Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખાલિસ્તાનીઓને કેનેડાના વિપક્ષના નેતાનો જબરજસ્ત જવાબ, કહ્યું દેશના દરેક હિસ્સામાં છે હિન્દુઓનું યોગદાન

કેનેડાના વિપક્ષી નેતા પિયરે પોઈલીવરે કેનેડામાં  હિન્દુ સમુદાયને નિશાન બનાવતા દ્વેષપૂર્ણ ભાષણની નિંદા કરી છે. Poilievre શનિવારે X  પર વાત કરી અને કેનેડાના દરેક ભાગમાં હિંદુ સમુદાય દ્વારા આપવામાં આવેલા "અમૂલ્ય યોગદાન"ને સ્વીકાર્યું. Poilievre એ ટ્વિટર પર આ પોસ્ટ કર્યુ...
ખાલિસ્તાનીઓને કેનેડાના વિપક્ષના નેતાનો જબરજસ્ત જવાબ  કહ્યું દેશના દરેક હિસ્સામાં છે હિન્દુઓનું યોગદાન

કેનેડાના વિપક્ષી નેતા પિયરે પોઈલીવરે કેનેડામાં  હિન્દુ સમુદાયને નિશાન બનાવતા દ્વેષપૂર્ણ ભાષણની નિંદા કરી છે. Poilievre શનિવારે X  પર વાત કરી અને કેનેડાના દરેક ભાગમાં હિંદુ સમુદાય દ્વારા આપવામાં આવેલા "અમૂલ્ય યોગદાન"ને સ્વીકાર્યું.

Advertisement

Poilievre એ ટ્વિટર પર આ પોસ્ટ કર્યુ

Poilievre એ ટ્વિટર પર પોસ્ટ કર્યું, 'તાજેતરના દિવસોમાં, અમે કેનેડામાં હિન્દુઓને નિશાન બનાવતી દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ જોઈ છે. કન્ઝર્વેટીવ આપણા હિંદુ મિત્રો વિરુદ્ધ આ ટિપ્પણીઓની નિંદા કરે છે. વિપક્ષી નેતાએ લખ્યું, 'હિંદુઓએ આપણા દેશના દરેક ભાગમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે અને તેમનું અહીં હંમેશા સ્વાગત કરવામાં આવશે. દરેક કેનેડિયન ભય વિના જીવવાને પાત્ર છે.

Advertisement

ખાલિસ્તાન તરફી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ કેનેડાના હિંદુ સમુદાયને ધમકી આપી અને તેમને દેશ છોડવા માટે કહ્યું તે પછી પોલીવરેની આ ટિપ્પણી સામે આવી છે.

ભારત-કેનેડા તણાવ

Advertisement

Poilievreનું આ ટ્વિટ એવા સમયે આવ્યું છે જ્યારે ભારત-કેનેડા સંબંધોમાં તણાવ વધી ગયો છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે ભારત સરકાર પર હરદીપ સિંહ નિજ્જર પર ફાયરિંગમાં ભારતીય એજન્સીનો હાથ હોવાનો આરોપ લગાવ્યો ત્યારથી બન્ને દેશો વચ્ચેના સંબંધમાં તણાવ ઉભો થયો છે.

Tags :
Advertisement

.