Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Raod Accident : અમદાવાદ-લીંબડી હાઇવે પર ટ્રક ડમ્પર પાછળ ઘૂસી જતાં લાગી ભયંકર આગ, 2 નાં મોત

અમદાવાદ-લીંબડી હાઇવે (Ahmedabad-Limbadi highway) પર ગોઝારા અકસ્માતની (Raod Accident) ઘટના બની છે. વહેલી સવારે એક ટ્રક, ડમ્પર પાછળ અથડાતાં ભયંકર આગ લાગી હતી, જેમાં પિતા અને પુત્ર ભડથું થતાં મોત નીપજ્યું હતું. જ્યારે, અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ થતા સારવાર...
raod accident   અમદાવાદ લીંબડી હાઇવે પર ટ્રક ડમ્પર પાછળ ઘૂસી જતાં લાગી ભયંકર આગ  2 નાં મોત

અમદાવાદ-લીંબડી હાઇવે (Ahmedabad-Limbadi highway) પર ગોઝારા અકસ્માતની (Raod Accident) ઘટના બની છે. વહેલી સવારે એક ટ્રક, ડમ્પર પાછળ અથડાતાં ભયંકર આગ લાગી હતી, જેમાં પિતા અને પુત્ર ભડથું થતાં મોત નીપજ્યું હતું. જ્યારે, અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અક્સમાતને પગલે ફાયર અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ટ્રકની આગળની કેબિનનો કુરચો બોલી ગયો

પ્રાપ્ત માહિતી મુજબ, દ્વારકા (Dwarka) જિલ્લાના ગોરિયાળા ગામના વતની આદમભાઈ સાંકડા પુત્ર આમિન સાંકડા સાથે ટ્રકમાં જામનગર (Jamnagar) જઈ રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ-લીંબડી હાઇવે પર ડમ્પરની પાછળ તેમની ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં (Raod Accident) ટ્રકની આગળની કેબિનનો કુરચો બોલી ગયો હતો અને ત્યાર બાદ ભયંકર આગ લાગી હતી. આ આગની ચપેટમાં પિતા આદમભાઈ સાંકડા અને પુત્ર આમિન સાંકડા આવી જતા બંનેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતુ.

અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આ અકસ્માતમાં અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા લીંબડી પોલીસ (Limbadi Police) અને ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ ગોઝારા અક્સમાતને પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો, જેને પોલીસ જવાનોએ મહામહેનતે ખુલ્લો કર્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : સ્કુલ વાનમાં કરેલી સ્ટંટ બાજી સોશિયલ મીડિયામાં છવાઇ

Advertisement

આ પણ વાંચો - Mehsana : કોન્ટ્રાકટર-લેબરો વચ્ચે મોડી રાતે તલવાર-લાકડી વડે હિંસક ધીંગાણું, 5 ને ગંભીર ઇજા

આ પણ વાંચો - Ahmedabad: દારૂ ભરેલી કાર અને પોલીસ વચ્ચે થઈ રેસ, કારચાલકનું મોત

Tags :
Advertisement

.