Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Illegal Gym: મહંમદપુરા APMC માં જીમખાનાની મોટી દીવાલ ઘસી પડતા મોટી હોનારત ટળી

Illegal Gym: ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નવું બાંધકામ કરી Gym ઊભો કરાયું હતું. જેની મોટી દીવાલ ઘસી પડતા મોટી હોનાના ટળી છે. જોકે વેપાર ધંધો ચાલતો હોય અને તે દરમિયાન દિવાલ ઘસી પડી હોત, તો અનેક નિર્દોષ...
illegal gym  મહંમદપુરા apmc માં જીમખાનાની મોટી દીવાલ ઘસી પડતા મોટી હોનારત ટળી

Illegal Gym: ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નવું બાંધકામ કરી Gym ઊભો કરાયું હતું. જેની મોટી દીવાલ ઘસી પડતા મોટી હોનાના ટળી છે. જોકે વેપાર ધંધો ચાલતો હોય અને તે દરમિયાન દિવાલ ઘસી પડી હોત, તો અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હોત. તેવો આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે.

Advertisement

  • મહમદપુરા APMC માં 500 જેટલી દુકાનો આવેલી છે

  • ભરૂચ કલેકટર કચેરી ગજવનાર હોવાના અહેવાલો સામે

  • દીવાલ ધસી પડતા લોકોના જીવનું જોખમ ઊભું થયું

મહંમદપુરાનું APMC સતત વિભાગમાં આવતું રહ્યું છે. મહમદપુરા APMC માં 500 જેટલી દુકાનો આવેલી છે. આ APMC માં ગંદકીના સામ્રાજ્ય સાથે ગેરકાયદેસર APMC ની દુકાનો ઉપર બાંધકામ કરી મોટું Gym ઊભું કરાયું હોય. તેવી ચોકાવનારી ઘટના સામે આવી છે. પરંતુ શાકભાજી બજારના માર્કેટમાં Gym કેવી રીતે ઊભું કરાયું તેવા સવાલો ઊભા થઈ ગયા છે. મોટી દીવાલ ઘસી પડતા વેપારીઓમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો છે. જોકે Gym ગેરકાયદેસર હોવાનું વિસ્ફોટ થયો છે અને માત્ર ઓફિસના કામ માટે જ આપ્યું હોવાનું, પણ APMC ના ચેરમેન અરુણસિંહ રણા કહ્યું હતું.

ભરૂચ કલેકટર કચેરી ગજવનાર હોવાના અહેવાલો સામે

Illegal Gym

Illegal Gym

Advertisement

પરંતુ Gym ખાનામાં જીઈબીનું મીટર આવ્યું ક્યાંથી, જોકે મીટર પણ ગેરકાયદેસર નીચેથી કનેક્શન લીધું હોવાની માહિતી મળી રહી છે. પરંતુ આટલી ગંભીર ઘટનામાં પોલીસે પણ સમગ્ર પ્રકરણમાં ભરી તપાસ કરી લોકોના જીવનું જોખમ ઊભું કરવાનું કૃત્ય કર્યું હોય, તો 308 હેઠળ ગુનો દાખલ થવો જોઈએ તેવા વેપારીઓ માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે વેપારીઓ આગામી દિવસોમાં ભરૂચ કલેકટર કચેરી ગજવનાર હોવાના અહેવાલો સામે આવી ગયા છે.

દીવાલ ધસી પડતા લોકોના જીવનું જોખમ ઊભું થયું

પેટા ભાડુઆતને Gym ચલાવવા આપ્યું હતું. પરંતુ ભાડુઆત રૂપિયા ન ચૂકવતા આખરે Gym ને પંદર દિવસથી બંધ કરવામાં આવ્યો હતો. તે સમય દરમિયાન મોટી દીવાલ ધસી પડતા લોકોના જીવનું જોખમ ઊભું થયું હતું. ત્યારે જિમ આખરે ઉભું કરી શકાય ખરું અને જે મૂળ ભાડું વાત છે. તે કયા હેતુથી જગ્યા લીધી હતી તે પ્રશ્ન પણ ઉભો થઈ ગયો છે.

Advertisement

અહેવાલ દિનેશ મકવાણા

આ પણ વાંચો: Rajkot : કચરો વાળવાની બાબતે તલવારથી હુમલો! મહિલા કોન્સ્ટેબલે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી કરી આ માગ

Tags :
Advertisement

.