RBI Governor: બેંક અને NBFC ને નાણાંકીય ક્ષેત્રે Artificial intelligence નો ઉપયોગ કરવાની આપી સૂચના
RBI Governor: RBI Governor Shaktikant Das એ આજરોજ બેંક અને NBFC માં થતી નાણાંકીય છેતરપિંડીને રોકવા માટે AI અને મશીન કર્નિંગ (ML) જેવી આધુનિક સુવિધાનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે. તો આજરોજ મુબંઈની અંદર નાણાંકીય સ્થિતિસ્થાપકતા (Financial Resilience) આધારિત એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
વિભિન્ન જોખિમોને પહોંચી વળવામાં સરળતા મળશે
એકાંદરે ગ્રાહરોની સંખ્યા અને વિશ્વાસમાં વધારે થશે
બેંક અને NBFC માટે વ્યાપાર વૃદ્ધિ દરમાં વધારો થવો
ત્યારે આ કાર્યક્રમને સંબોધતા ભારતના RBI Governor Shaktikant Das એ જણાવ્યું હતું કે, જેવી રીતે નાણાંકીય ક્ષેત્રે આધુનિકરણમાં વધારો થઈ રહ્યો છે, Advance Technology ને અપનાવાથી બેંક અને NBFC માં આવતા વિભિન્ન જોખિમોને પહોંચી વળવામાં સરળતા મળી છે. જોકે કોઈ પણ Advance Technology નો ઉપયોગ કરતા પહેલા સુરક્ષતા, વિશ્વસનીયતા અને તેની સંપૂર્ણ કાર્યપ્રણાલીને ચકાસવી જોઈએ.
એકાંદરે ગ્રાહરોની સંખ્યા અને વિશ્વાસમાં વધારે થશે
#WATCH | Mumbai: Addressing the inaugural session of 'Keeping the Financial System Resilient, Future-Ready and Crisis-Immune', RBI Governor Shaktikanta Das says, "India's domestic financial system is now in a much stronger position than it was before we entered the period of the… pic.twitter.com/qwh6T3m6h5
— ANI (@ANI) June 20, 2024
RBI Governor Shaktikant Das એ વધુમાં જણાવ્યું કે, નિયમિત કાર્યોમાં સુધારો આવી શકે છે. તે ઉપરાંત માનવીય કામદારો પર કામનો બોજ અને ભૂલમાં પણ ઘટાડો થાય છે. Robotic Process Automation (RPA) ડેટા એન્ટ્રી અને ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ જેવા કાર્યોને માણસો કરતાં વધુ ઝડપથી અને સચોટ રીતે કરી શકે છે. તો જેવી રીતે નાણાંકીય ક્ષેત્રે આધુનિકરમાં વધારો કરવામાં આવશે, તેવી રીતે એકાંદર રીતે ગ્રાહરોની સંખ્યા અને વિશ્વાસમાં વધારે થશે.
બેંક અને NBFC માટે વ્યાપાર વૃદ્ધિ દરમાં વધારો થવો
RBI Governor Shaktikant Das એ એમ પણ કહ્યું હતું કે બેંક અને NBFC માટે વ્યાપાર વૃદ્ધિ દરમાં વધારો થવો એ મહત્વનું પાસું માનવામાં આવે છે. નિયમન કરાયેલ એન્ટિટી તેમજ એકાંદરે નાણાંકીય વ્યવસ્થાની લાંબા ગાળાની સફળતા અને સ્થિતિસ્થાપકતાને સુનિશ્ચિત કરવા મજબૂત જોખમ ઘટાડવા જરૂરી છે.
આ પણ વાંચો: Stock Market : શેર બજાર તેજીમાં,સેન્સેક્સ 141 પોઈન્ટના ઉછાળા સાથે બંધ