Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli : બોરવેલમાં 45-50 ફૂટના અંતરે બાળકી હોવાનાં અનુમાન, 108 અને ફાયર ટીમની રેસ્ક્યૂ કામગીરી

અમરેલીના (Amreli) સુરાગપુર ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરાગપુર ગામની (Suragpur village) વાડી વિસ્તારમાં આવેલા બોરવેલમાં ખેત મજૂરની બાળકી (child is lying in a borewell) ખાબકી છે. માહિતી મુજબ, દોઢ વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં પડી જતાં અમરેલી ફાયર...
amreli   બોરવેલમાં 45 50 ફૂટના અંતરે બાળકી હોવાનાં અનુમાન  108 અને ફાયર ટીમની રેસ્ક્યૂ કામગીરી

અમરેલીના (Amreli) સુરાગપુર ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરાગપુર ગામની (Suragpur village) વાડી વિસ્તારમાં આવેલા બોરવેલમાં ખેત મજૂરની બાળકી (child is lying in a borewell) ખાબકી છે. માહિતી મુજબ, દોઢ વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં પડી જતાં અમરેલી ફાયર વિભાગની (fire brigade) ટીમને જાણ કરવામાં આવી છે. બાળકીને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

Advertisement

દોઢ વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં ખાબકી

રમતાં રમતાં બાળકી બોરવેલમાં ખાબકી

અમરેલીનાં (Amreli) સુરાગપુર ગામમાં (Suragpur village) વાડી વિસ્તારમાં એક ખેત મજૂરની બાળકી રમતા રમતા બોરવેલમાં ખાબકી છે. દોઢ વર્ષની આરોહી નામની બાળકી બોરવેલમાં પડી 108 ઇમરજન્સી સર્વિસ (108 emergency services) અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જાણી 108 અને ફાયર ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને આરોહીને બોરવેલમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે.

Advertisement

108 અને ફાયર ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન

બોરવેલમાં 45 થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન

માહિતી મુજબ, આરોહીને બોરવેલમાં ઑક્સિજન મળી રહે તે માટે 108 દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે ફાયર બ્રિગેડ (fire brigade) દ્વારા પણ બાળકીને બચાવવા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે. દોઢ વર્ષની આરોહી બોરવેલમાં 45 થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન છે. આરોહીને બચાવવાની કામગીરીઓ તંત્ર દ્વારા શરૂ કરાઇ છે. ત્યારે બીજી તરફ માસૂમ બોરવેલમાં પડી જતાં પરિવાર સહિત ગ્રામજનો ચિંતાતૂર થયા છે.

Advertisement

આ પણ વાંચો - Rath Yatra : રથયાત્રા પહેલાં AMC એક્શન મોડમાં ! રૂટ પરની જર્જરિત મિલકતો સામે કરી કાર્યવાહી

આ પણ વાંચો - Sabar Dairy : સાબરડેરીના વહીવટ સામે બાયડના ધારાસભ્યનો ઉગ્ર આક્રોષ

આ પણ વાંચો - “તમે એક પણ અધિકારીને પૈસા આપતા નહી” ધારાસભ્યની ચેતવણી

Tags :
Advertisement

.