Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : મોડી રાતે પરિવારને તસ્કરોએ બંધક બનાવ્યો, ફાયરની ટીમે રેસ્ક્યૂ કરતા ખબર પડી કે..!

સુરતમાં (Surat) બંધક બનાવેલા પરિવારનું ફાયર ટીમે (fire brigade) રેસ્ક્યૂ કર્યું હતું. બુંદેલા વાળમાં રહેતા પરિવારના સભ્યોને તસ્કરોએ રૂમમાં બંધક બનાવી દીધા હતા અને ચોરી કરીને ત્યાંથી ફરાર થયા હતા. જ્યારે બેડરૂમમાં બંધક પરિવારજનોને ફાયરની ટીમે રેસ્ક્યૂ કરી બહાર કાઢતા...
surat   મોડી રાતે પરિવારને તસ્કરોએ બંધક બનાવ્યો  ફાયરની ટીમે રેસ્ક્યૂ કરતા ખબર પડી કે

સુરતમાં (Surat) બંધક બનાવેલા પરિવારનું ફાયર ટીમે (fire brigade) રેસ્ક્યૂ કર્યું હતું. બુંદેલા વાળમાં રહેતા પરિવારના સભ્યોને તસ્કરોએ રૂમમાં બંધક બનાવી દીધા હતા અને ચોરી કરીને ત્યાંથી ફરાર થયા હતા. જ્યારે બેડરૂમમાં બંધક પરિવારજનોને ફાયરની ટીમે રેસ્ક્યૂ કરી બહાર કાઢતા સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મામલે પોલીસે તસ્કરોની શોધખોળ આદરી છે.

Advertisement

મોડી રાતે તસ્કરોએ પરિવારને બંધક બનાવી લૂંટી કરી

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના (Surat) ભાળગના બુંદેલા વાળમાં રહેતા મુસ્લિમ પરિવારના ઘરે મોડી રાતે તસ્કરો ત્રાટક્યા હતા. પરિવારના સભ્યોને રૂમમાં પૂરીને દરવાજાને બહારથી લોક માર્યું હતું અને ત્યાર બાદ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પરિવારના સભ્યોએ બૂમો પાડતા પાડોશીઓને જાણ થતા પોલીસ અને ફાયરની ટીમને (fire brigade) બોલાવી હતી. ફાયરના જવાનોએ ઘરના ત્રીજા માળની બાલકનીમાંથી દોરડા વડે બીજા માળે ઊતરી દરવાજો ખોલીને મુસ્લિમ પરિવારના (Muslim family) સભ્યોને બહાર કાઢી રેસ્ક્યૂ કર્યું હતું.

મુસ્લિમ પરિવારના ઘરે મોડી રાતે તસ્કરો ત્રાટક્યા હતા.

Advertisement

રેસ્ક્યૂ બાદ ખબર પડી કે ઘરમાં ચોરી થઈ છે

ફાયર ટીમ દ્વારા રેસ્કયૂ થયા બાદ પરિવારને જાણ થઈ કે તસ્કરો ઘરમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર થયા હતા. આ ઘટનાને પગલે પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, રૂમમાંથી બહાર આવતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મામલે સ્થાનિક પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ચોરી સહિતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Panchmahal : ફરીવાર દારૂબંધીના લીરેલીરા ઉડ્યા! સરકારી હોસ્પિટલ દારૂનો અડ્ડો બની ?

Advertisement

આ પણ વાંચો - Gujarat High Court : હાઈકોર્ટના એડિશનલ રજિસ્ટ્રારે સોલા પોલીસ મથકે નોધાવી ફરીયાદ

આ પણ વાંચો - Palanpur : વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, 5 વર્ષનું બાળક અવાવરું પડેલી ગાડીમાં બેઠું અને થયું મોત

Tags :
Advertisement

.