Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ED Raid : રૂ.197 કરોડનાં બેંક ફ્રોડ મામલે અમદાવાદ-રાજકોટમાં ED ની મોટી કાર્યવાહી

અમદાવાદ (Ahmedabad) અને રાજકોટમાં (Rajkot) ED ની ટીમે સપાટો બોલાવ્યો છે. માહિતી મુજબ, રૂ.196.82 કરોડનાં બેંક ફ્રોડ કેસ (Bank Fraud) મામલે જ્યોતિ પાવરનાં અલગ-અલગ કુલ 8 સ્થળો પર દરોડાની (ED Raid) કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન, ઇડીને વિવાદાસ્પદ એન્ટ્રી અને...
ed raid   રૂ 197 કરોડનાં બેંક ફ્રોડ મામલે અમદાવાદ રાજકોટમાં ed ની મોટી કાર્યવાહી

અમદાવાદ (Ahmedabad) અને રાજકોટમાં (Rajkot) ED ની ટીમે સપાટો બોલાવ્યો છે. માહિતી મુજબ, રૂ.196.82 કરોડનાં બેંક ફ્રોડ કેસ (Bank Fraud) મામલે જ્યોતિ પાવરનાં અલગ-અલગ કુલ 8 સ્થળો પર દરોડાની (ED Raid) કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન, ઇડીને વિવાદાસ્પદ એન્ટ્રી અને પ્રોપર્ટીની વિગતોનાં દસ્તાવેજ મળ્યા છે. કંપનીનાં ડિરેક્ટર કમલેશ અને નિલેશ કટારિયાને ત્યાં પણ ED ની ટીમ ત્રાટકી હતી.

Advertisement

કરોડોનાં બેંક ફ્રોડ મામલે ED ની 8 સ્થળે કાર્યવાહી

ખોટા વ્યવહારો દર્શાવી ટેક્સ ચોરી કરીને દેશનાં અર્થતંત્રને નુકસાન પહોંચાડનારાઓ સામે ED એ બાંયો ચઢાવી છે. આ ઝુંબેશ હેઠળ ઈડીની વિવિધ ટીમે જ્યોતિ પાવરનાં (Jyoti Power) અમદાવાદ અને રાજકોટ સહિત અલગ-અલગ કુલ 8 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરી હતી. આ સ્થળો પરથી ઈડીની ટીમને વિવાદાસ્પદ એન્ટ્રી, પ્રોપર્ટીની વિગતોના દસ્તાવેજ મળી આવ્યા છે. જણાવી દઈએ કે, રૂ.196.82 કરોડનાં બેંક ફ્રોડ કેસ મામલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યોતિ પાવર કંપનીના ડિરેક્ટર

માહિતી મુજબ, ED એ જ્યોતિ પાવર કંપનીના ડિરેક્ટર કમલેશ કટારિયા (Kamlesh Kataria) અને નિલેશ કટારિયાને (Nilesh Kataria) ત્યાં પણ દરોડાની કાર્યવાહી કરી હતી. રૂ.196.82 કરોડના બેંક ફ્રોડ કેસ મામલે અગાઉ CBI એ ફરિયાદ દાખલ કરી હતી. ED એ આ મામલે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે. માનવામાં આવી રહ્યું છે કે ઇડીની તપાસમાં (ED Raid) અનેક મસમોટા ખુલાસા થઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : SG હાઇવેના બ્રિજ પર બે કાર ધડાકાભેર અથડાઈ, એક યુવકનું મોત

Advertisement

આ પણ વાંચો - Bharuch: એક ખોટી પોસ્ટે હજારો ગ્રામજનોને ભયમાં મૂક્યા, જાણો શું હતો મેસેજ…

આ પણ વાંચો - Dahegam: એક રાતમાં થયેલી 22 લાખ રોકડની ચોરીની ઘટના બની ‘ટોક ઓફ ધ ટાઉન’

Tags :
Advertisement

.