Ahmedbad : અકસ્માત બાદ Video બનાવી સરખેજ પોલીસ પર આક્ષેપ કરનાર યુવતીએ નોંધાવ્યું નિવેદન
અમદાવાદની (Ahmedbad) સરખેજ પોલીસ પર ગંભીર આક્ષેપ કરનાર યુવતીનાં વાઇરલ વીડિયો મામલે મોટા અપડેટ આવ્યા છે. સમગ્ર મામલે અમદાવાદ પોલીસ કમિશનરે (Commissioner of Police) તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે આજે યુવતીએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું છે. ઘટના અંગે યુવતીની પૂછપરછ કરવામાં આવી હતી. યુવતી સામે ટ્રાફિક પોલીસ અને સરખેજ પોલીસ મથકે (Sarkhej Police Station) 2 ગુના નોંધાયા છે. આ કેસમાં આવતીકાલે પણ યુવતીની પૂછપરછ હાથ ધરવામાં આવશે.
અમદાવાદનાં એસ.જી. હાઈવે (SG Highway) પર અકસ્માત બાદ યુવતી આયેશા ગલેરિયાએ (Ayesha Galleria Case) એક વીડિયો બનાવ્યો હતો અને તેમાં સરખેજ પોલીસ પર પક્ષપાત સહિત ગંભીર આક્ષેપ કર્યા હતા. જો કે, ત્યાર બાદ પોલીસે યોગ્ય કાર્યવાહી કરી હોવાનું અને યુવતીના આરોપો પાયાવિહોણા હોવાનું અમદાવાદ પોલીસે જણાવ્યું હતું. આ કેસમાં પોલીસ કમિશનરે તપાસનાં આદેશ આપ્યા બાદ મહિલા સેલ ક્રાઈમ ACP એ તપાસ હાથ ધરી છે. આયેશા ગલેરિયાનું આજે પોલીસે નિવેદન નોંધ્યું હતું સાથે જ તેણીની પૂછપરછ પણ કરાઈ હતી. માહિતી મુજબ, યુવતી સામે ટ્રાફિક પોલીસ (Traffic Police) અને સરખેજ પોલીસ મથકે એમ 2 ગુના નોંધાઈ ચૂક્યા છે. આવતીકાલે પણ યુવતીની પૂછપરછ હાથ ધરવામાં આવશે
અમદાવાદમાં એક યુવતીને પોલીસ વિભાગનો થયો કડવો અનુભવ
યુવતીના ગાડીને અન્ય એક વ્યક્તિએ મારી હતી ટક્કર
યુવતીએ પોલીસને ફોન કરીને સમગ્ર વિગત અંગે આપી હતી જાણકારી
પોલીસે ઘટનાસ્થળે આવી યુવતીની કોઇ વાત ધ્યાને ન લીધી હોવાનો આક્ષેપ@galeriya_ayesha @CMOGuj @sanghaviharsh @GujaratPolice… pic.twitter.com/mOgp8SjiVC— Gujarat First (@GujaratFirst) July 16, 2024
વીડિયો બનાવી આયેશા ગલેરિયાએ વર્ણવી આપવીતી
જણાવી દઈએ કે, આયેશા ગલેરિયા (Ayesha Galleria Case) વીડિયો બનાવી આરોપ લગાવ્યા હતા કે, 14 જુલાઈનાં રોજ એસજી હાઇવે પર અન્ય એક કાર દ્વારા તેની કારને ટક્કર મારવામાં આવી હતી. અકસ્માત સર્જી અન્ય કારમાંથી સિધ્ધરાજસિંહ મકવાણા નામનો એક શખ્સ આયેશા પાસે આવ્યો હતો અને અપશબ્દો બોલી ગેરવર્તણૂંક કર્યું હતું. દરમિયાન, આયેશાએ તેના ભાઈ ફૈઝલ અને સ્થાનિક પોલીસેને ફોન કરી જાણ કરી હતી. આયેશાએ વીડિયોમાં (Viral Video) આરોપ લગાવ્યો હતો કે, પોલીસે ઘટનાસ્થળે આવી તેની કોઇ વાત ધ્યાને લીધી ન હતી અને ફરિયાદ પણ નોંધી નહોતી. સમગ્ર ઘટના બાદ આયેશા સરખેજ પોલીસ મથકે (Sarkhej Police Station) ગઇ હતી. પરંતુ, ત્યાં પણ ફરિયાદ લેવાના સ્થાને આયેશાને 4 કલાક સુધી બહાર બેસાડી રાખવામાં આવી હતી.
યુવતીએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ
આયેશાએ આરોપ લગાવ્યો કે, ગેરવર્તણૂંક કરનારા શખ્સને પોલીસે ચા, નાસ્તા અને AC રૂમમાં બેસાડવા સહિતની તમામ સગવડ આપી હતી. સાથે જ આયેશાના સ્થાને ગેરવર્તણૂંક કરનારા શખ્સ સિધ્ધરાજસિંહની (Siddharaj Singh Makwana) ફરિયાદ લેવામાં આવી હતી અને આયેશાને પોલીસે અડધી રાત્રે બહાર ન નીકળવા સલાહ પણ આપી હતી. વીડિયોમાં આયેશાએ પોલીસ કમિશનરને આ કેસમાં યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવા માગ કરી હતી.
અમદાવાદમાં યુવતીએ પોલીસ પર કરેલા આક્ષેપમાં ચોંકાવનારો વળાંક
યુવતીના આક્ષેપ સામે પોલીસ કમિશનરે આપ્યા તપાસમાં આદેશ
સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચના ACP કરશે તપાસ
બંને પક્ષની રજૂઆતોને ધ્યાનમાં લઈ કરવામાં આવશે તપાસ@CMOGuj @sanghaviharsh @GujaratPolice @AhmedabadPolice #Gujarat… pic.twitter.com/kaeVGCh5EE— Gujarat First (@GujaratFirst) July 17, 2024
આયેશાના આરોપોને પોલીસે પાયાવિહોણાં ગણાવ્યા
બીજી તરફ આયેશાનો વીડિયો સામે આવ્યા બાદ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) દ્વારા એક પ્રેસનોટ બહાર પાડી વિગત આપવામાં આવી હતી. જે મુજબ, આયેશાએ પોલીસ વિરુદ્ધ કરેલા તમામ આરોપો પાયાવિહોણા હોવાનું અને પોલીસ દ્વારા બંને પક્ષની ફરિયાદ લઈ યોગ્ય અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. પોલીસે જણાવ્યું કે, આ કેસમાં સિધ્ધરાજસિંહ મકવાણાએ પણ ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવી હતી જે મુજબ, એસજી હાઈવે પર આયેશા ગલેરિયા એ પોતાની કારથી સિધ્ધરાજસિંહની કારને ટક્કર મારી હતી, જેમાં તેમના પત્ની અને દીકરી બેઠાં હતા. અકસ્માત સર્જી આયેશાએ સિધ્ધરાજસિંહ સાથે ઝઘડો કરી અપશબ્દો બોલ્યા હતા અને થપ્પડ પણ મારી હતી.
આયેશાએ ફરિયાદ પર સહી ન કરી હોવાનું પોલીસે જણાવ્યું
સ્થાનિક પોલીસ બંને પક્ષોને સરખેજ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને બંને પક્ષોની ક્રોસ ફરિયાદ લેવા કાર્યવાહી કરી હતી. પરંતુ, સિધ્ધરાજસિંહ વિરુદ્ધ કરવામાં આવેલ ફરિયાદને વાંચી સહી કરવાનું કહેતા આયેશાએ સહી કરી ન હતી અને નારાજ થઈ ત્યાંથી જતી રહી હતી. ત્યાર બાદ પોલીસે આયેશાનો સંપર્ક કરતા તેણીએ યોગ્ય પ્રતિભાવ આપ્યો નહોતો. આ કેસમાં પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચના મહિલા ACP ને યોગ્ય ન્યાયિક તપાસ કરવા સૂચના અપાઈ છે.
આ પણ વાંચો - Ahmedabad : યુવતીએ Video બનાવી પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ, હવે પોલીસે પણ કરી સ્પષ્ટતા
આ પણ વાંચો - Ahmedabad : 'ધંધા તો 2 નંબર કા કરને કા...' દારૂની પેટીઓ વચ્ચે બુટલેગરે બાનાવી રીલ
આ પણ વાંચો - Chandipura Virus : 15 બાળકોનાં મોત, Sand Flies નો નાશ કરવા ડ્રાઇવ યોજાશે : આરોગ્ય મંત્રી