Bank Employee News: નિર્મલા સીતારમણે નાણાંમંત્રીનો કાર્યભાળ સંભાળતા બેંક કર્મચારીઓને કર્યા માલામાલ
Bank Employee News: તાજેતરમાં Bank ના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. Indian Bank Association (IBA) એ Bank ના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ (DA) ની જાહેર કરી છે. IBA એ સોમવારે એક પત્ર જાહેર કરીને આ અંગે માહિતી આપી હતી.
IBA એ Bank કર્મચારીના વેતનમાં DA નો વધારો કર્યો
01.11.2022 પ્રમાણે બે વેતન વૃદ્ધિને પાત્ર ગણાશે
માર્ચ 2024 માં જારી કરાયેલ સંયુક્ત નોંધ અનુસાર
IBA દ્વારા જે પત્ર જાહેર કરવામાં આવ્યો હતો, તેમાં જણાવવામાં આવ્યું હતું કે, મે-જૂન-જૂલાઈ 2024 નું મોંઘવારી ભથ્થા 15.97રહશે. ત્યારે માર્ચ 2024 ના સમાપન સાથે ઓદ્યોગિક શ્રમિકો માટે અખિલ ભારતીય ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક આ પ્રકારે રહ્યું હતું. જાન્યુઆરી 2024 માં 138.9, ફ્રેબ્રુઆરી 2024 માં 139.2 અને માર્ચ 2024 માં 138.9 હતું. ત્યારે સરેરાશ CPI 139 છે.
01.11.2022 પ્રમાણે બે વેતન વૃદ્ધિને પાત્ર ગણાશે
તેથી આ વખતે મે-જૂન-જુલાઈ 2024 માટે 0.24% નો વધારો IBA એ મોંઘવારીમાં કર્યો છે. તો સાર્વજનિક ક્ષેત્ર (PSU) ના Bank ના કર્મચારીઓ માટે 8088 રુપિયા DA સ્વરુપે નક્કી કરવામાં આવ્યા છે. તે ઉપરાંત માર્ચ 2024 માં PSU ના Bank કર્મચારીના વેતનમાં 17% નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે વેતન સંશોધન વૃદ્ધિની સ્લિપમાં કુલ 8284 રૂપિયા નોંધવામાં આવે છે. તે ઉપરાંત જે PSU ના કર્મચારીઓએ CAIIB ને ઓળંગી ગયા છે, તે 01.11.2022 પ્રમાણે બે વેતન વૃદ્ધિને પાત્ર ગણવામાં આવશે.
માર્ચ 2024 માં જારી કરાયેલ સંયુક્ત નોંધ અનુસાર
5 દિવસનું કાર્ય સપ્તાહ Bank કર્મચારીઓની લાંબા સમયથી માંગણી છે. માર્ચ 2024 માં જારી કરાયેલ સંયુક્ત નોંધ અનુસાર, તે તમામ શનિવારને રજાઓ તરીકે માને છે. આ અંગે સરકારનું નોટિફિકેશન આવવાનું બાકી છે. સરકાર દ્વારા નોટિફિકેશન પછી સુધારેલા કામકાજના કલાકો નક્કી થશે. અત્યાર સુધી, ઇન્ડિયન બેંક એસોસિએશન (IBA) અને Bank યુનિયનો આ દરખાસ્ત માટે સંમત થયા છે, પરંતુ સરકારની મંજૂરી હજુ બાકી છે.
આ પણ વાંચો: Sensex અને Nifty 50 નોંધપાત્ર ઘટાડા સાથે બંધ, Mid Cap અને Small Cap માં શાનદાર વધારો