ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાઇએ રક્ષાબંધન પર આવવાનો વાયદો કર્યો હતો, કહ્યું હતું 'બહેન તારી આંખમાં આસું ક્યારેય નહીં આવવા દઉં'

અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ  બુધવારની રાત્રે ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા હતા. આ અકસ્માતમાં બોટાદના યુવાનોના મોત થતાં પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું છે, ત્યારે કુણાલ કોડિયા નામના યુવાનનું મોત થતાં પરિવાર આઘાતમાં છે. કુણાલ કોડિયાની...
07:06 PM Jul 21, 2023 IST | Vishal Dave

અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ 

બુધવારની રાત્રે ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા હતા. આ અકસ્માતમાં બોટાદના યુવાનોના મોત થતાં પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું છે, ત્યારે કુણાલ કોડિયા નામના યુવાનનું મોત થતાં પરિવાર આઘાતમાં છે. કુણાલ કોડિયાની તેની બહેન સાથે વાત થઇ હતી ત્યારે બહેનને કહ્યું હતું કે, રક્ષાબંધન ઉપર આવીશ.

 

મધરાતે સર્જાયેલા નાના અકસ્માત મામલે ઇસ્કોન બ્રિજ પર ટોળું ભેગું થયું હતું. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને કચડી માર્યા હતા. જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું હતું.

આ અકસ્માતમાં બોટાદ શહેરના ત્રણ યુવાનોના પણ મોત નિપજ્યા છે. જેમાં કુણાલ કોડીયા જે અમદાવાદ ખાતે અભ્યાસ માટે ત્યાં ગયો હતો અને પીજીમાં રહેતો હતો. અકસ્માતની રાતે કુણાલ પણ ઇસ્કોન બ્રિજ ઉપર હતો અને તેનું આ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આજે કુણાલનું બેસણું રાખવામાં આવ્યું હતું. બેસણામાં મોટી સંખ્યામાં પરિવારજનો સહિત સગાસંબંધીઓ આવ્યા હતા. બેસણામાં સૌ કોઈની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા અને હૈયા ફાટ રુદન થઈ રહ્યું હતું.

કુણાલના બેન વૈશાલી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જયારે મારો વહાલો આવતો ત્યારે મને હગ કરીને મળતો હતો. તે કહેતો હતો કે, તારી આંખમાં ક્યારે આંસુ નહીં આવા દઉં. મને રડાવીને જતો રહ્યો. તેણે મને કીધું હતું કે, રક્ષાબંધન ઉપર તને મળવા આવીશ. મારી રક્ષાબંધન ક્યાં ગઈ? આરોપીને ફાંસીની સજા થવી જોઈએ, જેથી કોઇ પરિવાર સાથે આવું ન થાય. પરંતુ હવે તેનો ભાઈ તેમની વચ્ચે રહ્યો નથી. જેનું હંમેશા માટે દુઃખ રહેશે.

 

વૈશાલીએ કહ્યું કે, તેનો જન્મ દિવસ ગયો ત્યારે મેં તેને કીધું કે હું રક્ષાબંધન ઉપર તારી ગિફ્ટ આપીશ.તથ્ય પટેલની કારની ગતિ 160 કિલોમીટર પ્રતિ કલાકની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ત્યારે હવે તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં અકસ્માત બાદ તે સ્વીકારી રહ્યો છે કે તેની કાર કેટલી ગતિથી જઈ રહી હતી. તથ્ય પટેલે ઈસ્કોન બ્રિજ પર બુધવારની મોડી રાત્રે રસ્તા પર લોકોના ટોળા પર કાર ફેરવી દીધી હતી. આ ઘટનામાં કુલ 9 લોકોના મોત થઈ ગયા હતા. પોલીસે તથ્યની તથા તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
BhaibrothercomeCRYeyesIskconiskcon bridge accidentneverpromisedRakshabandhansister
Next Article