Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SWAGAT : મૃદુ અને મક્કમ CM સાંભળશે જનતાનાં પ્રશ્નો, આ દિવસે યોજાશે 'SWAGAT' કાર્યક્રમ

રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) જનતાનાં પ્રશ્નો સાંભળશે અને જનતાની ફરિયાદોનું નિવારણ પણ કરશે. જણાવી દઈએ કે, 25 જુલાઈએ સવારે 8.30 કલાકે 'સ્વાગત' કાર્યક્રમનું (SWAGAT) આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન સવારે 8.30 કલાકે...
11:50 PM Jul 23, 2024 IST | Vipul Sen

રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) જનતાનાં પ્રશ્નો સાંભળશે અને જનતાની ફરિયાદોનું નિવારણ પણ કરશે. જણાવી દઈએ કે, 25 જુલાઈએ સવારે 8.30 કલાકે 'સ્વાગત' કાર્યક્રમનું (SWAGAT) આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન સવારે 8.30 કલાકે નાગરિકો પોતાની અરજી અને રજૂઆતો મુખ્યમંત્રીનાં જનસંપર્ક એકમમાં આપી શકશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સમક્ષ રાજ્યનાં નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓનાં ઓનલાઈન નિવારણ (SWAGAT Online Program) માટેનો રાજ્ય 'સ્વાગત' કાર્યક્રમ ગુરૂવારે એટલે કે 25 જુલાઈના રોજ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) પ્રેરણાથી વર્ષ 2003 થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાનાં ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જુલાઈ-2024 નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ એક દિવસ બાદ એટલે કે 25 જુલાઈએ યોજાશે.

છેલ્લા 21 વર્ષથી ચાલી સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં (SWAGAT Online Program) નાગરિકોની સમસ્યાઓ, રજૂઆતો અને મુશ્કેલીઓને સાંભળવામાં આવે છે અને તેના નિવારણની કામગીરી કરવામાં આવે છે. માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે 25 મી જુલાઈનાં રોજ બપોરે 3-30 વાગ્યે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે. સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવારે 25 મી જુલાઈના રોજ સવારે 8 થી 11 દરમિયાન મુખ્યમંત્રીનાં જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2 (Swarnim Complex-2), ગાંધીનગર (Gandhinagar) ખાતે રૂબરૂ આવીને કરી શકશે.

 

આ પણ વાંચો - Ahmedabad : ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ ખાતે CM દ્વારા કરાયું ઉષ્માપૂર્ણ સ્વાગત

આ પણ વાંચો - Bangladesh Protest : બાંગ્લાદેશમાં ફસાયેલા 14 ગુજરાતી વિદ્યાર્થી સહી-સલામત વતન પહોંચ્યા, હેલ્પલાઇન નંબર જાહેર

આ પણ વાંચો - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવ્યું

Tags :
Chief Minister Bhupendra PatelGandhinagarGujarat FirstGujarati Newspm narendra modiPrime Minister Narendra ModiPublic RelationsPublic Relations UnitSWAGAT Online ProgramSwarnim Complex-2
Next Article