિલા નેતાએ જ મહિલા નેતા સામે નોધાવી છેતરપિંડી(Fraud)ની ફરિયાદ નોંધાવી છે. શ્રદ્ધા રાજપૂતે દર્શની કોઠીયા સામે ફરિયાદ નોંધાવી છે. શ્રદ્ધા રાજપૂતે  (Shraddha Rajput)મહિલા નેતા સામે 5 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. શ્રદ્ધા રાજપૂતે વર્ષ 2022 માં દર્શીની કોઠીયાને 5 લાખ રૂપિયા આપ્યા હતા, આ રૂપિયા પરત ન આવતા ગાંધીનગર(Gandhinagar)માં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

મારે તકલીફ છે કહીને દર્શિની લાઠીયાએ રૂપિયા માંગ્યા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. શ્રદ્ધા રાજપૂત પ્રદેશ ભાજપના પ્રવક્તા અને ગાંધીનગર મહાનગરપાલિકામાં કન્સલટન્ટ છે. તેમણે આપેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2018માં પુના સુરતના દર્શિની પ્રવિણભાઈ કોઠીયા સાથે ગાંધીનગર મહાપાલિકા ખાતે મુલાકાત થઇ હતી. અવાર નવાર ગાંધીનગરમાં મળતા હોવાથી મિત્રતા ઘર જેવા સબંધમાં પરિણામી હતી. આ દરમિયાન સાલ 2022માં દર્શિની કોઠીયાએ કયુ હતુ કે, મારે બહુ તકલીફ છે, 5 લાખ રૂપિયાની જરૂર છે. તમે મને રૂપિયા આપો હુ તમને એક વર્ષમાં રોકડમાં પરત આપી દઈશ. લીધેલા રૂપિયા વર્ષ પુરુ થતા શ્રદ્ધા રાજપૂતે પરત માંગ્યા હતા બાદમાં રૂપિયા માટે અવાર નવાર ઉઘરાણી કરવી પડી રહી હતી.

Advertisement

દર્શિનીએ આપેલા ચેક બાઉન્સ થયા

ફરિયાદમાં આગળ જણાવાયું કે, અનેકવાર ઉઘરાણી બાદ અઢી-અઢી લાખ રૂપિયાના બે ચેક દર્શિની કોઠીયાએ આપ્યા હતા, જેને સેક્ટર 16માં આવેલી બેંકમાં જમા કરાવતા ઓછા બેલેન્સના કારણે ચેક ક્લીયર થયા ન હતા. ત્યારબાદ મેનેજર દ્વારા ચેક દર્શિની કોઠીયાને ટપાલ મારફતે ભૂલથી ઘરે મોકલી દીધા હતા. ત્યારબાદ પોતાના ખાતામાં ચેક જમા નહિ થતા શ્રદ્ધા રાજપૂતે બેંકમાં જઈ તપાસ કરતા સામે આવ્યુ હતુ કે, ઓછા બેલેન્સના કારણે ચેક જમા થયા નથી અને તેને પરત મોકલી દીધા છે. આમ, શ્રદ્ધા રાજપૂતના વારંવાર માંગવા છતાં દર્શીની કોઠીયાએ રૂપિયા પરત કર્યા ન હતા. જેથી તેમણે સેક્ટર 21 પોલીસ મથકમાં 5 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી

Advertisement

આ પણ  વાંચો - Bharuch Police : જૈન સાધ્વીઓ પર હુમલો કરનારની ધરપકડ જ ના કરાઈ

આ પણ  વાંચો - VADODARA : મોડી રાત્રે ખંડેરાવ માર્કેટ પાસે બબાલ, દહેશતનો વિડીયો વાયરલ

આ પણ  વાંચો - હવામાન વિભાગની મોટી આગાહી, ટૂંક સમયમાં ગરમીથી મળશે રાહત

Tags :
Advertisement

.