AHIR CHARAN VIVAD : ચારણ અને આહિર સમાજ વચ્ચે સમાધાનનો Gujarat First નો પ્રયાસ, જુઓ સાંજે 7.55 કલાકે આ ખાસ કાર્યક્રમ
AHIR CHARAN VIVAD : ભાવનગરના (Bhavnagar) તળાજામાં આયોજિત સમૂહલગ્ન સમારોહમાં એક સામાજિક આગેવાને ચારણ સમાજના (Charan Samaj) સોનબાઈનો ઉલ્લેખ કરીને ચારણ સમાજ વિશે વિવાદાસ્પદ અને અપમાનજનક નિવેદન કરતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા હોબાળો મચ્યો છે. કથિત ગીગાભાઈ ભમ્મર (Gigabhai Bhammar) નામના આગેવાન દ્વારા ચારણ સમાજને લઈ બેફામ બોલનો લાગણી દુભાવતો આ વીડિયો સામે આવતા ચારણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, ગુજરાત ફર્સ્ટે આ કથિત વીડિયોની પુષ્ટિ કરતું નથી. સાથે જ ગુજરાત ફર્સ્ટે (Gujarat First) બંને સમાજના લોકો અને આગેવાનોને ખાસ અપીલ કરી છે કે આવા અમુક લોકોના વિવાદાસ્પદ નિવેદનના કારણે સમાજમાં વર્ગવિગ્રહ ઉત્પન્ન ન થવો જોઈએ. આવા લોકો સામે કડક અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરાઈ રહી છે.
વિવાદાસ્પદ નિવેદન સામે ચારણ સમાજમાં ભારે રોષ
ભાવનગરના તળાજામાં (Talaja) આહિર સમાજ (Ahir Samaj) દ્વારા 14મીએ દેવાયત બોદર સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કથિત ગીગાભાઈ ભમ્મર (Gigabhai Bhammar) નામના આગેવાન દ્વારા ચારણ સમાજના સોનબાઈનો ઉલ્લેખ કરીને વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. ચારણ સમાજ વિશે અપમાનજનક અને બેફામ બોલનો કથિત ગીગાભાઈ ભમ્મર નામના આગેવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચારણ સમાજમાં (Charan Samaj) ભારે રોષ જોવા મળ્યો છે. માહિતી મુજબ, દ્વારકાના ખંભાળિયામાં સોનલ ધામ ખાતે વિશાળ સંખ્યામાં ચારણ સમાજના લોકો અને આગેવાનો એકત્રિત થયા છે અને આવા લોકો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવા માગ કરી છે. માહિતી મુજબ, ખંભાળિયા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર તેમ જ એસ.પી કચેરીએ ચારણ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને આદેવન પત્ર આપ્યું છે.
બંને સમાજ વચ્ચે સમાધાન કરવાનો Gujarat First નો પ્રયાસ
જો કે, કથિત ગીગાભાઈ ભમ્મરના આ વિવાદાસ્પદ વીડિયો અંગે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પુષ્ટિ કરતું નથી. પરંતુ, ગુજરાત ફર્સ્ટ દ્વારા ચારણ અને આહિર સમાજના (AHIR CHARAN VIVAD) લોકો અને આગેવાનોને અપીલ કરવામાં આવે છે કે આવા અમુક લોકોના વિવાદાસ્પદ અને અપમાનજનક નિવેદનના કારણે સમાજમાં વર્ગ વિગ્રહ થવો જોઈએ નહીં. સાથે ગુજરાત ફર્સ્ટ એવા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરે છે જેઓ સમાજિક મંચનો ઉપયોગ કરીને કોઈ પણ સમાજ વિશે, દેવી-દેવતા વિશે આ પ્રકારના વિવાદાસ્પદ, અપમાનજનક અને લાગણી દુભાવતા નિવેદનો આપતા હોય છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા આ મામલે ચારણ અને આહીર બે સમાજ વચ્ચે સમાધાનનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ હેતુથી આજે એટલે કે 16 ફેબ્રુઆરીના રોજ, સાંજે 7.55 કલાકે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - tarabh વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અર્થે શ્રી ગિરીબાપુની શિવ મહાપુરાણનું આયોજન