Ahmedabad : કારંજમાં મહિલા રૂ.7.20 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે ઝડપાઈ
અમદાવાદમાં (Ahmedabad) ડ્રગ્સ સાથે એક મહિલાની ઘરપકડ કરવામાં આવી છે. કારંજ વિસ્તારમાં મહિલા પાસેથી રૂ. 7.20 લાખનું 72 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ઝોન 2 LCB અને શાહપુર પોલીસની (Shahpur Police) ટીમે બાતમીના આધારે સયુંકત કામગીરી કરી મહિલાની ધરપકડ કરી છે. આ મામલે મહિલા વિરુદ્ધ NDPS અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા પાસેથી રૂ.7.20 લાખનું ડ્રગ્સ ઝડપાયું
પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમદાવાદના (Ahmedabad) કારંજ (Karanj) વિસ્તારમાં પરવીનબાનુ કુરેશી નામની મહિલા પાસે MD ડ્રગ્સ હોવાની બાતમી મળતા ઝોન 2 LCB (Zone 2 LCB) અને શાહપુર પોલીસની સયુંકત ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જે હેઠળ કારંજ વિસ્તારમાંથી પરવીનબાનુ કુરેશી નામની મહિલાઓની ધરપકડ કરી તેની પાસેથી 72 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (MD drugs) જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સની કિંમત આશરે રૂ. 7.20 લાખ બતાવવામાં આવી રહી છે.
ફરાર 2 આરોપીની પોલીસે શોધખોળ આદરી
ઝોન 2 LCB અને શાહપુર પોલીસને પરવીનબાનુ કુરેશી વિરુદ્ધ NDPS અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં ફરાર 2 આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પરવીનબાને પાસે ડ્રગ્સ ક્યાંથી આવ્યું ? ડ્રગ્સની હેરાફેરીમાં કોણ કોણ સામેલ છે ? આ ડ્રગ્સના રેકેટ પાછળ કઈ ગેંગ છે ? સહિતના વિવિધ દિશામાં પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો - Ahmedabad : એક એ પ્રેમસંબંધ, તો બીજા એ બ્લેકમેલ કરી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો - Surat: મિત્ર પર વિશ્વાસ કરવો ભારે પડ્યો! નફાની લાલચે રૂપિયા 5 કરોડની છેતરપિંડી
આ પણ વાંચો - Surat: એક જ રાતમાં સળગી બે કંપનીઓ, લાખોનો સામાન બળીને ખાખ