Dabhoi:દર્ભાવતી તાલુકાનાં કુંઢેલા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ
અહેવાલ _પિન્ટુ પટેલ -ડભોઇ
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ ગામેગામ પહોંચી સરકારનાં જન કલ્યાણકારીના યોજનાઓ લોક દ્રાર સુધી પહોંચાડવાનો છે.અમૃતકાળમાં દેશના સર્વાંગી વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે સંદેશો આપવાનો છે.PM મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દેશના નાગરિકો પણ સંકલ્પબદ્ધ થઈ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે જરૂરી છે.
ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ની શરૂઆત કરી છે.જે અંતર્ગત આજે ડભોઈ -દર્ભાવતિ તાલુકાનાં કુંઢેલા ગામેથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો.જેમાં વિકસિત ‘ભારત સંકલ્પ યાત્રા રથ‘જે ડભોઈ તાલુકાનાં ગામોમાં જઈ જરૂરતમંદ લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપશે અને વિડિયો કોન્ફરન્સના માધ્યમથીમા.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડશે.
કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓની
જાણકારી આપવા અને યોજનાનો લાભ બાકી રહેલા લાભાર્થીઓને પહોંચાડવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાઈ છે.જેની શરૂઆત PM મોદીએ 15 નવેમ્બરે ઝારખંડના કુટીથી કરી હતી.જે બાદ આ અભિયાનને લઈને યાત્રા દેશના દરેકજિલ્લામાં.દરેક ગ્રામપંચાયતોમાંથી નીકાળવામાં આવી રહી છે.અભિયાનમાં ભારત સંકલ્પ યાત્રા મહારાષ્ટ્રના નાંદેડ,ધારાશિવ,નંદુરબાર સહિતના જિલ્લાઓમાંથી નીકળી.જ્યાં જિલ્લા અધિકારી કાર્યાલયથી LED વાહનોને લીલી ઝંડી બતાવી રવાના કરાયા.આ વાહન જિલ્લાના દરેક ગામમાં સરકારની યોજનાનો પ્રચાર પસાર કરી રહ્યું છે.
સમગ્ર પ્રોગ્રામ વિશે ઉપસ્થિત ગ્રામજનોને વિકસિત ભારત સંકલ્પ યાત્રા ની વિસ્તૃત માહિતી મદદનીશ કલેકટર યોગેશ કાપશે દ્વારા આપવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તાલુકા યુવા પ્રમુખ નિરવભાઈ પટેલ (કાયાવરણ )છાયાબેન તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ મામલતદાર ડી. વી. ગામીત તાલુકા વિકાસ અધિકારી રાણા તેમજ ગામના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો -ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિગ કરાતા ઉત્તેજના