Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત સહિત દેશભરમાં કોસ્ટલ સિક્યુરીટી એ અત્યંત મહત્વપૂર્ણ :DGP

અહેવાલ -કિશન ચૌહાણ , પોરબંદર  પોરબંદર સહિત સમગ્ર ગુજરાતના સાગરકાંઠાની સુરક્ષા માટે હવે ગુજરાત પોલીસ પણ હવે કોસ્ટ ગાર્ડના સંગાથે એલર્ટ થઈ છે. ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમવાર કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના સાગરકાંઠાની સિક્યુરિટી માટે આજ રોજ, તા.૧૩ એપ્રિલના રોજ...
05:36 PM Apr 13, 2023 IST | Hiren Dave

અહેવાલ -કિશન ચૌહાણ , પોરબંદર 

પોરબંદર સહિત સમગ્ર ગુજરાતના સાગરકાંઠાની સુરક્ષા માટે હવે ગુજરાત પોલીસ પણ હવે કોસ્ટ ગાર્ડના સંગાથે એલર્ટ થઈ છે. ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમવાર કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના સાગરકાંઠાની સિક્યુરિટી માટે આજ રોજ, તા.૧૩ એપ્રિલના રોજ પોરબંદર કોસ્ટ ગાર્ડ જેટી મધ્યે એક ઈમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ૧૬૦૦ કી.મી.લાંબો દરિયા કિનારો ધરાવે છે.જેમાં ખાસ સૌરાષ્ટ્ર ના દરિયામાં ભૂતકાળ માં અનેક વખત ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે ઉપયોગ કરવામાં આવતો હતો.પરંતુ રાજય સરકાર અને સુરક્ષા એજન્સીઓ ની સતર્કતા ના કારણે ગેરકાયદેસર પ્રવૃતિઓ પર રોક લગાવામાં સફળતા મળી છે.ત્યારે દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવા સરકાર પ્રયત્નશીલ છે.

 

 

 

 

 

 

ડીજીપીએ કોસ્ટગાર્ડની શીપ પર આખી રાત વિતાવી તમામ કામગીરી સમજી નિરક્ષણ કર્યુ
ગુજરાત રાજય ના ડી.જી.પી.વિકાસ સહાય સહિત ના ઉચ્ચ અધિકારીઓ બે દિવસ માટે પોરબંદર ની મુલાકાતે આવ્યા હતા.ડી.જી.પી.સહિત ના ઉચ્ચ અધિકારીઓ અવ કોસ્ટગાર્ડ ના જહાજ માં સમુદ્ર નું નિરીક્ષણ કર્યું સાથો સાથ સમુદ્ર ની તમામ પરિસ્થિતિ થી વાકેફ થાય હતા.ત્યાર બાદ જૂનાગઢ અને રાજકોટ ના રેન્જ આઈ.જી,એ.ટી.એસ અને આઈ.બી ના એ.ડી.જી.પી, કોસ્ટગાર્ડ ના આઈ.જી,પોરબંદર, દ્વારકા,જૂનાગઢ, ગીર સોમનાથ,મોરબી જિલ્લા ના એસ.પી સહિત ના ઉચ્ચ અધિકારીઓ સાથે દરિયાઈ સુરક્ષા અંગે એક મહત્વ ની બેઠક નું આયોજન કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું.માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત દેશ માટે દરિયાઈ સુરક્ષા નો મુદ્દો ખૂબ જ મહત્વનો માનવામાં છે.મહત્વ ની આ બેઠક માં દરિયાઈ સુરક્ષા અંગે તમામ સુરક્ષા એજન્સીઓ અને દરિયાઈ વિસ્તાર ધરાવતા જિલ્લા ના અધિકારીઓ તાલ મેલ થી કામ કરી શકે,માહિતી ની આપલે કરી શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

 

 

 

 

 

 

ડીજીપીએ સાગરકાંઠાની સુરક્ષા માટે સ્ટીકનું આપ્યુ સુત્ર
ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા સાગરકાંઠાની સુરક્ષા માટે એક સૂત્ર આપવામાં આવ્યું હતું, જેનું નામ છે `સ્ટીક'. સ્ટીકનો મતલબ સમજાવતાં ડીજીપી સહાયે પત્રકારોને કહ્યું હતું કે, આ સ્ટીકમાં એસ એટલે સર્વેલન્સ, ટી એટલે ટેક્નોલોજી, આઈ એટલે ઈન્ટેલિજન્સ, સી એટલે કો-ઓપરેશન અને કો-ઓર્ડીનેશન અને કે એટલે કરેજ.આ અવસરે ગુજરાત કોસ્ટ ગાર્ડના આઈજી એસ.કે. વર્ગીસ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે, જૂનાગઢ અને રાજકોટ રેન્જ આઈજી ઉપરાંત, પોરબંદર ,જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા તથા ગીર સોમનાથ જેવા દરિયાઈ જિલ્લાના પોલીસ વડાઓ તેમજ કોસ્ટ ગાર્ડના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, આઈબીના એડીજીપી અનુપમસહ ગેહલોત અને એટીએસના ચીફ એડીજીપી અમિતકુમાર વિશ્વકર્મા વગેરે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

 

 

 

 

 

 

ગુજરાતનો લાંબો દરિયાકિનારો સુરક્ષા દ્વષ્ટિએ અતિસંવેદનશીલ !

દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાત રાજય ધરાવે છે. ૧૬૦૦ કીમી લાંબા દરિયા કિનારે સુરક્ષા પણ એટલી જ જરૂરી છે.રમણીય લાગતો દરિયાકિનારો સુરક્ષાની દ્વષ્ટ્રીએ અતિસંવેદનશીલ માનવામાં આવે છે.ભુતકાળ બનેલી અનેક ધટનાઓ તે સાબિત કર્યુ કરે છે,જેમાં ૧૯૯૨માં સીરીયલ બ્લાસ્ટ હોય કે, ૨૬-૧૧નો હુમલો જે માટે ગુજરાતના દરીયાઇ માર્ગનો ઉપયોગ થયો છે. તેથી ફરી આવા બનાવો ના બને તે માટે સુરક્ષા એજન્સીઓએ વધુ સર્તક બની છે. ઉલ્લેખનીય છે,પોરબંદર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના સાગરકાંઠે દબાણો દ્વારા દેશવિરોધી પ્રવૃતિ આચવાની વાતો આજકાલની નથી.છેકે ૮૦-૯૦ના દાયકા આસપાસથી આ સિલસિલો અવિરતપણે ચાલી રહયો છે. ત્યારે આવા શખ્સોને તેમના નાપાક ઇરાદામાં સફળ ન થવા દેવાના ઇરાદાથી ગુજરાત સરકાર દ્વારા ભારતીય તટરક્ષક દળના સહકાર થકી કચ્છના જખૌથી વલસાડ સુધીના પશ્ચિમી દરિયાકાંઠાના સુરક્ષા હેતુ સધન તૈયારીઓ કરવામાં આવી છે.

ગુજરાતનો લાંબો દરિયાકિનારો સુરક્ષા દ્વષ્ટિએ અતિસંવેદનશીલ !
દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાત રાજય ધરાવે છે. ૧૬૦૦ કીમી લાંબા દરિયા કિનારે સુરક્ષા પણ એટલી જ જરૂરી છે.રમણીય લાગતો દરિયાકિનારો સુરક્ષાની દ્વષ્ટ્રીએ અતિસંવેદનશીલ માનવામાં આવે છે.ભુતકાળ બનેલી અનેક ધટનાઓ તે સાબિત કર્યુ કરે છે,જેમાં ૧૯૯૨માં સીરીયલ બ્લાસ્ટ હોય કે, ૨૬-૧૧નો હુમલો જે માટે ગુજરાતના દરીયાઇ માર્ગનો ઉપયોગ થયો છે. તેથી ફરી આવા બનાવો ના બને તે માટે સુરક્ષા એજન્સીઓએ વધુ સર્તક બની છે. ઉલ્લેખનીય છે,પોરબંદર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના સાગરકાંઠે દબાણો દ્વારા દેશવિરોધી પ્રવૃતિ આચવાની વાતો આજકાલની નથી.છેકે ૮૦-૯૦ના દાયકા આસપાસથી આ સિલસિલો અવિરતપણે ચાલી રહયો છે. ત્યારે આવા શખ્સોને તેમના નાપાક ઇરાદામાં સફળ ન થવા દેવાના ઇરાદાથી ગુજરાત સરકાર દ્વારા ભારતીય તટરક્ષક દળના સહકાર થકી કચ્છના જખૌથી વલસાડ સુધીના પશ્ચિમી દરિયાકાંઠાના સુરક્ષા હેતુ સધન તૈયારીઓ કરવામાં આવી છે.

 

 

 

 

પોલીસ અને સુરક્ષા એજન્સીઓનું એકબીજા સાથે સંકલન મહત્વનું
આ પ્રસંગે ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાત સહિત દેશભરમાં કોસ્ટલ સિક્યુરીટી એ અત્યંત મહત્વપૂર્ણ વિષય બની ગઈ છે, તેમાં પણ ગુજરાતમાં પોરબંદર અને જખૌથી લઈને વલસાડ સુધીનો સાગરકાંઠો સંવેદનશીલ ગણાય છે, ત્યારે ગુજરાત પોલીસ, કોસ્ટ ગાર્ડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ સહિત તમામ વિભાગો અને સુરક્ષા એજન્સીઓ એકમેક સાથે તાલ મિલાવીને કામ કરે તે આવશ્યક બની ગયું છે અને આ જ હેતુથી આજની પોરબંદર ખાતેની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો સાથ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી કઈ રીતે દરિયા ની સુરક્ષા માં વધારો કરી શકાય તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આગામી સમયમાં આધુનિક અને નવી સિસ્ટમ સુરક્ષા એજન્સીઓ ને કઈ રીતે મળી શકે .આ સિસ્ટમ ની મદદ થી દરિયાઈ સુરક્ષા માં વધારો કરી શકાઈ તે અંગે ની આયોજન કરવામાં આવશે. વિકાસ સહાયે ગુજરાત સહિત દેશભરના સાગર સીમાડાને સુરક્ષિત કરવા માટે સરકાર અને તંત્ર તત્પર હોવાનું પણ જણાવ્યું હતું.

આપણ  વાંચો -  ડભોઈમાં હત્યા અને લૂંટના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા 

Tags :
Coastal securitycountryDGPGujaratincludingPorbandarvery important across
Next Article