Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Amul Buttermilk: અહો આશ્ચર્યમ્... અમૂલ છાશમાંથી જીવતા કીડા નીકળ્યા! જુઓ Video

Amul Buttermilk Viral: શરીર માટે દુધએ અતિ ફાયદાકારક માનવામાં આવે છે. કારણે કે... Milk માં તમામ પ્રકારના પોષકતત્વો રહેલા હોય છે. ત્યારે અમુક લોકો Milk ની ડેરીમાંથી Milk લેવાનું પસંદ કરે છે, તો આ આધુનિક જમાનામાં અમુક લોકો Milk અને...
08:12 PM Jul 18, 2024 IST | Aviraj Bagda
Man Finds Live Worms in Amul Buttermilk Ordered Online, Sparks Industry Concern

Amul Buttermilk Viral: શરીર માટે દુધએ અતિ ફાયદાકારક માનવામાં આવે છે. કારણે કે... Milk માં તમામ પ્રકારના પોષકતત્વો રહેલા હોય છે. ત્યારે અમુક લોકો Milk ની ડેરીમાંથી Milk લેવાનું પસંદ કરે છે, તો આ આધુનિક જમાનામાં અમુક લોકો Milk અને Milk માંથી બનતી વિવિધ વસ્તુઓ ઓનલાઈન વેચાણ કરતા પ્લેટફોર્મ પરથી મગાવે છે. પરંતુ હવે, લોકો Milk કે Milk માંથી બનતી વસ્તુઓનું પણ ઓનલાઈન ખરીદી કરતા પહેલા લાખોવાર વિચાર કરશે.

તાજેતરમાં ગજેન્દ્ર યાદવ નામના એક વ્યક્તિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને અમુલ કંપની પર આરોપો લગાવ્યા છે. કારણ કે... યુવકે ઓનલાઈન અમુલ કંપનીનું બટર મિલ્ક મંગાવ્યું હતું. જોકે યુવકે એક નહીં, પરંતુ બટર મિલ્કનું આખું એક કાર્ટુન મગાવ્યું હતું. તો જ્યારે તેણે Amul Butter Milk નું કાર્ટુન ખોલ્યું હતું. ત્યારે તેમાંથી સફેદ જંતુઓ ફરતા નજરે આવ્યા હતાં. ત્યારે આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

Family Ice Cream માંથી જીવજંતુઓ નીકળ્યા

તો તેણે Amul Butter Milk માંથી નીકળતા સફેદ જંતુઓના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. જોકે આ પહેલા પણ અમુલની Family Ice Cream માંથી જીવજંતુઓ નીકળવાનો વિડીયો વાયરલ થયો હતો. તેથી આ પહેલીવાર નથી કે, અમુલ કંપનીની કોઈ પણ ખાદ્ય વસ્તુઓમાંથી જીવજંતુઓ મળી આવ્યા હોય. જોકે યુવકને આ Amul Butter Milk ની ડિલીવરી ઓર્ડર કર્યાના 10 થી 12 દિવસ પછી કરવામાં આવી હતી.

લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા

ગજેન્દ્ર યાદવે પોસ્ટમાં લખ્યું છે કે, મને અમુલ કાનપુર ટીમમાંથી મને ફોન આવ્યો હતો. ત્યારે તેમણે મને કીધુ કે તેઓ ફરીથી યોગ્ય Amul Butter Milk મોકલી આપશે. ત્યારે હવે, સોશિયલ મીડિયા પર ગજેન્દ્ર યાદવની પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો: Signature Bridge collapsed : ઉત્તરાખંડનો પહેલો સિગ્નેચર બ્રિજ બનતા પહેલા બીજી વખત તૂટ્યો...

Tags :
AmulAmul Buttermilk ViralAmul MilkGujarat FirstKanpurNewsxweird objects food in foodWorms in buttermilk
Next Article