Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : DPS સ્કૂલમાં વિકરાળ આગ, વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી, ફાયર વિભાગે લીધું મોટું એક્શન

ગાંધીનગરમાં (Gandhinagar) આવેલ જાણીતી DPS સ્કૂલ ખાતે AC માં શોટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યો છે. જો કે, સદનસીબે સ્કૂલમાં વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. માહિતી મુજબ, આગ લાગતા ગણતરીની મિનિટોમાં જ PVC સિલિંગના સ્ટ્રક્ચરવાળી એડમિન ઓફિસમાં આગ પ્રસરી...
gandhinagar   dps સ્કૂલમાં વિકરાળ આગ  વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી  ફાયર વિભાગે લીધું મોટું એક્શન

ગાંધીનગરમાં (Gandhinagar) આવેલ જાણીતી DPS સ્કૂલ ખાતે AC માં શોટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યો છે. જો કે, સદનસીબે સ્કૂલમાં વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. માહિતી મુજબ, આગ લાગતા ગણતરીની મિનિટોમાં જ PVC સિલિંગના સ્ટ્રક્ચરવાળી એડમિન ઓફિસમાં આગ પ્રસરી ગઈ હતી. એડમિશન ઓફિસના ટેબલ, ખુરશી સહિતનું ફર્નિચર તેમ જ કમ્પ્યુટર ઉપરાંતનો સામાન બળીને ખાખ થયો છે. ફાયર બ્રિગેડની (fire brigade) ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે, હવે DPS સ્કૂલ સામે ફાયર વિભાગે કડક કાર્યવાહી કરી સીલ કરી છે.

Advertisement

સ્કૂલમાં વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી

જણાવી દઈએ કે, ગાંધીનગરની (Gandhinagar) DPS સ્કૂલમાં (DPS school) AC માં શોટ સર્કિટ (short circuit) થતાં આગ લાગી હતી. આ આગ ગણતરીની મિનિટોમાં જ PVC સિલિંગના સ્ટ્રક્ચરવાળી એડમિન ઓફિસમાં પ્રસરી હતી અને ઓફિસનું ફર્નિચર, કમ્પ્યુટર સહિતનો તમામ સામાન બળીના ખાખ થયો હતો. જો કે, સદનસીબે સ્કૂલમાં વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડની (fire brigade) ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યાર હવે માહિતી મળી છે કે, DPS સ્કૂલ (DPS school) સામે ફાયર વિભાગે મોટી કાર્યવાહી કરી છે અને સ્કૂલને સીલ કરી દીધી છે. જાણીતી DPS સ્કૂલ પાસે ફાયર NOC ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં ફાયર NOC આઉટ ડેટેટ હોવાનું માલુમ પડ્યું છે.

ફાયર વિભાગે સ્કૂલને સીલ કરી

જો કે, DPS સ્કૂલમાં આગના બનાવ બાદ અનેક સવાલ ઊભા થયા છે. ફાયર વિભાગે સ્કૂલને સીલ કરી તે સારી વાત છે પરંતુ, દુર્ઘટના સર્જાયા પછી જ કેમ કાર્યવાહી કરવામાં આવે છે ? જો ફાયર વિભાગના અધિકારીઓએ પહેલા જ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી હોત તો કદાચ આ બનાવ જ બન્યો ન હોત. ફાયર વિભાગ કેમ દુર્ઘટના ઘટે ત્યાં સુધીં ઊંઘ્યા કરે છે ? નાના-નાના માસૂમો શાળાએ આવતા હોત તો શું થાત ?

Advertisement

આ પણ વાંચો - Gujarat First Impact : સનાતન સંત સમિતિનો કલેક્ટરને પત્ર, સળગતા સવાલો સાથે કરી આ માગ

Advertisement

આ પણ વાંચો - RAJKOT ના પાપી મનોજ સાગઠીયાને પોલીસ દ્વારા VVIP સુવિધાઓ!

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy : વધુ બે PI ની અટકાયત, ટૂંક સમયમાં થઈ શકે છે ધરપકડ

Tags :
Advertisement

.