Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના ઓલપાડમાંથી ઝડપાયું નકલી ઘી બનાવવાનુ કારખાનું, 5.68 લાખનો મુદ્દામાલ જપ્ત

અહેવાલઃ ઉદય જાદવ,સુરત  સુરતના ઓલપાડ માંથી પોલીસે નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. ઓલપાડ સાયણ રોડ ઇશનપોર ગામની સીમમા ઘરની અંદર પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તથા સાધન સામગ્રી મળી કુલ કિ.રૂ.૫.૬૮...
સુરતના ઓલપાડમાંથી ઝડપાયું નકલી ઘી બનાવવાનુ કારખાનું  5 68 લાખનો મુદ્દામાલ જપ્ત

અહેવાલઃ ઉદય જાદવ,સુરત 

Advertisement

સુરતના ઓલપાડ માંથી પોલીસે નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. ઓલપાડ સાયણ રોડ ઇશનપોર ગામની સીમમા ઘરની અંદર પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તથા સાધન સામગ્રી મળી કુલ કિ.રૂ.૫.૬૮ લાખનો મુદામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી.

Advertisement

ઓલપાડ પોલીસને માહિતી મળી હતી કે ઓલપાડ સાયણ રોડ ઇશનપોર ગામની સીમમા રોયલ પાર્ક સોસાયટીની અંદર આવેલા ઘરમાં નકલી ઘી બનાવવામાં આવી રહ્યું છે. માહિતીના આધારે પોલીસે અહી દરોડો પાડ્યો હતો.પોલીસે અહી દરોડો પાડીને શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તથા સાધન સામગ્રી મળી કુલ કિ.રૂ.૫,૬૮ લાખનો મુદામાલ જપ્ત કરીને પોલીસે ૩ આરોપીઓને ઝડપી પાડયા હતા..

Advertisement

આ મામલે ફૂડ વિભાગને જાણ કરતા ફૂડ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. અને ફૂડ વિભાગ દ્વારા જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા અસલી દેશી ગાય નું ઘી કહી નકલી ઘી વેચવામાં આવી રહ્યું હતું ઘીને અલગ અલગ સાઈઝ અને વજનના ડબ્બામાં પેક કરી વેચવામાં આવતું હતું. આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.