ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ ભેખડ ધસી પડી, આહવા-સાપુતારા માર્ગ થોડા સમય પૂરતો કરાયો બંધ
નવસારી અને વલસાડની સાથે-સાથે ડાંગ જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.. જિલ્લામાં સતત બે કલાક વરસેલા ધોધમાર વરસાદથી સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.. તો સુબીર તાલુકામાં...
10:03 AM Jul 28, 2023 IST
|
Vishal Dave
નવસારી અને વલસાડની સાથે-સાથે ડાંગ જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.. જિલ્લામાં સતત બે કલાક વરસેલા ધોધમાર વરસાદથી સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.. તો સુબીર તાલુકામાં અઢી ઇંચ, વઘઇમાં 1 ઇંચ, અને સાપુતારામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો..ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ભેખડ પડવાની ઘટનાઓ સામે આવી હતી.
આહવા-સાપુતારા માર્ગ પર માટી તેમજ મોટા પથ્થરો ધસી આવતા હાલ પૂરતો આ માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી.
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અને પૂર્ણા તેમજ અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે.
Next Article