Budget 2024: નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર, PF ને લઈ બજેટમાં 10 વર્ષ બાદ થશે મોટો ફેરફાર!
Budget 2024 : જો તમે પણ નોકરીયાત હોવ તો તમારા માટે આ કામના સમાચાર છે. આ વખતના યુનિયન બજેટ (Budget 2024)બાદ તમારા પગારમાંથી કપાતો પ્રોવિડન્ડ ફંડ વધી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે. જે મુજબ પ્રોવિડન્ડ ફંડ માટે પગારની મહત્તમ મર્યાદા વધારવામાં આવી શકે છે. આ વખતે યુનિયન બજેટમાં આ અંગે જાહેરાત થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં વેજ સિલિંગ વધારવા અંગે જાહેરાત કરી શકે છે.
10 વર્ષ બાદ વેજ સિલિંગમાં થઈ શકે ફેરફાર
અત્રે જણાવવાનું કે હાલ પ્રોવિડન્ડ ફંડ માટે વેજ સિલિંગ 15000 રૂપિયા છે. આ અગાઉ તેમાં 1 સપ્ટેમ્બર 2014માં ફેરફાર કરાયો હતો. તે સમયે 6500 રૂપિયાથી વધારીને 15000 રૂપિયા કરવામાં આવ્યો હતો. કેટલાય દિવસ અગાઉ 15000 થી વધારીને હવે 25000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આ પ્રસ્તાવ પર જો અમલ થયો તો 10 વર્ષ બાદ પહેલીવાર એવું બનશે કે જ્યારે વેજ સિલિંગમાં ફેરફાર કરાશે. લેબર મિનિસ્ટ્રીએ આ અંગે પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે.
પીએફમાં યોગદાન વધશે?
પીએફ ફંડ હેઠળ વેજ સિલિંગ વધવાથી કર્મચારીઓના પ્રોવિડન્ડ ફંડમાં યોગદાન વધી જશે અને તેમની પીએફમાં સેવિંગ વધી જશે. સરકાર સોશિયલ સિક્યુરિટીનો દાયરો વધારવા માટે આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. લઘુત્તમ પગાર લિમિટ વધારવાની અસર સરકારી અને પ્રાઈવેટ બંને સેક્ટરના કર્મચારીઓ પર પડશે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ની પણ 2017થી 21000 રૂપિયા પગાર મર્યાદા છે. લેબર મિનિસ્ટ્રીનું માનવું છે કે ઈપીએફ અને ESIC હેઠળ પગાર મર્યાદા એક જેવી હોવી જોઈએ.
કર્મચારી ભવિષ્ય નિધિ અધિનિયમ 1952 (EPFO) હેઠળ પગારનો એક ભાગ કર્મચારી અને એક ભાગ કંપની જમા કરે છે. જેમા કર્મચારી અને એમ્પ્લ્યોર તરફથી 12%-12% રાશિ જમા કરવામાં આવે છે. કર્મચારીના પગારમાંથી કપાયેલા પૂરા પૈસા તેના પીએફ એકાઉન્ટમાં જમા થાય છે. કંપની યોગદાનનો 8.33% EPS માં જમા થાય છે. બાકીનો 3.67% પીએફ એકાઉન્ટમાં જમા થઈ જાય છે.
ક્યારે કેટલો વધ્યો વેજ સેલિંગ
- 1 નવેમ્બર 1952 થી 31 મે 1957 સુધી- 300 રૂપિયા
- 1 જૂન 1957 થી 30 ડિસેમ્બર 1962 સુધી- 500 રૂપિયા
- 31 ડિસેમ્બર 1962 થી 10 ડિસેમ્બર 1976 સુધી- 1000 રૂપિયા
- 11 ડિસેમ્બર 1976 થી 31 ઓગસ્ટ 1985 સુધી - 1600 રૂપિયા
- 1 સપ્ટેમ્બર 1985 થી 31 ઓક્ટોબર 1990 સુધી- 2500 રૂપિયા
- 1 નવેમ્બર 1990 થી 30 સપ્ટેમ્બર 1994 સુધી- 3500 રૂપિયા
- 1 ઓક્ટોબર 1994 થી 31 મે 2011 સુધી- 5000 રૂપિયા
- 1 જૂન 2001 થી 31 ઓગસ્ટ 2014 સુધી- 6500 રૂપિયા
- 1 સપ્ટેમ્બર 2014થી અત્યાર સુધી- 15000 રૂપિયા
આ પણ વાંચો - Share Market: શેરબજારમાં રચાયો ઇતિહાસ, સેન્સેક્સ 80 હજારને પાર
આ પણ વાંચો - Investment News: આ શેરમાં રોકાણ કરવાથી થશે ચોમાસાની ઋતુમાં પૈસાનો વરસાદ
આ પણ વાંચો - CBI એક્શનમાં, વિજય માલ્યા સામે જારી કર્યું Non-Bailable Warrant