Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : 'જૂની પેન્શન યોજના' લાગુ કરવા શિક્ષકો આકરા પાણીએ! ગાંધીનગરમાં આંદોલનની ચીમકી

અમદાવાદની (Ahmedabad) આંબેડકર યુનિવર્સિટી ખાતે આજે શિક્ષક સંઘની (Teachers Union) મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષકોનો ભારે રોષ જોવા મળ્યો હતો. શિક્ષકો માટે જૂની પેન્શન યોજના (Old Pension Scheme) લાગુ કરવામાં આવે તેવી માગ સાથે શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો....
ahmedabad    જૂની પેન્શન યોજના  લાગુ કરવા શિક્ષકો આકરા પાણીએ  ગાંધીનગરમાં આંદોલનની ચીમકી

અમદાવાદની (Ahmedabad) આંબેડકર યુનિવર્સિટી ખાતે આજે શિક્ષક સંઘની (Teachers Union) મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષકોનો ભારે રોષ જોવા મળ્યો હતો. શિક્ષકો માટે જૂની પેન્શન યોજના (Old Pension Scheme) લાગુ કરવામાં આવે તેવી માગ સાથે શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષક સંઘની બેઠક બાદ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. 16 ઓગસ્ટના રોજ શિક્ષકો દ્વારા ગાંધીનગરના (Gandhinagar) સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવામાં આવશે.

Advertisement

1 મહિના બાદ ગાંધીનગરમાં આંદોલનની ચીમકી

અમદાવાદમાં (Ahmedabad) આજે શિક્ષક સંઘની બેઠક મળી હતી. બેઠક બાદ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. જૂની પેન્શન યોજના લાગૂ કરવાની માગ સાથે 16 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં આવેલ સત્યાગ્રહ છાવણી (Satyagrah Chhavani) ખાતે શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવશે. શિક્ષક સંઘનું (Teachers Union) કહેવું છે કે જો ઉત્તર પ્રદેશમાં (UP) જૂની પેન્શન યોજનાનો લાભ મળતો હોય તો અમને કેમ નહીં ? આ સાથે શિક્ષકોએ માગ કરી કે HTAT પ્રશ્ન, નિવૃત્તિ સમયે રજાનો રોકડ પગાર થવો જોઈએ. જણાવી દઈએ કે અમદાવાદની આંબેડકર યુનિવર્સિટી (Ambedkar University) ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો પહોંચ્યા હતા. મહાપંચાયત કર્યા બાદ પણ શિક્ષકોનાં પ્રશ્નોનો ઉકેલ આવ્યો નહોતો. શિક્ષકોની એક જ માંગ છે કે જૂની પેન્શન યોજના (Old Pension Scheme) લાગુ કરવામાં આવે.

જૂની પેન્શન યોજના લાગૂ કરવા માગ

ઉલ્લેખનીય છે કે, હોદ્દેદારોની બેઠકમાં શિક્ષકો પણ મોટી સંખ્યામાં આવ્યા હતા. જો કે, મીડિયા સમક્ષ મુદ્દાઓ રજૂ કરવા માટે પણ હોદ્દેદારોએ શિક્ષકોને રોક્યા હોવાનો આરોપ છે. દરમિયાન, શિક્ષકો દ્વારા રજૂઆત કરાઈ કે, સરકારે હજી સુધી વ્યાયામ શિક્ષકની પણ ભરતી કરી નથી. વર્ષ 2011 બાદથી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. આ સાથે એવી પણ રજૂઆત કરાઈ કે પ્રાથમિક શિક્ષકની (Primary Teacher's) ભરતી પણ હાલ બાકી છે.

Advertisement

આ પણ વાંચો - BJP ના નેતા-કાર્યકરો સામે ગુજરાત પોલીસ ફરિયાદ લેતા કેમ ડરે છે ?

Advertisement

આ પણ વાંચો - VADODARA : પાણીની સમસ્યા દુર થાય તેવી “સાહેબે” લાગણી વ્યક્ત કરી – ડો. વિજય શાહ

આ પણ વાંચો - Ahmedabad : આંગડિયા પેઢીની 1 મહિના સુધી આરોપીઓએ કરી રેકી, પછી ઘડ્યો લૂંટનો માસ્ટર પ્લાન!

Tags :
Advertisement

.