Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જે ઘટના બની નથી તેની FIR, ધરપકડ અને આરોપીઓ જેલમુક્ત

Ahmedabad : રિવોલ્વર કપાળ પર મૂકીને 50 લાખની ખંડણી માગવાનો એક કેસ અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad City Police) ગણતરીના કલાકોમાં નોંધ્યો. ઉચ્ચ IPS અધિકારીના આદેશથી વેજલપુર પોલીસ સ્ટેશન (Vejalpur Police Station) ના ચોપડે દોઢ મહિના જૂની કથિત ઘટનામાં એક ઝાટકે...
જે ઘટના બની નથી તેની fir  ધરપકડ અને આરોપીઓ જેલમુક્ત

Ahmedabad : રિવોલ્વર કપાળ પર મૂકીને 50 લાખની ખંડણી માગવાનો એક કેસ અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad City Police) ગણતરીના કલાકોમાં નોંધ્યો. ઉચ્ચ IPS અધિકારીના આદેશથી વેજલપુર પોલીસ સ્ટેશન (Vejalpur Police Station) ના ચોપડે દોઢ મહિના જૂની કથિત ઘટનામાં એક ઝાટકે ફરિયાદ અને મુખ્ય આરોપી સહિત 2ની ધરપકડ Ahmedabad શહેર પોલીસની કાર્ય પદ્ધતિ પર અનેક સવાલ ઉભા કર્યા છે. ખંડણી-ધમકી કેસમાં બિલ્ડર મુશીર કુરેશી (Mushir Qureshi) સહિતના બંને આરોપીઓ 40 કલાકમાં જેલ મુક્ત થઈ ગયા. કથિત ખંડણીનો ગુનો (Extortion Case) નોંધી રાતોરાત આરોપીઓની ધરપકડ કરવાની ઘટના કોના ઈશારે રચાઈ અને કયા અધિકારીની મેલીમુરાદ હતી તેને લઈને પોલીસ બેડામાં ચર્ચાનો મોટો વિષય (Big Topic) બન્યો છે.

Advertisement

શું છે ખંડણી-ધમકીની ફરિયાદ ?

Ahmedabad ના વેજલપુર પોલીસ (Vejalpur Police) ના ચોપડે IPC 387, 323, 294(બી), 506(2), 114 અને હથિયારધારાની કલમ હેઠળ ડૉ. અશરફ દિવાને મુશીર કુરેશી સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, સરખેજ રોડ પર જાકીર પાર્કમાં રહેતા 62 વર્ષીય ડૉ. અશરફ આર. દિવાન (Dr Ashraf R Diwan) જુહાપુરા મેમણ હોલ સામે દવાખાનું ચલાવે છે. અશરફ દિવાન 25 વર્ષથી મુશીર કુરેશીને ઓળખે છે. મુશીર કુરેશી છેલ્લાં 10 વર્ષથી અશરફ દિવાનના ક્લિનિક પર જઈ દિવાનનો બંગલો 50 લાખ રૂપિયામાં ખરીદવા માગે છે અને ના વેચવો હોય તો 50 લાખ આપવા પડશે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. મુશીર કુરેશીના માણસો ડૉક્ટર દિવાનને ક્લિનિક આવતા-જતા પરેશાન કરે છે. દિવાને ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી દોઢેક મહિના અગાઉ રાત્રિના બેએક વાગે ફિરોજકાકા તથા મુશીરનો ભાઇ ફિરદોશ મુલ્લા મારા ઘરે આવ્યા હતા. મુશીર બિમાર છે તેમ કહી વિઝીટના બહાને લઈ ગયા હતા. ડરના માર્યા વિઝીટમાં જતા મુશીર તથા તેનો ભાઇ રાજુ ઘરે હાજર હતા. ઘરમાં બોલાવી કહ્યું કે, કોઈ બિમાર નથી. તમારો બંગલો આપવો અથવા ના આપવો હોય કે રહેવું હોય તો 50 લાખ આપવા પડશે તેમ કહી ચારેય જણાએ ગડાદાપાટુનો માર માર્યો હતો. દરમિયાનમાં મુશીર ઘરમાંથી રિવૉલ્વર લઈ આવી કપાળ પર મુકી અશરફ દિવાને કહ્યું કે, 50 લાખ આપવા છે કે જાનથી મારી નાંખુ ? જેથી ડૉક્ટર દિવાન હાથ જોડીને બે દિવસનો સમય આપવાની વિનંતી કરી ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ મુશીરના માણસો મારી ગાડીના હેન્ડલ પર તેમજ ક્લિનિકની દિવાલ-લૉક પર મસાલા ખાઈને થુંકી પરેશાન કરતા હતા. ગત 13 જૂનના રોજ સવારે સવા અગિયારેક વાગે ક્લિનિક ખાતે એક શખ્સ આવ્યો હતો. અજાણ્યા શખ્સે "તું મુશીરભાઇ કો 50 લાખ કી ખંડણી દેતા નહીં, તેરે કો મોતના ડર નહીં હૈ. યે તેરે કો લાસ્ટ વૉર્નિંગ હૈ" કહી અશરફ દિવાનને ગાળો આપી ચાલ્યો ગયો હતો. આ ઘટના બાદ અશરફ દિવાન પોલીસ કંટ્રોલ રૂમ (Police Control Room) માં ગયા હતા. જ્યાંથી તેમને ફરિયાદ કરવા વેજલપુર પોલીસ સ્ટેશન મોકલી આપવામાં આવ્યા હતા.

ફરિયાદ અને ધરપકડને લઈ અનેક સવાલ ?

સવાલ નં. 1 મુખ્ય આરોપી મુશીર કુરેશીને ફરિયાદી 25 વર્ષથી ઓળખે છે, પરંતુ તેમના સરનામાની ખબર નથી
સવાલ નં. 2 ડૉક્ટર અશરફ દિવાન રાતે બે વાગે વિઝીટ માટે મુશીર કુરેશીના ઘરે જાય છે છતાં સરનામાની ખબર નથી.
સવાલ નં. 3 મુશીર કુરેશી 10 વર્ષથી સસ્તામાં બંગલો પડાવી લેવા ધમકી આપે છે તો પોલીસને કેટલી વખત રજૂઆત-ફરિયાદ કરી ?
સવાલ નં. 4 દોઢેક મહિના અગાઉ રિવૉલ્વર મુકી ધમકી આપી ખંડણી માગી તો તે વખતે પોલીસને કોઈ ફરિયાદ-અરજી કેમ ના કરી ?
સવાલ નં. 5 અજાણ્યો શખ્સ ક્લિનિક પર ધમકી આપે છે તો ડૉક્ટર દિવાન સીધા CP Office Ahmedabad ખાતે કેમ દોડી જાય છે ?
સવાલ નં. 6 100 નંબર પર ફોન નહીં કરી તેમજ વેજલપુર પોલીસને જાણ કર્યા વિના સીધા Police Commissioner ને ફરિયાદી કેમ મળે છે ?
સવાલ નં. 7 કમિશનરના આદેશથી ફરિયાદ નોંધી પોલીસને કયા સંજોગોમાં રાતોરાત ધરપકડ કરવાની કેમ ફરજ પડે છે ?
સવાલ નં. 8 કથિત ખંડણી કેસમાં હથિયારનો ઉલ્લેખ હોવા છતાં પોલીસે કેમ અદાલતમાં રિમાન્ડ ના માગ્યા ?
સવાલ નં. 9 ફરિયાદીને આરોપીના ઘરે લઈ જવાયા હતા તો ફરિયાદી અને આરોપીઓના મોબાઈલ ફોનના લૉકેશન (Mobile Phone Location) પોલીસે મેળવ્યાં ?
સવાલ નં. 10 ખંડણી-ધમકી કેસમાં પોલીસે આરોપીના ઘર તેમજ સોસાયટી આસપાસના CCTV ફૂટેજ કેમ મેળવ્યા નથી ?
સવાલ નં. 11 ડૉક્ટર દિવાને મુશીર કુરેશી સામે વર્ષ 2022માં નવ વર્ષ જૂની ઘટનાની કરેલી અરજી અને કાર્યવાહીથી અજાણ હતી ?
સવાલ નં. 12 કથિત ખંડણી કેસમાં મુશીર કુરેશીના ભાઇ રાજુને સ્ટેશન ખાતે હાજરી હોવા છતાં વેજલપુર પોલીસે જવા દીધા હતા અને ધરપકડ કરી ન હતી.

Advertisement

આરોપીઓ 40 કલાકમાં જ જેલમુક્ત

13 જૂનના રોજ બપોરે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી (Ahmedabad CP Office) માં ફરિયાદીએ કરેલી રજૂઆત બાદ વેજલપુર પોલીસ રાત્રિના સવા નવ વાગે રિવૉલ્વર બતાવી ખંડણી માગવાનો કેસ નોંધે છે. FIR નોંધ્યાના ત્રણેક કલાકમાં મુશીર કુરેશી તેમજ ફિરોજ કાકાની ધરપકડ કરવામાં આવી. 14 જૂનના સાંજે છએક કલાકે વેજલપુર પીએસઆઈ (PSI Vejaplur) ડી. એમ. પટેલ બંને આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરે છે. ખંડણી-ધમકીના કેસમાં તપાસ અધિકારી પીએસઆઈ દિનેશકુમાર મણીલાલ પટેલે (PSI D M Patel) આરોપીઓના રિમાન્ડ નથી માગતા. આરોપીઓએ અદાલતમાં જામીન અરજી આપતા 15 જૂનના રોજ સુનાવણી નક્કી કરાય છે અને બંને આરોપીને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાય છે. તારીખ 15 જૂનના રોજ સરકારી વકીલના વિરોધ વચ્ચે અદાલત આરોપીઓને જામીનમુક્ત કરતા બપોરે ત્રણેક વાગે તેમનો છૂટકારો થાય છે.

ઘટનાના મહિના-વર્ષો બાદ કેમ કરે છે ફરિયાદ ?

ડૉક્ટર અશરફ રોશનશા દિવાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ઑક્ટોબર-2022માં એક અરજી કરી હતી. અરજીમાં અશરફ દિવાને આરોપ લગાવ્યો હતો કે, નવેક વર્ષ અગાઉ મકાન ખરીદવા મુશીર કુરેશી (રહે. મૌલાના આઝાદ પાર્ક સોસાયટી, જુહાપુરા તથા ઑફિસ-અફઝલ ટાવર) એ કહ્યું હતું. મકાન વેચાણ કરવાની ના પાડતા બીજા દિવસે મુશીર સહિત 11 શખ્સો ડૉક્ટર દિવાનના ઘરે ગયા અને "માંગુ છુ તે કિંમતમાં આપી દે" તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે તે સમયે કોઈ ફરિયાદ કરી ન હતી. આશરે બે મહિના અગાઉ 12 ઑગસ્ટ 2022ના રોજ રાત્રિના પોણા અગિયાર વાગે ક્લિનિક બંધ કરી ડૉક્ટર દિવાન ઘરે જતા હતા તે સમયે બે અજાણ્યા શખ્સોએ પીછો કરી ઘર સુધી આવી ગાળો આપી ગાડીનો કાચ તોડી નાંખ્યો હતો. આ મામલે 13 ઑગસ્ટ 2022ના રોજ ફરિયાદ કરી હતી. ડૉક્ટરે વેજલપુર પોલીસને જણાવ્યું હતું કે, મને માનસિક હેરાન પરેશાન કરવામાં મુશીર અને તેના માણસો હોવાની પૂરેપૂરી શંકા છે. જેથી મુશીર અને તેના માણસો વિરૂદ્ધ અરજી કરી છે. મને માત્ર વહેમ અને શંકા છે તેમજ પરેશાન કરનારા લોકોના નામ સરનામા ખબર નથી. ડૉક્ટર અશરફ દિવાન વધુ કોઈ કાર્યવાહી કરવા માંગતા ના હોય પોલીસે તારીખ 17 ડિસેમ્બર 2022ના રોજ અરજી દફતરે (Application Closed) કરી હતી.

Advertisement

પેન ડ્રાઈવ મળી છે : પીઆઈ ચૌહાણ

સમગ્ર મામલે Gujarat First ના પ્રતિનિધિએ વેજલપુર પીઆઈ આર. એમ. ચૌહાણ (PI R M Chauhan) સાથે વાત કરતા ફરિયાદીએ ફરિયાદ સમયે એક પેન ડ્રાઈવ આપી હોવાની વાત કરી છે. રિવૉલ્વર બતાવીને 50 લાખની ખંડણી માગવા જેવા ગંભીર ગુનાના કામે પોલીસ ત્રણ દિવસથી સીસીટીવી ફૂટેજ (CCTV Footage) તપાસી રહી છે. જ્યારે તપાસ અધિકારી પીએસઆઈ ડી. એમ. પટેલે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ ચાલુ છે. મને કોઈ પેન ડ્રાઈવ મળી નથી.

આ પણ  વાંચો - Chennai : 1800 KM દૂર અપહ્યુતને કેવી રીતે ક્રાઈમ બ્રાંચે બચાવ્યો ?

આ પણ  વાંચો - ACB ની કચેરીમાં સામે પગલે ચાલીને ફરાર PI કેમ હાજર થયા ?

આ પણ  વાંચો - ACB Gujarat : કેપ્ટન અજય ચૌહાણ એવિએશન કંપનીનો માલિક હોવાનો ઘટસ્ફોટ

Tags :
Advertisement

.