Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedbad : મણિનગરમાં રૂ. 8 લાખની ઘડફોડ ચોરી કરનારા 2 રીઢા આરોપી આ રીતે ઝડપાયા

અમદાવાદના (Ahmedbad) મણિનગર (Maninagar) વિસ્તારમાં હાલમાં જ થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ગુનો દાખલ થયાનાં ગણતરીના કલાકોમાં જ પોલીસે સીસીટીવી ફૂટેજ (CCTV Footage) અને અન્ય માહિતીના આધારે ગુનામાં સામેલ 2 આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓ અનેક ચોરીને અંજામ આપી...
09:10 PM Jul 22, 2024 IST | Vipul Sen

અમદાવાદના (Ahmedbad) મણિનગર (Maninagar) વિસ્તારમાં હાલમાં જ થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ગુનો દાખલ થયાનાં ગણતરીના કલાકોમાં જ પોલીસે સીસીટીવી ફૂટેજ (CCTV Footage) અને અન્ય માહિતીના આધારે ગુનામાં સામેલ 2 આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓ અનેક ચોરીને અંજામ આપી ચૂક્યા હોય અને હાલમાં જ પાસામાંથી છૂટીને બહાર આવ્યા હોય, ફરીવાર ચોરીનાં ગુનાને અંજામ આપતા પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

મણિનગર પોલીસે ચોરીનાં કેસમાં આરોપી પ્રકાશ ઉર્ફે પક્કો દેવીપૂજક તેમ જ ભરત દેવીપૂજકની ધરપકડ કરી છે. ગત 20 જુલાઈનાં રોજ મણિનગરનાં સુરભી એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિનાં ઘરમાં ગેલેરીમાંથી પ્રવેશ કરી આ બંને આરોપીઓએ 8 લાખ 69 હજારથી વધુની ચોરી કરી હતી. જે મામલે મણિનગર પોલીસ સ્ટેશનમાં (Maninagar Police Station) અનુરાગ પાંડે એ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધાતા CCTV ફૂટેજ અને અન્ય ટેક્નિકલ એનાલિસિસનાં આધારે આરોપીને પકડી પાડ્યા હતા.

8 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલની ચોરી કરી

પ્રદીપસિંહ જાડેજા, ACP, જે ડિવિઝન, અમદાવાદ (Ahmedbad) એ જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપી પાસેથી ચોરી થયેલ તમામ મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. આરોપીઓએ 8 લાખથી વધુની કિંમતનાં સોના-ચાંદીનાં દાગીના તેમ જ મોબાઇલ ફોન, રોકડ રકમ અને લેપટોપ બેગની ચોરી કરી હતી. પકડાયેલા આરોપીઓ મણિનગર (Maninagar) વિસ્તારમાં જ રહે છે અને ચોરીની ટેવ ધરાવે છે. પકડાયેલા આરોપીમાં પ્રકાશ દેવીપૂજક અગાઉ મણિનગર, ઇસનપુર (Ishanpur), કાગડાપીઠ, ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી તેમ જ મોબાઇલ ફોનની ચોરીમાં ઝડપાયો હતો. અન્ય આરોપી ભરત દેવીપૂજક અગાઉ મોબાઈલ ચોરી તેમ જ ઘરફોડ ચોરીમાં ઝડપાયો હતો. બંને આરોપીઓ બે-બે વાર પાસા ભોગવી ચૂક્યા છે. તેમ જ આરોપીઓ એક મહિના પહેલા જ પાસામાંથી છૂટીને બહાર આવ્યા હતા અને ફરીવાર ચોરીનાં ગુનાને અંજામ આપ્યો હતો.

જ્યાં ચોરી કરવા ગયા ત્યાં તક ન મળતા અન્ય ઘરમાં ચોરી કરી

પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપીઓએ જે ઘરમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો તે તેની સામેની જગ્યામાં ચોરી કરવા માટે ગયા હતા. પરંતુ, ત્યાં ચોરી કરવાનો મોકો ન મળતા સામેનાં ઘરની ગેલેરી ખુલ્લી હોય તેમાંથી પ્રવેશ કરીને આ ગુનાને અંજામ આપ્યો હતો. આ ગુનામાં પકડાયેલા આરોપીઓ સાથે અન્ય કોઈ આરોપી સામેલ છે કે મને અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં મણિનગર પોલીસે (Maninagar Police) પૂછપરછ હાથ ધરી છે.

અહેવાલ : માનસી પટેલ, અમદાવાદ

 

આ પણ વાંચો - LOC છતાં બુકી પાર્થ દોશીને એરપોર્ટથી બહાર કાઢનાર પ્રવીણ ઠક્કર કોણ ?

આ પણ વાંચો - પોલીસ ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે મહત્ત્વની ખબર! Hasmukh Patel એ આપી અપડેટ

આ પણ વાંચો - Rajkot : 24 વર્ષ જૂનાં અપહરણ-એન્કાઉન્ટર કેસમાં IPS સુભાષ ત્રિવેદી, એ.કે. શર્માનું લેવાશે નિવદેન

Tags :
AhmedbadCctv FootageCrime NewsCrime of TheftGujarat FirstGujarati NewsManinagarManinagar policeSurbhi Apartment
Next Article