Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PAVIJETPUR : મુખ્યમાર્ગ પરનું જર્જરિત નાળુ ગમે ત્યારે બેસી જવાનો ભય

PAVIJETPUR : પાવીજેતપુર (PAVIJETPUR) તાલુકાના કદવાલ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ ઉપર ના નાળા નીચેના સળિયા દેખાવા લાગતા જનતાને ભય સતાવી રહ્યો છે. તો બીજી તરફ નાળાની બાજુમાં તંત્ર દ્વારા આપવામાં આવેલ ડાયવર્ઝન પણ ધોવાઈ જતાં હાલ લોકો જીવના જોખમે નાળા...
pavijetpur   મુખ્યમાર્ગ પરનું જર્જરિત નાળુ ગમે ત્યારે બેસી જવાનો ભય

PAVIJETPUR : પાવીજેતપુર (PAVIJETPUR) તાલુકાના કદવાલ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ ઉપર ના નાળા નીચેના સળિયા દેખાવા લાગતા જનતાને ભય સતાવી રહ્યો છે. તો બીજી તરફ નાળાની બાજુમાં તંત્ર દ્વારા આપવામાં આવેલ ડાયવર્ઝન પણ ધોવાઈ જતાં હાલ લોકો જીવના જોખમે નાળા ઉપરથી અવરજવર કરી રહ્યા છે.

Advertisement

ભય જનતાને સતાવી રહ્યો છે

પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામમાં પ્રવેશવાના મુખ્ય રોડ ઉપર આવેલ નાળા નીચેનો ભાગ જર્જરીત થઈ જઈ સળિયા દેખાવા લાગતા નાળુ બેસી જવાનો ભય જનતાને સતાવી રહ્યો છે. તો તંત્ર દ્વારા આપવામાં આવેલ ડાયવર્ઝન પણ વરસાદના પહેલા પાણી જ ધોવાઈ જતા લોકો પારવાર મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે.

Advertisement

સળિયા દેખાવા લાગ્યા

પાવીજેતપુર તાલુકાના દક્ષિણ વિસ્તારમાં ૪૨ થી વધુ ગામોનું વેપાર ધંધા માટેનું મુખ્ય મથક કદવાલ ગામ હોય, સ્વાભાવિક રીતે જ આજુબાજુની જનતા વેપાર ધંધા માટે મોટી સંખ્યામાં કદવાલ ગામમાં અવર-જવર કરે છે. આ કદવાલ ગામમાં પ્રવેશવાનો જે રોડ છે તે રોડ ઉપર નું નાળુ છેલ્લા કેટલાક સમયથી નીચેના ભાગેથી જર્જરીત થઈ જઈ સળિયા દેખાવા લાગ્યા છે. આમ નાળું નબળું થઈ ગયું હોય જેનું નીચે રીપેરીંગ કામ જે તે સમયે થયું હતું. પરંતુ ફરીથી સળિયા દેખાવા લાગ્યા છે.

મોટી હોનારત સર્જાઇ શકે છે

જોકે તંત્ર દ્વારા આ નાળા ઉપરથી અવર-જવર નહીં કરવા માટે ડાયવર્ઝન પણ આપ્યું છે. પરંતુ એ ડાઈવર્ઝન પહેલા વરસાદમાં જ ધોવાઈ જતા, ડાયવર્ઝન બંધ થઈ ગયું છે. એટલે સ્વાભાવિક રીતે જ ના છૂટકે કદવાલ ગામમાં જવા માટે લોકોએ આ જર્જરીત થઈ ગયેલા નાળાનો જ ઉપયોગ કરવો પડે છે. નાળાના ઉપરના ભાગે પણ ખાડા પડી જય પાણી ભરાઈ રહે છે, અને નીચે તો સળિયા જ દેખાવા લાગ્યા છે. જો આ નાળા ઉપરથી ભારદારી વાહનો પસાર થશે તો ગમે ત્યારે આ નાળુ જમીન દોસ્ત થઈ જશે અને મોટી હોનારત સર્જાય તેનો ભય જનતાને સતાવી રહ્યો છે. તો તંત્ર યુદ્ધના ધોરણે આ અંગે ઘટતું કરે તે ખૂબ જરૂરી થઈ જવા પામ્યું છે.

Advertisement

ટેન્ડર પ્રક્રિયા જારી

જોકે સદર નાળુ અને આજ રોડ ઉપરનો બીજો એક રૂપિયા 1.5 કરોડ જેટલા માતબર ખર્ચે નવું બનાવવાનું કામ મંજૂર પણ થયું છે અને હાલ પ્રક્રિયા ટેન્ડર ઉપર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પરંતુ આજની વરવી વાસ્તવિકતા એ છે કે કદવાલ ગામે પ્રવેશવાના માર્ગ ઉપર આવેલ નાળુ જર્જરીત હોઈ તેમજ ડાયવર્ઝન પણ ધોવાઈ જતા બંધ થઈ ગયું છે. જેને લઇ લોકો હાલ જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે. તે એક હકીકત છે.

અહેવાલ – તૌફીક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો -- VADODARA : આંગણવાડીમાં લાઇટ વગર બેસતા વિદ્યાર્થીઓ, પરિસરમાં ગંદકી

Tags :
Advertisement

.