Gandhinagar : ગુજરાતનાં સહકાર વિભાગની અનોખી પહેલ- ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’
Gandhinagar : ભારતમાં સહકારી ચળવળમાં અગ્રેસર ગુજરાત રાજ્ય સહકાર ક્ષેત્રમાં ફાઇનાન્સિયલ ટેક્નોલોજીનાં ઉપયોગમાં પણ પથ કંડારી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) દીર્ઘદ્રષ્ટી અને કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહનાં (Amit Shah) માર્ગદર્શન તેમ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શરુ થયેલી પહેલ- ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ અંતર્ગત 1736 મંડળીઓમાં ‘બેંક-મિત્ર’ બનાવવામાં આવ્યા છે. આ ‘બેંક-મિત્ર’ને (Bank-Mitra) માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા છે. આ ‘બેંક-મિત્ર’ ને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની તાલીમ પણ આપવામાં આવી છે.
સહકારી બેંકોમાં 4.7 લાખથી વધુ નવા બચત ખાતા ખુલ્યા
આ ઉપરાંત દૂધ સંઘો સાથે સંલગ્ન 1048 દૂધ મંડળીઓના બેંક એકાઉન્ટને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો સાથે ઈન્ટીગ્રેટ એટલે કે એકીકૃત કરવામાં આવ્યા છે, જેના પગલે વધારાનું ભંડોળ નવા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયું છે. પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા (Banaskantha) અને પંચમહાલ (Panchmahal) જિલ્લાની સહકારી બેંકોમાં 4.7 લાખથી વધુ નવા બચત ખાતા ખોલવામાં આવ્યા છે, જેથી બેંકોની હાલની થાપણોમાં રૂ. 966 કરોડની વૃદ્ધિ થઈ છે. આ પહેલ હેઠળ સહકારી સંસ્થાઓ અને સક્રિય સભ્યોને કુલ 3.32 લાખ RuPay ડેબિટ કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે.
‘વિકસિત ગુજરાત’ ના પાયામાં મજબૂત સહકારી ક્ષેત્ર આધાર સ્તંભ : જગદીશ વિશ્વકર્મા
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનાં (Amit Shah) માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રે સતત અવનવા પ્રયોગ કરવા આવે છે. ત્યારે હવે એક પાયલટ પ્રોજેક્ટ તરીકે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરાઈ છે. જે અત્યાર સુધી ખૂબ જ સફળ રહી છે. આ અંગે ગાંધીનગરમાં (Gandhinagar) યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ (Jagadish Vishwakarma) જણાવ્યું હતું કે, ‘વિકસિત ગુજરાત’ ના (Viksit Gujarat) પાયામાં મજબૂત સહકારી ક્ષેત્ર એક મજબૂત આધાર સ્તંભ તરીકે સાબિત થઈ શકે છે, જે આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન ‘વિકસિત ભારત @2047’ ને સાકાર કરવામાં મદદરૂપ સાબિત થશે.
આ પણ વાંચો - Surat : ગૃહ રાજ્યમંત્રીએ લાજપોર જેલમાં રૂ.18 લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ કર્યું
આ પણ વાંચો - ગુજરાતના સંરક્ષણ PRO અને MoDના પ્રવક્તા ગ્રૂપ કેપ્ટન એન. મનિષ વિશિષ્ટ સેવા બાદ IAFમાંથી થયા નિવૃત્ત
આ પણ વાંચો - ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ મૉડલ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવશે