Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Godhra : બાંગ્લાદેશના હિંસક આંદોલનમાં 22 થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા

પાડોશી દેશ બાંગ્લાદેશમાં (Bangladesh) સરકારી નોકરીઓમાં અનામત મુદ્દે વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન સતત ઊગ્ર બની રહ્યું છે. દેશમાં અશાંતિને જોતા, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા ભારતીય, નેપાળી (Nepal) અને ભૂતાનનાં (Bhutan) વિદ્યાર્થીઓ તેમના દેશમાં પરત ફરી રહ્યા છે. ત્યારે ગુજરાતનાં ગોધરાનાં...
06:18 PM Jul 21, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

પાડોશી દેશ બાંગ્લાદેશમાં (Bangladesh) સરકારી નોકરીઓમાં અનામત મુદ્દે વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન સતત ઊગ્ર બની રહ્યું છે. દેશમાં અશાંતિને જોતા, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા ભારતીય, નેપાળી (Nepal) અને ભૂતાનનાં (Bhutan) વિદ્યાર્થીઓ તેમના દેશમાં પરત ફરી રહ્યા છે. ત્યારે ગુજરાતનાં ગોધરાનાં (Godhra) પણ 22 જેટલા MBBS નાં વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં અટવાતા પરિવારજનો ચિંતામાં મૂકાયા છે. આ મામલે બાંગ્લાદેશ સ્થિત ઇન્ડિયન એમ્બેસી (Indian Embassy) દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ સરકાર દ્વારા સતત વાતચીત કરવામાં આવી રહી હોવાની માહિતી છે.

22 જેટલા MBBS નાં વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં અટવાયા

ગોધરાના 22 જેટલા MBBS ના વિદ્યાર્થીઓ ફસાયા

બાંગ્લાદેશમાં (Bangladesh) સરકારી નોકરીઓમાં અનામતને લઈ વિદ્યાર્થીઓ દ્વારા ઊગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશમાં ઉદ્દભવેલ આ ગ્રૃહયુદ્ધ જેવી સ્થિતિમાં અત્યાર સુધી મોટી સંખ્યામાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ માર્યાં ગયા છે. ત્યારે આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં ગુજરાતનાં ગોધરાનાં (Godhra) 22 જેટલાં વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી છે. બાંગ્લાદેશની મેડિકલ કોલેજમાં MBBS કરવા ગયેલા ગોધરાનાં 22 જેટલા વિદ્યાર્થીઓ સાથે છેલ્લા કેટલાય કલાકોથી સંપર્ક નહીં થતાં પરિવારજનોની ચિંતા વધી છે. માહિતી મુજબ, બાંગ્લાદેશ સ્થિત ઇન્ડિયન એમ્બેસી (Indian Embassy in Bangladesh) દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સતત વાતચીત કરવામાં આવી રહી છે. સ્થિતિ વધુ વણસે તે પહેલા તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્વદેશ પરત લાવવા પરિવારજનો માગ કરી રહ્યા છે.

બાંગ્લાદેશની મેડિલક કોલેજમાં ભારતીય વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓ માટે હેલ્પ ડેસ્ક ઊભા કરાયાં

જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં હાલની અશાંત સ્થિતિને જોતા, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા ભારતીય, નેપાળી અને ભૂતાનના વિદ્યાર્થીઓ તેમના દેશમાં પરત ફરી રહ્યા છે. ત્યારે પડોશી દેશમાં સતત બગડતી પરિસ્થિતિને જોતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરે (South Bengal Frontier) બંગાળમાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ (Indian-Bangladesh Border) પર ICP પેટ્રાપોલ, ઘોજાડાંગા LCS ગેદે અને મહાદીપુર ખાતે વિવિધ લેન્ડ ચેક પોસ્ટ્સ તૈનાત કરી છે. આ વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત ફરવા માટે ખાસ હેલ્પ ડેસ્કની સ્થાપના પણ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો - Ahmedabad : વધુ એક જાણીતી રેસ્ટોરન્ટ વિવાદમાં! દાલફ્રાયમાંથી નીકળ્યો વંદો અને પછી..!

આ પણ વાંચો - Rain in Gujarat : છેલ્લા 8 કલાકમાં 44 તાલુકામાં વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

આ પણ વાંચો - VADODARA : હવે પાલિકામાં પણ પાણીની સમસ્યા સામે આવી

Tags :
BangladeshBangladesh ProtestBangladesh ViolentBhutanBSFGodhraGovernment JobsGujarat FirstGujarati NewsIndian Embassy in BangladeshMBBS StudentsNepalSouth Bengal Frontier
Next Article