Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Stock Market : ઓલટાઈમ હાઈ બાદ ભારતીય શેરબજાર ફલેટ પર બંધ

Stock Market: ભારતીય શેરબજારમાં શુક્રવારે ઘટાડા સાથે બંધ થયું હતું. સવારે માર્કેટ ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ ઉતાર-ચઢાવ બાદ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ સપાટ બંધ થયા છે. આજના કારોબારના અંતે BSE...
stock market   ઓલટાઈમ હાઈ બાદ ભારતીય શેરબજાર ફલેટ પર બંધ

Stock Market: ભારતીય શેરબજારમાં શુક્રવારે ઘટાડા સાથે બંધ થયું હતું. સવારે માર્કેટ ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ ઉતાર-ચઢાવ બાદ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ સપાટ બંધ થયા છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 8 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 75,410 પર બંધ રહ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 11 પોઈન્ટના ઘટાડા સાથે 22,957 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આજના સત્રની શરૂઆતમાં, સેન્સેક્સ 75,636 ને પાર કરવામાં સફળ રહ્યો હતો અને નિફ્ટી પ્રથમ વખત 23000ની જીવનકાળની ઊંચી સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો.

Advertisement

ગઈકાલે બજારે ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી

અગાઉ ગઈકાલે એટલે કે 23મી મેના રોજ શેરબજાર સર્વકાલીન ઊંચા સ્તરે પહોંચી ગયું હતું. સેન્સેક્સે 75,499 ની ઊંચી સપાટી બનાવી હતી. અગાઉ, સેન્સેક્સની ઊંચી સપાટી 75,124 હતી જે તેણે 9 એપ્રિલે બનાવી હતી. જ્યારે નિફ્ટી 22,993ની સપાટીએ પહોંચી ગયો હતો. અગાઉ નિફ્ટીનો હાઈ 22,794 હતો.

Advertisement

સેકટરની સ્થિતિ

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, મીડિયા, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ જેવા સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે.

Advertisement

આ  પણ  વાંચો - Stock Market Today: લોકસભા ચૂંટણીના સમયગાળામાં શેરબજારમાં રેકોર્ડ બ્રેક ઉછાળો, નિફ્ટીએ બનાવ્યો નવો રેકોર્ડ

આ  પણ  વાંચો - BSE Market Cap: સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારે ઈતિહાસ રચીને રોકાણકારોને કર્યા ધનવાન

આ  પણ  વાંચો - Gold Silver Price : તેજી બાદ ચાંદીમાં કડાકો,જાણો સોનામાં કેટલો ભાવ ઘટ્યો

Tags :
Advertisement

.