Ahmedabad Crime News: EOW ના PI બી.કે. ખાચરે કોર્ટમાં અરજી કરી સહકાર આપવા કરી વિનંતી
Ahmedabad Crime News: અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ઓફિસના ગેટ બહાર મહિલા તબીબ વૈશાલી જોશીનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલા તબીબની રહસ્યમય મોતની ઘટનાએ ચકચાર મચાવી હતી. પ્રાથમિક તપાસ મુજબ, ડૉ. વૈશાલી જોશી અને EOW ના PI બી.કે. ખાચર વર્ષ 2020 થી ઇન્સ્ટાગ્રામના માધ્યમ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા. મૃતક વૈશાલી જોશીની ડાયરીમાં 15 પેજનું લખાણ મળી આવ્યું હતું. તેમાં PI ખાચર સાથે પ્રેમસંબંધ હોવાની હકીકત સામે આવી હતી.
- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે EOW ના PI વિરુદ્ધ કેસ નોંધ્યો
- EOW ના PI એ આગોતરા જામીન અરજી નોંધાવ્યા
- તપાસમાં સહકાર આપવાની રજૂઆત કરી
મૃતક પાસેથી મળી આવેલી સુસાઈડ નોટમાં લખેલું હતું કે, તેનો અંતિમ સંસ્કાર PI બી.કે. ખાચર કરે. ત્યારે આ મામલાએ રાજ્યભરમાં ખળભળાટ મચાવી દીઘો હતો. અમદાવાદ પોલીસ મહિસાગરના ડેભારી ગામે પહોંચી હતી. અમદાવાદ પોલીસ દ્વારા તેના પરિવારજનો સાથે 10 કલાક જેવો સમય પસાર કરીને ઘટનાક્રમ અંગે નિવેદન લેવામાં આવ્યું હતું.
EOW ના PI એ આગોતરા જામીન અરજી નોંધાવ્યા
ત્યારબાદ અમદાવાર ક્રાઈમ બ્રાંચ પોલીસ દ્વારા EOW ના PI બી.કે. ખાચર વિરુદ્ધ આત્મહત્યા અને દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારે EOW ના PI બી.કે. ખાચરે સેશન્સ કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી કરી હતી. આ અરજીમાં જણાવ્યું હતું કે, મોત પામનારને કાયદાની સહાય મેળવવાની જરૂરિયાત હોવાથી તેમના સંપર્કમાં આવી હતી.
તપાસમાં સહકાર આપવાની રજૂઆત કરી
જોકે સલાહ અને સહાય બાદ પણ મહિલા દ્વારા સતત સંપર્ક કરવામાં આવતો હતો. તેમનો ઉદ્દેશ પહેવલાથી જ માત્ર કાયદાનું માર્ગદર્શન આપવાનો હતો. તે ઉપરાંત તેમણે પરિવારમાં પત્ની 2 દીકરા અને 1 દીકરી હોવાથી, તપાસમાં સહકાર આપવાની રજૂઆત કરી છે. ત્યારે આ મામલે અમદાવાદની સેશન્સ કોર્ટમાં મહિલા તબીબના મૃતદેહને લઈ EOW ના PI બી.કે. ખાચર વિરુદ્ધ સુનાવણી કરવામાં આવશે.
આ પણ વાંચો: VAISHALI JOSHI CASE : PI બી.કે.ખાચરની જામીન અરજી પર સુનાવણી
આ પણ વાંચો: Banner controversy : કારમાંથી ઉતરેલા 2 શખ્સ પાછળ કોનો દોરીસંચાર?