ભાવનગરના ડમીકાંડમાં તપાસનો ધમધમાટ તેજ, SITના અમરેલીમાં ધામા
ભાવનગરના ડમીકાંડમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. SITની તપાસનો રેલો અમરેલી સુધી પહોંચ્યો છે. ડમી કૌભાંડની તપાસ માટે બનાવાયેલી SITએ અમરેલીમાં ધામા નાખ્યા છે. ભાવનગર જિલ્લામાં ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષામાં ગેરરીતિ આચરનાર આરોપી શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી પોલીસ દ્વારા ધડપકડ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમરેલીની અન્ય શાળાઓમાં પણ બોર્ડની અને સરકારી ભરતીમાં ડમી લોકોએ પરીક્ષા આપી હોવાની શક્યતા છે. SITની ટીમના અધિકારીઓએ જુદી જુદી ટીમ બનાવી અમરેલી જિલ્લામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
યુવરાજના આરોપો પર હસમુખ પટેલ દ્વારા કરાઇ સ્પષ્ટતા
ડમીકાંડ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કરેલા દાવા અંગે ગુજરાત પંચાયત સર્વિસ ઈલેક્શન બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે જણાવ્યુ કે મારી પાસે જે માહિતી આવી ત્યારે મે માહિતી DGPને આપી હતી. DGPના કહેવાથી તે માહિતી ભાવનગર પોલીસને આપી હતી. તે માહિતીના આધારે ભાવનગર પોલીસે આ બનાવ અંગે સારી કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો : તલાટી પરીક્ષા મામલે હસમુખ પટેલનું આ મોટુ નિવેદન