Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નર્મદા બંધની જળસપાટીમાં સતત વધારો, 128 મીટરને પાર પહોંચ્યુ જળસ્તર

નર્મદા બંધમાં હાલ પાણીની આવક 1,85,484 ક્યુસેક થઇ રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સરેરાશ આવકને કારણે ડેમના જળ સ્તરમાં 61 સેમી નો વધારો નોંધાયો છે . ગઇ કાલે સાંજે 6 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 127.86 મીટરે નોંધાઈ...
નર્મદા બંધની જળસપાટીમાં સતત વધારો  128 મીટરને પાર પહોંચ્યુ જળસ્તર

નર્મદા બંધમાં હાલ પાણીની આવક 1,85,484 ક્યુસેક થઇ રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સરેરાશ આવકને કારણે ડેમના જળ સ્તરમાં 61 સેમી નો વધારો નોંધાયો છે . ગઇ કાલે સાંજે 6 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 127.86 મીટરે નોંધાઈ હતી,અને આજે આ નર્મદા ડેમ ની સપાટી 128.11 મીટરે પહોંચી છે છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 61 સે.મી. નો વધારો નોંધાયો છે.

Advertisement

સરદાર સરોવર નર્મદા બંધ માં ઉપરવાસમાં થી એટલેકે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માંથી પાણીની આવક સતત ચાલુ જ છે એટલે નર્મદા બંધમાં પાણીની અવાક થતી રહેશે અને જેને કારણે તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચશે. હાલ નર્મદા બંધના ઇજનેરો ડેમ ની જળસપાટી પર નજર લગાવી બેઠા છે. નર્મદા બંધના RBPH રિવરબેડ પાવરહાઉસ. અને CHPH કેનલ હેડ પાવર હાઉસ તમામ યુનિટી ચાલુ કરી દેવામાં આવ્યા છે જે 1 વર્ષ થી બંધ હતા જેને કારણે રોજની 3.5 કરોડ વિજ ઉત્પાદન થતા આવક શરૂ થઈ છે ત્યારે આ પાવર હાઉસ ચાલુ થતા જેમાંથી કુલ નદીમાં જાવક - 13843 ક્યૂસેક, અને કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં જાવક –5311 ક્યુસેક કરવામાં આવી રહ્યું છે.

Advertisement

વર્તમાન સિઝનમાં નર્મદા ડેમ 80 ટકા ભરાયો છે ત્યારે SSNL ના જોઈન્ટ MD ઉદિત અગ્રવાલે પણ ટેલિફોનિક વાત માં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે આ જે નર્મદા ડેમ માં પાણી સતત આવક જોતા નર્મદા ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટરે ટુક સમય માં ભરાશે જેને કારણે નર્મદા ડેમ ના નર્મદા ઓથોરિટી ની સૂચના મુજબ નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવશે

Advertisement

Tags :
Advertisement

.