Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gir Somnath : ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો! NH પર 2 માસ પૂર્વે શરૂ થયેલો કરોડોનો નવો બ્રિજ બેસી ગયો

Gir Somnath : રાજ્યમાં સૌરાષ્ટ્ર (Saurashtra) સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગાને પગલે જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા સ્થાનિક તંત્રની પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખોલી છે. ત્યારે સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે (Somnath-Bhavnagar National Highway) પર કરોડો...
09:48 PM Jul 22, 2024 IST | Vipul Sen

Gir Somnath : રાજ્યમાં સૌરાષ્ટ્ર (Saurashtra) સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગાને પગલે જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા સ્થાનિક તંત્રની પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખોલી છે. ત્યારે સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે (Somnath-Bhavnagar National Highway) પર કરોડો રૂપિયાનો નવનિર્મિત પુલ વરસાદી પાણીનાં કારણે બેસી જતાં ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત છતી થઈ છે.

સરસ્વતી નદી પર બનેલો નવનિર્મિત બ્રિજ એક તરફ બેસી ગયો

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં લોકોની અવરજવર બંધ કરાઈ છે. ત્યારે સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે (Gir Somnath) પર માત્ર બે માસ પૂર્વે જ વાહન વ્યવહાર માટે કાર્યરત કરાયેલ નવનિર્મિત પુલ વરસાદનાં કારણે બેસી ગયો છે. કરોડો રૂપિયાનાં ખર્ચે ઉંબરી ગામના પાટીયા પાસેની સરસ્વતી નદી પર બનેલો આ બ્રિજ એક તરફ બેસી ગયો છે. બ્રિજ બેસી જવાની ઘટનાએ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી છે. બ્રિજ બેસી જવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, જો કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો તે માટે જવાબદારો કોણ ?

નેશનલ હાઇવેના કામમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ!

સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે (Somnath-Bhavnagar National Highway,) પર સરસ્વતી નદી પર કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલો નવનિર્મિત બ્રિજ બેસી જતા નેશનલ હાઇવેના કામમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. ઉલ્લેખનીય છે કે, સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેનું કામ 8 વર્ષ બાદ પણ પૂર્ણ થયું નથી. ત્યારે પુલ નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઇવેના અધિકારીના ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો એવો આ નવનિર્મિત બ્રિજ (Newly Constructed Bridge Collapsed) બેસી જતાં લોકોમાં ભારે રોષ છે. લોકો તંત્રની કામગીરી સામે સવાલ ઊભા કરી રહ્યા છે અને ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા માગ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો - Ahmedbad : મણિનગરમાં રૂ. 8 લાખની ઘડફોડ ચોરી કરનારા 2 રીઢા આરોપી આ રીતે ઝડપાયા

આ પણ વાંચો - Banaskantha : 'વડાપ્રધાન સિનિયર કાર્યકર્તાઓને બંગલો ગિફ્ટ આપશે..!' BJP જિ. પં. પૂર્વ પ્રમુખને આવ્યો ફોન અને પછી..!

આ પણ વાંચો - Surat: આગાહીના પગલે આજે પણ મેઘાની ઇનિંગ યથાવત, શહેર વરસાદી માહોલમાં ફેરવાયું

Tags :
corrupt officialsGujarat FirstGujarati Newsheavy rainMegh KhangaNational HighwayNewly Constructed Bridge Collapsedriver SaraswatiSomnath-Bhavnagar National HighwaySouth Gujarat
Next Article