Stock Market Today: લોકસભા ચૂંટણીના સમયગાળામાં શેરબજારમાં રેકોર્ડ બ્રેક ઉછાળો, નિફ્ટીએ બનાવ્યો નવો રેકોર્ડ
Stock Market Today: શેરબજારમાં સતત બે દિવસથી ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ શેરબજારમાં માર્કેટ બંધ થવાના સાથે માલામાલ થઈને ઉભા થયા છે. છેલ્લા બે દિવસથી સેન્સસેક્સ અને Nifty માં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. તે ઉપરાંત ગઈકાલે Bombay Stock Exchange એ આંતરાષ્ટ્રીય સ્તરે 5 ટ્રીલીયન ડોલરની સીમાએ પહોંચ્યો હતો. તો આ સ્તરે માત્ર 5 દેશ પહોંચી શક્યા છે. આજરોજ Sensex 75000 અને Nifty 22,948 ના રેકોર્ડ બ્રેક આંકડાએ પહોંચ્યો હતો.
Nifty એ પ્રથમ વખત 22900 નો આંકડો સર કર્યો
Sensex ગઈકાલે 74,221.06 બંધ થયો અને આજરોજ 74,253.53
JSW Steel અને TATA Steel ના શેરમાં ઘટાડો જોવા મળ્યો
ટ્રેડિંગ સેશન દરમિયાન NSE Niftyએ પ્રથમ વખત 22900 નો આંકડો સર કર્યો છે. આ અત્યાર સુધીનો સૌથી વધુ રેકોર્ડ બ્રેક આંકડો માનવામાં આવે છે. બીજી તરફ Sensex એ પણ જોરદાર ઉછાળા સાથે ફરી એકવાર 75000 ની આંકડો પાર કર્યો છે. આ સમયગાળા દરમિયાન Sensex અને Nifty બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં લગભગ 1.50% ના વધારા સાથે વેપાર કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: BSE Market Cap: સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારે ઈતિહાસ રચીને રોકાણકારોને કર્યા ધનવાન
Sensex ગઈકાલે 74,221.06 બંધ થયો અને આજરોજ 74,253.53
અગાઉ Nifty 50 22,597.80 પર થયો હતો અને આજરોજ 22,614.10 ના આંકડા સાથે ખુલ્યો હતો. ત્યારે આજરોજ બજારબંધ પર Nifty 50 22,860.65 નો નવો રેકોર્ડ નોંધાયો હતો. Sensex ગઈકાલે 74,221.06 બંધ થયો અને આજરોજ 74,253.53 પર ખૂલ્યો હતો. તો 1 ટકાથી વધુ ઉછળીને 75,065.36 ની તેની ઇન્ટ્રા-ડે હાઇ પર પહોંચ્યો હતો.
આ પણ વાંચો: IndiGo ફ્લાઈટમાં પણ ટ્રેન જેવી હાલત, પેસેન્જરને ઉભા-ઉભા કરવી પડી મુસાફરી…!
JSW Steel અને TATA Steel ના શેરમાં ઘટાડો જોવા મળ્યો
Sensex શેરમાં એશિયન પેઈન્ટ્સ, ઈન્ડિયન બેન્ક, એલએન્ડટી, એક્સિસ બેન્ક અને ભારતી એરટેલ ઉછાળા સાથે ખુલ્યા હતા. બીજી તરફ પાવર ગ્રીડ, સન ફાર્મા, જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. યુ.એસ.માં વ્યાજ દરમાં ઘટાડા અંગે અનિશ્ચિતતા વચ્ચે Nifty આઈટી ઈન્ડેક્સ શેર 0.23% મજબૂત થયા છે. કોફોર્જ, LTTS અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સના શેરોએ આમાં ફાળો આપ્યો હતો.સિંગલ શેર્સમાં જુબિલન્ટ ફૂડ વર્ક્સના શેર પ્રારંભિક તબક્કે 5% ઉછળ્યો હતો. ત્યારે વ્યક્તિગત રીતે Nifty બેન્ક, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને Nifty ગેસ અને ઓઈલ શેર્સ લાભ સાથે ખુલ્યા હતા. બીજી તરફ Nifty ઓટો, એફએમસીજી, મીડિયા, મેટલ અને ફાર્મા સેક્ટરના શેરમાં ઘટાજો જોવા મળ્યો.
આ પણ વાંચો: Cryptocurrency: Bitcoin71000 ડોલરને પાર,જાણો ઉછાળાનું કારણ