Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli : બાબરામાં નદી ગાંડીતૂર બની, વહેણમાં બોલેરો કાર તણાઈ જતાં ડ્રાઇવરનું મોત

ગઈકાલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. અમરેલી (Amreli) જિલ્લાનાં બાબરા પંથકમાં તો મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી હતી. માત્ર 2 કલાકમાં 2 થી 3 ઈંચ વરસાદ ખાબકતા બાબરાના ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેમાં બોલેરો કાર તણાઈ...
amreli   બાબરામાં નદી ગાંડીતૂર બની  વહેણમાં બોલેરો કાર તણાઈ જતાં ડ્રાઇવરનું મોત

ગઈકાલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. અમરેલી (Amreli) જિલ્લાનાં બાબરા પંથકમાં તો મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી હતી. માત્ર 2 કલાકમાં 2 થી 3 ઈંચ વરસાદ ખાબકતા બાબરાના ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેમાં બોલેરો કાર તણાઈ જતાં કાર ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું.

Advertisement

નદીના વહેણમાં કાર તણાઈ, ડ્રાઇવરનું મોત

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગઈકાલે અમરેલીમાં (Amreli) વિવિધ સ્થળે વરસાદ પડ્યો હતો. જ્યારે બાબરા (Babra) પંથકમાં માત્ર બે જ કલાકમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો, જેના કારણે બાબરાનાં ત્રબોડા ગામની સ્થાનિક નદી ગાંડીતૂર બની હતી. દરમિયાન, ત્યાંથી પસાર થતી એક બોલેરો કાર નદીના વહેણમાં આવી જતાં તણાઈ હતી. આ મામલે સ્થાનિકો લોકોએ વહીવટી તંત્રને જાણ કરતા અમરેલી પોલીસ (Amreli Police) અને ફાયર ટીમ (fire Brigade) ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી કારને બહાર કાઢી હતી. માહિતી મુજબ, ફાયર વિભાગે રેસ્ક્યૂ દરમિયાન ઝાડીમાંથી એક મૃતદેહ પણ બહાર કાઢ્યો હતો.

કારમાં 3 વ્યક્તિ સવાર હોવાની આશંકા

બોલેરો ગાડીમાં 3 જેટલી વ્યક્તિ સવાર હોવાની પ્રાથમિક માહિતી છે. જ્યારે જે મૃતદેહ મળી આવ્યો છે તે બોલેરો ગાડીનાં ડ્રાઇવરનો હોવાનું સામે આવ્યું છે. ડ્રાઇવર 24 વર્ષીય રાજસ્થાની યુવક અમરારામ જાટ હોવાનું હાલ જાણવા મળ્યું છે. ગામથી અંદાજ 1200 ફૂટ દૂર મળી આવેલી બોલેરો ગાડીમાં સવાર મુસાફરોની ઓળખ અંગે પોલીસ અને ફાયર ટીમે તપાસ શરૂ કરી છે. જ્યારે, મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ (civil hospital) મોકલવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પ્રથમ વરસાદમાં જ એક વ્યક્તિનું મોત નીપજતાં પંથકમાં અરેરાટી વ્યાપી છે.

Advertisement

આ પણ વાંચો - Bharuch: શહેરી વિસ્તારમાં વૃક્ષ ધસી પડતાં કાર અને રીક્ષા દબાઈ, ત્રણ લોકોના મોત

Advertisement

આ પણ વાંચો - Dahegam: ગાય બેકાબૂ બનતા રાહદારી પર કર્યો હુમલો, યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

આ પણ વાંચો - VADODARA : MSU ની BBA ફેકલ્ટી બહાર હોબાળો, પોલીસ ખડકી દેવાઇ

Tags :
Advertisement

.