Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chaitri Navratri : છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની પૂજાનું મહત્ત્વ, પાવાગઢમાં મળસ્કે દ્વાર ખુલતાં ભક્તોનું ઘોડાપુર

ચૈત્ર નવરાત્રિનું (Chaitri Navratri) આજે છઠ્ઠુ નોરતું છે. આજે માતા કાત્યાયનીની (Mata Katyayani) પૂજાનું મહત્ત્વ છે. રાજ્યના પ્રમુખ મંદિરોમાં આજે વિશેષ પૂજા અને શણગારનું આયોજન કરવામાં આવ્યું છે. પાવાગઢ, અંબાજી, કચ્છ અને ભુજના મંદિરોમાં આજે વહેલી સવારથી માઈભક્તોની ભારે ભીડ...
chaitri navratri   છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની પૂજાનું મહત્ત્વ  પાવાગઢમાં મળસ્કે દ્વાર ખુલતાં ભક્તોનું ઘોડાપુર

ચૈત્ર નવરાત્રિનું (Chaitri Navratri) આજે છઠ્ઠુ નોરતું છે. આજે માતા કાત્યાયનીની (Mata Katyayani) પૂજાનું મહત્ત્વ છે. રાજ્યના પ્રમુખ મંદિરોમાં આજે વિશેષ પૂજા અને શણગારનું આયોજન કરવામાં આવ્યું છે. પાવાગઢ, અંબાજી, કચ્છ અને ભુજના મંદિરોમાં આજે વહેલી સવારથી માઈભક્તોની ભારે ભીડ જોવા મળી છે. માતાજીનાં જયઘોષથી મંદિર પરિસરો ગૂંજી ઊઠ્યા હતા.

Advertisement

અંબાજી મંદિરે મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપુર

અંબાજી :

આજે ચૈત્રી નવરાત્રિના છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની (Mata Katyayani) પૂજાનું મહત્ત્વ છે. મા કાત્યાયનીનો જન્મ કાત્યાયન ઋષિના ઘરે થયો હતો. માટે તેમને કાત્યાયની કહેવામાં આવે છે. ચાર ભુજાઓમાં અસ્ત્ર, શસ્ત્ર અને કમળનું પુષ્પ ધારણ કરેલા છે. માન્યતા મુજબ, માતાજી પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. આજે છઠ્ઠા નોતરે અંબાજીમાં (Ambaji) વહેલી સવારે 2 મંગળા આરતી (Mangala Aartis) કરવામાં આવી હતી. ભટ્ટજી મહારાજ દ્વારા આરતી કરવામાં આવી હતી. દરમિયાન, મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા. જણાવી દઈએ કે, અંબાજી મંદિરે ચૈત્ર સુદ બીજથી આઠમ સુધી સવારે 2 મંગળા આરતી કરવામાં આવે છે. એક આરતી ગર્ભગૃહની અંદર જયારે બીજી આરતી જવેરાની થાય છે. ચૈત્રી નવરાત્રિના દિવસોમાં ભક્તો શકિતપીઠનાં દર્શન કરવા આવી રહ્યા છે.

Advertisement

પાવાગઢમાં નીજ મંદિરના દ્વાર ખુલતા ભક્તોની પડાપડી

પાવાગઢ :

ચેત્રી નવરાત્રિને (Chaitri Navratri) લઈ પાવગઢમાં (Pavagadh) ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ચૈત્ર નવરાત્રિના છઠ્ઠા નોતરે વહેલી સવારે 4 વાગ્યે નીજ મંદિરનાં દ્વાર ખુલ્યા હતા. મંદિરનાં દ્વાર ખુલતા જ માતાજીનાં જયઘોષથી પરિસર ગૂંજી ઉઠ્યું હતું. માઈ ભક્તોએ મંગળા આરતી સાથે માતાજીનાં દર્શનનો લાભ લીધો હતો. રવિવારની રજા હોવાથી આજે મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો વહેલી સવારથી મંદિરમાં જોવા મળી રહ્યો છે.

Advertisement

કચ્છ- ભુજ :

કચ્છમાં (Kutch) ચૈત્રી નવરાત્રિને લઈ મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભુજના ગાયત્રી મંદિરમાં (Gayatri temple) પણ આજે છઠ્ઠા નોતરે ભક્તોની ભીડ ઊમટી છે. દરરોજ માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતાજીનાં અલૌકિક સ્વરૂપનાં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. છઠ્ઠા નોતરે માતાજીને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે. મંદિરમાં મા દુર્ગા અને લક્ષ્મી બિરાજમાન છે.

આ પણ વાંચો - Chaitra Navratri: 5માં દિવસે આ મંત્રો સાથે કરો પૂજા, તમને મળશે સ્કંદમાતાના આશીર્વાદ

આ પણ વાંચો - CHAITRA NAVRATRI: ચૈત્ર નવરાત્રીનો આજે ચોથો દિવસ, આ મુહૂર્તમાં કરો માતા કુષ્માંડાની પુજા

આ પણ વાંચો - Chaitri Navratri : ત્રીજા નોરતે વડોદરા, અમદાવાદ, રાજકોટનાં મંદિરોમાં વિશેષ પૂજા-શણગાર, અંબાજીમાં 2 મંગળા આરતી

Tags :
Advertisement

.