Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HBDSalmanKhan : ઘરની બાલ્કનીમાં આવીને સલમાન ખાને આ રીતે ઝીલ્યું ફેન્સનું અભિવાદન, જુઓ Video

બોલિવૂડ અને દબંગ અભિનેતા સલમાન ખાનનો આજે 58મો જન્મદિવસ છે. સલમાનના ફેન્સ તેનો જન્મદિવસ તહેવારની જેમ ઊજવે છે. ત્યારે હવે સલમાન ખાનના લેટેસ્ટ ફોટા અને વીડિયો સામે આવ્યા છે. જન્મદિવસની સાંજે હંમેશની જેમ સલમાન ખાન તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં...
hbdsalmankhan   ઘરની બાલ્કનીમાં આવીને સલમાન ખાને આ રીતે ઝીલ્યું ફેન્સનું અભિવાદન  જુઓ video

બોલિવૂડ અને દબંગ અભિનેતા સલમાન ખાનનો આજે 58મો જન્મદિવસ છે. સલમાનના ફેન્સ તેનો જન્મદિવસ તહેવારની જેમ ઊજવે છે. ત્યારે હવે સલમાન ખાનના લેટેસ્ટ ફોટા અને વીડિયો સામે આવ્યા છે. જન્મદિવસની સાંજે હંમેશની જેમ સલમાન ખાન તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં જોવા મળ્યો હતો. દરમિયાન સલમાનના પિતા અને જાણીતા ફિલ્મ લેખક સલીમ ખાન અને તેમની સુરક્ષા ગાર્ડની ટીમ પણ સાથે જોવા મળી હતી. સલમાન ખાને હવામાં હાથ હલાવીને ઘરની બહાર હાજર તમામ ચાહકોનો આભાર માન્યો હતો.

Advertisement

પોતાના મનપસંદ અભિનેતાની એક ઝલક મેળવવા માટે સલમાન ખાનના ફેન્સ કલાકો સુધી તેના ઘરની બહાર ઊભા રહ્યા હતા અને બર્થ ડે વિશ કર્યું હતું. જ્યારે સલમાન ખાને પણ ઘરની બાલ્કનીમાં આવીને હવામાં હાથ હલાવીને ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગની કેટલીક તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સલમાન ખાનના 58મા જન્મદિવસે તેના ચાહકોએ અદ્ભુત માહોલ સર્જ્યો છે. સલમાનનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે સલમાન ખાન તેના ઘરની બાલ્કનીમાં જોવા મળ્યો હોય. આ પહેલા પણ અભિનેતા ચાહકોને ખુશ કરવા માટે આ પ્રકારે બાલ્કનીમાં આવે છે.

Advertisement

કરણ જોહરની ફિલ્મમાં કામ કરશે સલમાન ખાન

વર્ષ 2023 સલમાન ખાન માટે બહુ સારું રહ્યું નથી. આ વર્ષે સલમાનની ફિલ્મો 'કિસી કા ભાઈ કિસી કી જાન અને ટાઈગર 3' સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જો કે, અભિનેતાના સ્ટારડમ અનુસાર, તેની બંને ફિલ્મો એટલી મોટી અસર કરી શકી નહોતી. હવે સમાચાર છે કે આગામી સમયમાં સલમાન ખાન બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહરની ફિલ્મમાં જોવા મળી શકે છે.

Advertisement

આ પણ વાંચો - ફિલ્મ ‘હીરો’ના 40 વર્ષ પર એક મજાની વાત

Tags :
Advertisement

.