Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Botad Police : બોટાદ પોલીસની સરાહનીય કામગીરી

Botad Police : રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ (Board Exams) શરૂ થઈ છે. ત્યારે આ સમયે ગમે તેટલું ધ્યાન રાખો તો પણ અનિચ્છનીય ઘટનાઓ બની જતી હોય છે અને તેના કારણે બાળકો અને માતા પિતાની મુશ્કેલી વધી જાય છે. આવો જ એક...
botad police   બોટાદ પોલીસની સરાહનીય કામગીરી

Botad Police : રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ (Board Exams) શરૂ થઈ છે. ત્યારે આ સમયે ગમે તેટલું ધ્યાન રાખો તો પણ અનિચ્છનીય ઘટનાઓ બની જતી હોય છે અને તેના કારણે બાળકો અને માતા પિતાની મુશ્કેલી વધી જાય છે. આવો જ એક કિસ્સો બોર્ડની પરીક્ષાના પહેલા દિવસે બોટાદમાં બન્યો છે. અહીં પોલીસે (Botad Police ) ધોરણ 10ની વિર્દ્યાર્થીનીની મદદ કરી હતી.

Advertisement

મળતી માહિતી અનુસાર આજે સવારે શરૂ થઈ ચૂકેલી બોર્ડની પરીક્ષામાં બોટાદમાં બાળકી તેના પરીક્ષા કેન્દ્ર કરતા અલગ કેન્દ્રએ પહોંચી હતી. બાળકી પરીક્ષા આપવા માટે આદર્શ સ્કૂલ પહોંચી હતી. ખરેખર તેનું પરીક્ષાનું કેન્દ્ર બોટાદનું કેન્દ્ર યોગીરાજ વિદ્યાલય હતું. આ પછી વિદ્યાર્થીનીએ આ માટે પોલીસની મદદ લીધી. પોલીસે પોતાની કારમાં બાળકીને બેસાડી અને તેને તેના યોગ્ય કેન્દ્રએ પહોંચાડી હતી. આ પછી બાળકી યોગ્ય સમયે પહોંચી અને પરીક્ષા આપી શકી હતી.

Advertisement

15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા 2024આપશે
અમદાવાદ ગ્રામ્યમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા મળે તેનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવા સૂચના છે. તથા 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા 2024આપશે. ધોરણ 10માં 9,17,687 વિધાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપિટર તરીકે પરીક્ષા આપશે. ધોરણ 10માં 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 130થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. 4 જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરાયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થી પરીક્ષા આપશે. તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073વિદ્યાર્થી પરીક્ષા આપશે.

Advertisement

ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી

ધોરણ 10 અને 12ની પરીક્ષામાં આ વખતે કુલ 15,38,953 વિદ્યાર્થી નોધાયા છે. ગત વર્ષની સરખામણીએ 1.10 લાખ વિદ્યાર્થી ઘટયા છે. ગત વર્ષે 16,49,058 વિદ્યાર્થી નોંધાયા હતા. ધોરણ 10માં નિયમિત વિદ્યાર્થી 7,06,321, ખાનગી નિયમિત 12,797, રિપીટર 1,65,845, ખાનગી રિપીટર 4,570, આઈસોલેટેડ 28,154 મળી કુલ 9,17,687 વિદ્યાર્થી નોંધાયા છે. જેમાં 3,184 બિલ્ડિંગના 31,829 બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે. ધોરણ 12 સાયન્સમાં નિયમિત વિદ્યાર્થી 1,11,549 નોંધાયા છે, રિપીટર 20,438 મળી કુલ 1,31,987 વિદ્યાર્થી નોંધાયા છે, જેના માટે 147 કેન્દ્ર પર 614 બિલ્ડિંગના 6,714 બ્લોકનો ઉપયોગ કરાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થી 3,80,269, રિપીટર 61,130, આઇસોલેટેડ 4,940, ખાનગી નિયનિત 29,523, ખાનગી રિપીટર 13,417 મળી કુલ 4,89,279 વિદ્યાર્થી નોંધાયા છે. સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 506 કેન્દ્ર પર 1,580 બિલ્ડિંગના 15,751 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

આ  પણ વાંચો  - Gujarat Board Exams : આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ

આ  પણ વાંચો  - ICAI : CA ના વિદ્યાર્થી માટે મહત્ત્વના સમાચાર, પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે થઈ આ જહેરાત!

Tags :
Advertisement

.