Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલમાં અક્ષય ભારતી મિત્ર મંડળ દ્વારા 11,111 વૃક્ષોનું વિના મૂલ્યે વિતરણ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ઓક્સિજનની કિંમત શું હોય તે લગભગ પૃથ્વી પરનાં બધા માણસોને છેલ્લા બે ત્રણ વર્ષમાં કોરોના મહામારી દરમિયાન ખબર પડી ગઈ છે. ત્યારે આપણે મનુષ્ય દ્વારા હવે ઓક્સિજનનુ પ્રમાણ ઘટે નહી તે દિશામાં કામ કરવાની જરૂર છે....
05:48 PM Jul 16, 2023 IST | Vishal Dave

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

ઓક્સિજનની કિંમત શું હોય તે લગભગ પૃથ્વી પરનાં બધા માણસોને છેલ્લા બે ત્રણ વર્ષમાં કોરોના મહામારી દરમિયાન ખબર પડી ગઈ છે. ત્યારે આપણે મનુષ્ય દ્વારા હવે ઓક્સિજનનુ પ્રમાણ ઘટે નહી તે દિશામાં કામ કરવાની જરૂર છે. ત્યારે ગોંડલમાં અક્ષય ભારતી મિત્ર મંડળ દ્વારા એક સરાહનીય પહેલ શરૂ કરવામાં આવી છે.

11,111 વુક્ષના રોપાનું વિના મૂલ્યે વિતરણ

આવનારા સમયમાં આપણા વિસ્તારમાં ઓક્સિજન ક્યારેય ઘટે નહીં ગરમીનો પારો સતત નીચો રહે તેવા શુભ હેતુથી અક્ષય ભારતી મિત્ર મંડળ તેમજ પર્યાવરણ સંરક્ષણ ગતીવિધી ગોંડલના સયુંકત ઉપક્રમે આ વર્ષે 11,111 ફળાઉ તેમજ દેશી કુળનાં અલગ અલગ 40 પ્રકારના વુક્ષના રોપાનું વિના મૂલ્યે શ્રી સરસ્વતી શિશુ મંદિર ગોંડલ ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. વડ, ગરમાળો, ચરલ, દાડમ, ટેકોમા, વાંસ, ગુલમહોર, રેન્ટ્રી, જામફળ, સેતુર, સવન, સરગવો, અરડૂસી, જાસુદ, ડોલર, ફાલસા, ઉમરો, અર્જૂન, આંબલી, રાવળા, કાસીદ, રક્ત ચંદન, ચીની ગુલાબ, આસોપાલવ, બંગાળી બાવળ, અરડૂસી, પેંતોફાર્મ, લીમડો, પારિજાત, પીપળો, બીલી, કેશુડો, તુલસી, પર્ણફૂટી, સીતાફળ, બદામ, આમળા અને કરંજ જેવા વૃક્ષાના રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

મંડળના કાર્યકર્તા,અધીકારીઓ સૌ કોઇએ આપ્યો સહભાગ
આ કાર્યક્રમને સફળ બનાવામાં મંડળનાં કાર્યકર્તા તેમજ સંઘના કાર્યકર્તા અને ફોરેસ્ટ વિભાગ આશાપુરા નર્સરીના અધીકારીઓ એ ખુબ જ મહેનત પણ કરી હતી. અક્ષય ભારતી મીત્ર મંડળના કાર્યકર અનિલભાઈ ગજેરા, મૌલિકભાઈચાવડા, રોહિતભાઈ, શ્રુમિલભાઈ, પરેશભાઈ, હીમાંશુભાઈ, મહેશભાઈ, ઘનશ્યામભાઈ, સ્મિતભાઈ, નિરવભાઈ, વસંતભાઈ, વિનયભાઈ, પુનિતભાઈ, ગોગનભાઈ અને મુકેશભાઈ સહિતના અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવવામાં આવી હતી

વૃક્ષોનુ જતન કરવા બાહેંધરી ફોર્મ ભરાયુ

આ કાર્યક્રમમાં રામજી મંદિરનાં જયરામદાસ બાપુ, વડવાળી જગ્યાનાં શ્રી સિતારામ બાપુ, ખેતર વાળા મેલડી માતાજી મંદિરના શ્રી રમેશાનંદ બાપુ,ગોરધન બાપુ,સંતો મહંતો, બ્રહ્મ કુમારીથી દીદી, ગીર ગૌ જતનથી રમેશભાઈ રૂપારેલીયા. પ્રયોશા ગૌ શાળાથી શરદભાઈ ગજેરા, હરીયાળું ગોંડલના કાર્યકરો તેમજ RSS રાજકોટ વિભાગ માન.સંઘચાલક સંજીવભાઈ ઓઝા તેમજ ગોંડલ સંઘના મા. સંઘચાલક ડો.નિમળસિહ ઝાલI તેમજ સામાજીક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી બધાને પ્રોત્સાહિત કર્યા હતાં. આ ઉપરાંત વુક્ષો લઇ જનાર પોતાને ત્યાં વૃક્ષોનુ જતન કરશે એવું બાહેંધરી ફોર્મ પણ ભરાવવામાં આવ્યું હતું.

આગામી વર્ષોમા પણ વૃક્ષોનુ થશે વિતરણ
શ્રી અક્ષય ભારતી મિત્ર મંડળ દ્વારા કુલ 1,00,000 વૃક્ષઓનું આગામી સમયમાં વિના મૂલ્યે વિતરણ કરવાની પણ નેમ લેવામાં આવી છે. નોંઘનીય છે કે, ગયા વર્ષે 11,111 અને આ વર્ષે 11,111 વૃક્ષોનું વિતરણ કરેલ છે. તેમજ આગામી વર્ષોમા જરૂરીયાત પ્રમાણે બાકીના વૃક્ષોનું વિતરણ કરવામાં આવશે.

Tags :
11111 treesAkshay Bharti Mitra MandaldistributionfreeGondal
Next Article