Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BAPSનો “પ્રેરણાનો મહોત્સવ" એટલે કરુણા, સમજણ અને સંવાદિતાથી ભરપૂર જીવન જીવવા માટે પ્રેરણા આપતો મહોત્સવ

ત્રણ માસનો 'પ્રેરણા મહોત્સવ'  બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને રોબિન્સવિલ, ન્યૂ જર્સીના મેયર શ્રી ડેવિડ ફાઈડની શુભ ઉપસ્થિતિમાં જુલાઇ ૧૬, ૨૦૨૩ ના દિને રોબિન્સવિલમાં પ્રેરણાના મહોત્સવનો આરંભ થયો..આ મહોત્સવ ત્રણ માસ સુધી ચાલશે.  ...
12:18 PM Jul 29, 2023 IST | Vishal Dave

ત્રણ માસનો 'પ્રેરણા મહોત્સવ' 

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને રોબિન્સવિલ, ન્યૂ જર્સીના મેયર શ્રી ડેવિડ ફાઈડની શુભ ઉપસ્થિતિમાં જુલાઇ ૧૬, ૨૦૨૩ ના દિને રોબિન્સવિલમાં પ્રેરણાના મહોત્સવનો આરંભ થયો..આ મહોત્સવ ત્રણ માસ સુધી ચાલશે.

 

 

જટિલ રીતે રચિત શિલ્પોથી માંડીને મંત્રમુગ્ધ કરતાં નૃત્ય પ્રદર્શન

આ મહોત્સવ એ એવી ઉજવણી છે જે હિંદુ ધર્મની વિવિધતા,કલા, સ્થાપત્ય,મૂલ્યો અને સંસ્કૃતિનાં સમૃદ્ધ તાણાવાણાને જોડે છે. જટિલ રીતે રચિત શિલ્પોથી માંડીને મંત્રમુગ્ધ કરતાં નૃત્ય પ્રદર્શન અને વળી આત્માને ડોલાવતાં કાર્યક્રમો આ ઉત્સવનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ઉત્સવે ઉત્તર અમેરિકાના અતિથિઓને માનવ ભાવનાને પ્રેરિત અને પ્રજ્વલિત કરતા ગહન ઉપદેશોમાં જોડાઈ જવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તે મૂલ્યો અને સિદ્ધાંતોને સ્વીકારવાનું એવું આમંત્રણ બન્યું છે, જે સમયની કસોટીએ પાર ઉતર્યુ છે.. સાથે એ ‘સ્વ’ને અને વિશ્વને ઊંડાણથી જાણવા પ્રોત્સાહન આપે છે. આ પ્રેરક પ્રવાસ સર્વને પ્રેરણાની ચિનગારી પોતાના જીવનમાં લઈ જવા માટે આમંત્રિત કરે છે, અને આમ તેની પરિવર્તનશીલ ઊર્જાને દૂર-દૂર સુધી ફેલાવે છે.

 

કરુણા, સમજણ અને સંવાદિતાથી ભરપૂર જીવન જીવવાની પ્રેરણા 
બીએપીએસ મહિલા પ્રવૃત્તિઓના રાષ્ટ્રીય સંયોજક અલક પરમારે જણાવ્યું હતું કે, "પ્રેરણાનો મહોત્સવ જીવનના તમામ ક્ષેત્રના લોકો માટે સાર્વત્રિક મૂલ્યોને શોધવા અને સ્વીકારવા માટે એક મંચ તરીકે સેવા આપે છે, જે આપણને એક તાંતણે બાંધે છે. સાંસ્કૃતિક પ્રદર્શનો અને પ્રેરણાદાયી વાર્તાઓ દ્વારા, અમારો હેતુ વિશાળ શ્રેણીના પ્રેક્ષકોને જોડવાનો અને અર્થપૂર્ણ પ્રભાવ બનાવવાનો છે. આ મહોત્સવ વ્યક્તિને કરુણા, સમજણ અને સંવાદિતાથી ભરપૂર જીવન જીવવા માટે પ્રેરણા આપશે અને સંનિષ્ઠ બનાવશે.

સર્વે પેઢીઓમાં વહેંચણીની ભાવનાને પ્રોત્સાહન 

ઉત્સવમાં યુવાનો,વ્યાવસાયિકો અને સમુદાયના સભ્યો માટે અનન્ય રીતે તૈયાર કરાયેલા કાર્યક્રમો જોવા મળી રહ્યા છે. , જેનો ઉદ્દેશ્ય પ્રેરણા અને ઉત્થાનનો છે. વિવિધ સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રકતદાનનો સમાવેશ થાય છે. એ દ્વારા સર્વે પેઢીઓમાં વહેંચણીની ભાવનાને પ્રોત્સાહન અપાયું . સાથે-સાથે પ્રત્યેક વ્યક્તિને અંતર સાથે અને વિશ્વ સાથે શાંતિ અને સુમેળ થાય એવા હેતુને સિદ્ધ કરવા માટે ત્રણ મહિના લાંબો પરંપરાગત વૈદિક યજ્ઞ પણ કરવામાં આવ્યો..

આ રીતે કરાઇ મહોત્સવની શરૂઆત 

સમારોહનો આરંભ ઉત્કૃષ્ટ ભક્તિ ભજન, પરંપરાગત નૃત્યો, અને મૂલ્યો તથા ઉત્સવોના મહત્વ પરના ભાષણોથી થયો હતો. પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામીએ મૂલ્યનિષ્ઠ જીવન જીવવાનાં સકારાત્મક પરિણામ સમજાવ્યા હતા, જ્યારે સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ આવા ઉત્સવોમાં ભાગ લેવાથી થતાં ઉપસ્થિત લોકોના વ્યક્તિગત વિકાસ પર ભાર મૂક્યો હતો.

ત્રણ મહિના સુધી ચાલનારા આ ઉત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. મહંત સ્વામી પોતે આજીવન મૂલ્યોની દીવાદાંડી રૂપે જીવ્યા છે. તેમની ઉપસ્થિતીએ બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામના મહત્વને વધુ અસરકારક કર્યું, જે માત્ર ઉપસ્થિતોને જ નહીં પરંતુ ભાવિ પેઢીઓને પણ પ્રેરણા આપતું રહેશે.

Tags :
BAPScompassionFestivalharmonyinspirationinspiresLifeLIVEUnderstanding
Next Article