Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Smuggling Racket : ટ્રાફિક પોલીસને કેવી રીતે 80 લાખનું સોનું મળ્યું ?

Smuggling Racket : અમદાવાદ શહેરનું સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સોનાની દાણચોરી માટે કુખ્યાત બન્યું છે. એરપોર્ટ પરથી પકડાતા દાણચોરીના સોનાના જથ્થા કરતાં અનેક ગણો જથ્થો બ્લેક માર્કેટ (Black Market) માં ઠલવાય છે. Smuggling Racket ના ધંધામાં કસ્ટમ્સ અધિકારીઓ તેમજ...
smuggling racket   ટ્રાફિક પોલીસને કેવી રીતે 80 લાખનું સોનું મળ્યું

Smuggling Racket : અમદાવાદ શહેરનું સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સોનાની દાણચોરી માટે કુખ્યાત બન્યું છે. એરપોર્ટ પરથી પકડાતા દાણચોરીના સોનાના જથ્થા કરતાં અનેક ગણો જથ્થો બ્લેક માર્કેટ (Black Market) માં ઠલવાય છે. Smuggling Racket ના ધંધામાં કસ્ટમ્સ અધિકારીઓ તેમજ કેટલાંક પોલીસવાળા ભૂમિકા ભજવી રહ્યાં હોવાની એક વાત સામે આવી રહી છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) ને વાહન ચેકીંગ દરમિયાન 80 લાખ રૂપિયાનું સોનું રાજસ્થાન લઈ જતાં ત્રણ શખ્સો મળી આવ્યાં છે. ઓઢવ પોલીસ સ્ટેશન (Odhav Police Station) માં આ મામલે ગુનો નોંધી દાણચોરીના મૂળ સુધી પહોંચવા પીઆઈ પી. એન. ઝીંઝુવાડીયા (PI P N Zinzuvadia) એ પ્રયાસ શરૂ કર્યો છે.

Advertisement

ઓઢવ પોલીસે શું નોંધી ફરિયાદ ?

ગત મંગળવારની સાંજે આઈ Traffic Police સ્ટેશનના એએસઆઈ પરથીભાઇ પુરાભાઇએ ઓઢવ સોનીની ચાલી ચાર રસ્તા પાસેથી દિલ્હી પાસીંગની એક કાર રોકી હતી. વાહન ચેકીંગ દરમિયાન કારમાંથી ત્રણ શખ્સ શુભમ પેઠીવાલા, ભુવનેશ્વરસિંહ સોઢા (બંને રહે. બિકાનેર, રાજસ્થાન) અને મો.ફરાજ ગોપાલપુરીયા (રહે. ચુરુ, રાજસ્થાન) મળી આવ્યા હતા. કારની તલાશી લેતા લેધર બેગની અંદર ગોલ્ડ કલરની માટી જેવો પદાર્થ પ્લાસ્ટીકની થેલીમાં ભરેલો મળ્યો હતો. પૂછપરછમાં ત્રણેય શખ્સોએ માટી જેવો પદાર્થ સોનું હોવાની કબૂલાત કરતા 1 કિલો 126 ગ્રામનું Gold (કિંમત 80 લાખ) CRPC 41(1)(D) હેઠળ કબજે લીધું હતું. આ મામલો Odhav Police પાસે પહોંચતા પીએસઆઈ ડી. આઈ. પટેલે ત્રણેક શખ્સો તેમજ મુદ્દામાલનો કબજો મેળવી વધુ પૂછપરછ આરંભી હતી. રાજસ્થાનના સીકરના ધર્મા નામના શખ્સે લાખો રૂપિયાના ગોલ્ડની અમદાવાદથી ડિલીવરી લઈ રાજસ્થાન પહોંચાડવા પેટે 50 હજાર રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ S P રિંગ રોડ પર ન્યૂયોર્ક હોટેલ (Hotel New York) માં રહેવાની વ્યવસ્થા પણ ગોઠવી હતી. ઈન્દિરા બ્રિજ સર્કલ પાસે એક અજાણ્યો શખ્સ સોનાના પાવડર (Gold Powder) ની ડિલીવરી આપી ગયો હોવાની કબૂલાત કરી હતી. આથી ઓઢવ પોલીસે IPC 406, 420, 120 બી હેઠળ અડધો ડઝન શખ્સ સામે Smuggling Racket પ્રકરણમાં ગુનો નોંધ્યો છે.

SVPI એરપોર્ટથી દાણચોરીની આશંકા

સોનાની દાણચોરી માટે કુખ્યાત અમદાવાદનું SVPI Airport પોલીસ તપાસમાં કેન્દ્ર સ્થાને છે. બેનંબરી સોના સાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓ અને તેમના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા દુબઈના નંબર દાણચોરી તરફ ઈશારો કરે છે. પાવડર ફોમમાં લવાયેલા સોનાની ડિલીવરી ઈન્દિરા બ્રિજ પાસે મેળવાઈ હોવાથી આરોપીઓ Gold Smuggling Racket નો એક ભાગ હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી છે. પકડાયેલા આરોપીઓ રિસીવર છે.

Advertisement

કસ્ટમ્સ અને પોલીસની ભાગીદારી

અમદાવાદના  SVPI એરપોર્ટ પર સોનાની બેફામ દાણચોરી થઈ રહી છે અને કસ્ટમ વિભાગ (Customs Department) આંખ આડા કાન કરી રહ્યું છે. આ વાતથી DRI તેમજ અમદાવાદ શહેર પોલીસ અને સ્ટેટ પોલીસની એજન્સીઓ ખૂબ સારી રીતે વાકેફ છે. થોડાક મહિનાઓ પૂર્વે ગુજરાત એટીએસ (ATS Gujarat) ના નામે દાણચોરીનું સોનું લૂંટી લેવાયું હોવાની એક ફરિયાદ સામે આવી હતી. આ કેસની ફરિયાદ તેમજ તપાસમાં પોલીસ એજન્સીના અધિકારીઓ દાણચોરોને બચાવવામાં મોટી કળા કરી ગયા હતા. એરપોર્ટ પોલીસ તેમજ અમદાવાદની એક પોલીસ એજન્સીના કેટલાંક પોલીસ કર્મચારીઓ દાણચોરીના આ રેકેટ (Smuggling Racket) માં સામેલ છે.

આ પણ  વાંચો - Tathya Patel Case : તથ્યકાંડની જગુઆર ગાયબ થઈ તો ક્યાંથી આવી ?

Advertisement

આ પણ  વાંચો -GUJARAT POLICE : લાખો રૂપિયાનું સોનું ATS ના નામે લૂંટી લેવાયું, જાણો મામલો

આ પણ  વાંચો -AHMEDABAD AIRPORT : સોનાની દાણચોરીમાં પાઈલોટની સંડોવણી, પોલીસ ભાગીદાર બની

Tags :
Advertisement

.