Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod Lok Sabha :બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ફરી આ કેન્દ્ર પર શરૂ થયું મતદાન

Dahod Lok Sabha : દાહોદ લોકસભામાં (Dahod Lok Sabha)સંતરામપુરનાં પ્રથમપુર ખાતે આજે ફરી મતદાન યોજાયું હતું. વહેલી સવારથી જ લાંબી મતદાન માટે લાંબી કતારો લાગી હતી. જેમાં પ્રથમપુર ગામનાં મતદારો ભયમુક્ત મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વહીવટી તંત્ર સજ્જ...
dahod lok sabha  બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ફરી આ કેન્દ્ર પર શરૂ થયું મતદાન

Dahod Lok Sabha : દાહોદ લોકસભામાં (Dahod Lok Sabha)સંતરામપુરનાં પ્રથમપુર ખાતે આજે ફરી મતદાન યોજાયું હતું. વહેલી સવારથી જ લાંબી મતદાન માટે લાંબી કતારો લાગી હતી. જેમાં પ્રથમપુર ગામનાં મતદારો ભયમુક્ત મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું હતું. વહેલી સવારથી જ મહિલાઓ તેમજ પુરૂષોની મોટી લાઈનો મતદાન મથક પર જોવા મળી હતી. મેગ્રેટિક ડિટેક્ટર તેમજ સીસીટીવી કેમેરા હેઠળ પ્રથમપુર ગામમાં મતદાન યોજાઈ રહ્યું છે. પ્રથમપુર ખાતે ચૂંટણી ઓબ્ઝર્વર એસપી તેમજ જીલ્લા કલેક્ટર સહિતનો મોટો કાફલો બુથ ઉપર જોવા મળી રહ્યો છે. પ્રથમપુર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ફરી એક વખત મતદાન યોજાઈ રહ્યું છે.

Advertisement

ચૂંટણી પંચ દ્વારા સું આદેશ કરાયો

દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. દાહોદનાં સંતરામપુરાનાં પરથમપુર મતદાન મથકે મતદાન થયું હતું. જેમાં બુથ કેપ્ચરીંગ બાદ રીપોલ કરવા નિર્દેશ કર્યો હતો. ચૂંટણી પંચે 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો હતો. પોલીગ સ્ટેશન નંબર 220 પર ફરી મતદાન યોજાશે. પ્રથમપુરા ગામનાં પોલીંગ સ્ટેશન 220 નંબર પર ફરી મતદાન યોજાશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

Advertisement

ચૂંટણી પંચ દ્વારા સું આદેશ કરાયો

દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. દાહોદનાં સંતરામપુરાનાં પરથમપુર મતદાન મથકે મતદાન થયું હતું. જેમાં બુથ કેપ્ચરીંગ બાદ રીપોલ કરવા નિર્દેશ કર્યો હતો. ચૂંટણી પંચે 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો હતો. પોલીગ સ્ટેશન નંબર 220 પર ફરી મતદાન યોજાશે. પ્રથમપુરા ગામનાં પોલીંગ સ્ટેશન 220 નંબર પર ફરી મતદાન યોજાશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

Advertisement

પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

આ સમગ્ર ઘટનાને લઈ ચૂંટણી પંચ દ્વારા સંતરામપુરના પરથમપુર બુથ નંબર 220 પર ફરીથી મતદાબ કરવાના આદેશ કરવા આવ્યા હતા. ત્યારે આજે 11 મેના રોજ સવારે 7 કલાકથી અહીંયા પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. આ બુથ પર કુલ 1224 મતદારો છે, જેમાં 618 પુરુષ અને 606 મહિલા મતદારો છે. મતદાન મથક ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારી, ચૂંટણી ઓબ્ઝર્વર સહિત ASPની ઉપસ્થિતમાં મતદાન પ્રક્રિયા પ્રારંભ થયો છે. મતદાન મથક બહાર તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

પોલિંગ બુથના કર્મચારીઓને મળી હતી નોટીસ

સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ હવે મહીસાગર ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું હતુ અને બાલાસિનોરના મામલતદારે 6 કર્મચારીઓને નોટીસ પાઠવી હતી. ચૂંટણી દરમિયાન મતદાન મથક પર ફરજ પર ગંભીર બેદરકારી બદલ બાલાસિનોરના મામલતદારે પ્રિસાઇડીંગ ઓફિસર, આસિ.પ્રિસાઇડીંગ ઓફિસર, બે મહિલા પોલિંગ ઓફિસર, હેડ કોન્સ્ટેબલ તેમજ GRD મળીને કુલ છ કર્મચારીઓને આપી નોટિસને ખુલાસો માંગ્યો હતો.

આ  પણ  વાંચો - Gujarat Weather : રાજયમાં વિજળીના કડાકા સાથે પડી શકે છે વરસાદ

આ  પણ  વાંચો - SSC Result : ધો.10 માં ગુજરાતના આ બે કેન્દ્રનું 100 ટકા પરિણામ

આ  પણ  વાંચો - Nilesh Kumbhani: 22 દિવસ બાદ અચાનક પ્રગટ થયા નિલેશ કુંભાણી, લૂલો બચાવ કરવા કોંગ્રેસ પર કર્યા પ્રહાર

Tags :
Advertisement

.