'AAP' ને ગુજરાતમાં મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું
ગુજરાતમાં (Gujarat) આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party) મોટો ઝટકો લાગ્યો છે. માહિતી મુજબ, ગુજરાત AAP માં પ્રદેશમંત્રી દિનેશ કાછડીયાએ (Dinesh Kachhadiya) પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપતા તેમણે કારણ જણાવતા કહ્યું કે, પાર્ટીમાં તેમની કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે.
AAP માં પ્રદેશમંત્રી દિનેશ કાછડીયાનું રાજીનામું
ગુજરાતમાં 'આમ આદમી પાર્ટી'ને લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુરજાત AAP માં પ્રદેશમંત્રી દિનેશ કાછડીયાએ (Dinesh Kachhadiya) પાર્ટીના તમામ પદ પથી રાજીનામું આપી દીધું છે. પ્રદેશમંત્રી દિનેશ કાછડીયાએ રાજીનામું આપવાની સાથે ચોંકાવના કારણ પણ જણાવ્યું છે. રાજીનામામાં તેમણે લખ્યું કે, 'રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિઓ તેમ જ છેલ્લા એક વર્ષના મારા આ પાર્ટી સાથેના કાર્યાનુભવોને જોતાં AAP, ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામું આપું છું...'
રાજીનામા બાદ અનેક તર્ક-વિતર્ક
જણાવી દઈએ કે, દિનેશ કાછડીયા સુરત (Surat) મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. જ્યારે વર્તમાનમાં તેઓ સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી પદની જવાબદારી સંભાળી રહ્યા હતા. જો કે, હવે તેમના રાજીનામાંથી સુરતમાં રાજકારણ ગરમાયું છે અને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) દરમિયાન કોંગ્રેસ (Congress) ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ્દ થતા, લોકો પાસેથી મતાધિકાર છીનવી લેવાના આરોપ સાથે દિનેશ કાછડીયાએ નિલેશ કુંભાણી વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેનશમાં (Varachha Police Station) ફરિયાદ કરી હતી. દિનેશ કાછડીયાએ આરોપ લગાવ્યો હતો કે, નિલેશ કુંભાણીએ (Nilesh Kumbhani) સુરતની જનતા સાથે દગો કર્યો છે.
આ પણ વાંચો - Ankleshwar માં ખાનગી કંપનીના ઓપન ઇન્ટરવ્યુમાં અફરા તફરીનો માહોલ…
આ પણ વાંચો - Rajkot માં કોંગ્રેસનો રમકડાંના પ્લેન બતાવીને અનોખો વિરોધ
આ પણ વાંચો - Gir Somnath : દબાણ ઝુંબેશ મુદ્દે BJP-Congress આમને-સામને! હીરાભાઈ જોટવાના ગંભીર આરોપ