Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gir Somnath : લો બોલો...ગુજરાત પોલીસ ઉંઘતી રહી! અને કંટાળેલા કલેક્ટરે દરોડો પાડીને દારૂ પકડ્યો

ગીર સોમનાથનાં (Gir Somnath) ઉના પંથકમાંથી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લાનાં કલેક્ટરને (District Collector) મળેલી બાતમીનાં આધારે પુરવઠા વિભાગની ટીમે ગેરકાયદેસર રેશનિંગનાં અનાજનાં ગોડાઉન પર રેડી પાડી હતી. દરમિયાન, ગોડાઉનમાંથી અનાજની સાથે દારૂનો...
04:41 PM Jul 24, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

ગીર સોમનાથનાં (Gir Somnath) ઉના પંથકમાંથી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લાનાં કલેક્ટરને (District Collector) મળેલી બાતમીનાં આધારે પુરવઠા વિભાગની ટીમે ગેરકાયદેસર રેશનિંગનાં અનાજનાં ગોડાઉન પર રેડી પાડી હતી. દરમિયાન, ગોડાઉનમાંથી અનાજની સાથે દારૂનો જથ્થો (Liquor) પણ મળી આવ્યો છે. જો કે, આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસની (Una Police) કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે.

જિલ્લા કલેક્ટરને બાતમી મળતા દરોડો પાડ્યો

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં ઉના પંથક કેન્દ્રશાસિત પ્રદેશ દીવ (Div) નજીક આવેલું છે. દરમિયાન, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને ગેરકાયદેસર રેશનિંગનાં અનાજનાં ગોડાઉનની (Illegal Rationing Grains) બાતમી મળી હતી. આ બાતમીના આધારે જિલ્લા પુરવઠા અધિકારી, ઉના પ્રાંત અધિકારી તેમ જ ઉના (UNA) મામલતદાર દ્વારા બાતમીવાળા ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન અધિકારીઓને ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા અનાજનો જથ્થો તો મળ્યો પરંતુ, તેની સાથે વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો.

ગોડાઉનમાં અનાજ સાથે દારૂનો જથ્થો પણ મળ્યો

ઉના પંથક કેન્દ્રશાસિત પ્રદેશ દીવ (Div) નજીક આવેલું હોવાથી અહીં, મસમોટો દારૂનો જથ્થો જિલ્લા મેજિસ્ટ્રેટની ટીમે પકડી પાડતા ચર્ચાનો માહોલ ગરમાયો છે. સાથે લોકો પોલીસ વિભાગની (UNA Police) કામગીરી પર અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ જથ્થો પોલીસની મીઠી નજર તળે અહીંયા પહોંચ્યો કે શું ? શું સ્થાનિક પોલીસની રહેમનજરે દારુની હેરાફેરી થાય છે ? શું બટલેગરો પર પોલીસનાં આશીર્વાદ છે ? જો કે, આ મામલે પોલીસે કેવી અને ક્યારે કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે.

 

આ પણ વાંચો - VADODARA : કન્સ્ટ્રક્શન સાઇટ પર રમતી બાળકીનું પટકાતા મોત

આ પણ વાંચો - Justice : સુરત અને કલોલમાં દુષ્કર્મનાં કુલ 4 નરાધમોને કોર્ટે ફટકારી દાખલારૂપ સજા

આ પણ વાંચો - SURAT : બલેશ્વર ગામની ખાડીની આસપાસ રહેતા સંપર્ક વિહોણા બનેલા 60 લોકોનું રેસ્ક્યુ કરાયું

Tags :
Crime Newsdistrict collectorDistrict Magistrate's TeamDistrict Supply OfficerGir-SomnathGujarat FirstGujarati NewsIllegal Rationing GrainsLiquor in Grains GodownLocal Policesupply departmentUnaUNA POLICEUna Provincial OfficerUnion Territory of Diu
Next Article