ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : વધુ એક જાણીતી રેસ્ટોરન્ટ વિવાદમાં! દાલફ્રાયમાંથી નીકળ્યો વંદો અને પછી..!

રાજ્યમાં ખાણી-પાણીની વસ્તુઓમાં જીવાત નીકળી હોવાનાં બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદનાં (Ahmedabad) રખિયાલ (Rakhiyal) વિસ્તારમાં વધુ એક એવી જ ઘટના બની છે. જાણીતું રેસ્ટોરન્ટ વિવાદમાં સપડાયું છે. રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલ દાલફ્રાયમાંથી વંદો નીકળતા વિવાદ વકર્યો હતો....
05:23 PM Jul 21, 2024 IST | Vipul Sen

રાજ્યમાં ખાણી-પાણીની વસ્તુઓમાં જીવાત નીકળી હોવાનાં બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદનાં (Ahmedabad) રખિયાલ (Rakhiyal) વિસ્તારમાં વધુ એક એવી જ ઘટના બની છે. જાણીતું રેસ્ટોરન્ટ વિવાદમાં સપડાયું છે. રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલ દાલફ્રાયમાંથી વંદો નીકળતા વિવાદ વકર્યો હતો. ગ્રાહકના આરોપ મુજબ, આ મામલે આરોગ્ય વિભાગને (Health Department) જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

દાલફ્રાયમાંથી વંદો નીકળતા વિવાદ

અમદાવાદ (Ahmedabad) શહેરની વધુ એક જાણીતી રેસ્ટોરન્ટ વિવાદમાં સપડાઈ છે. રખિયાલ વિસ્તારમાં અજીત મીલ ચાર રસ્તા પાસે આવેલી સીટી પોઇન્ટ રેસ્ટોરન્ટમાં (City Point Restaurant) ગ્રાહકને પીરસવામાં આવેલ દાલફ્રાયમાંથી વંદો નીકળ્યો હતો. આ કારણે હોટેલ મેનેજમેન્ટ અને ગ્રાહકો વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. ગ્રાહકના આરોપ મુજબ, પારિવારિક કાર્યક્રમ માટે સીટી પોઇન્ટ રેસ્ટોરન્ટમાં હોલ અને જમવાનું બુક કરવામાં આવ્યું હતું. પરંતુ, કાર્યક્રમ દરમિયાન જમતા સમયે લોકોને પીરસવામાં આવેલ દાલફ્રાયમાંથી વંદો (Cockroach) નીકળ્યો હતો. આ બાબતે જ્યારે હોટેલ મેનેજમેન્ટને જાણ કરાઈ તો તેમણે ગોળ ગોળ જવાબ આપ્યા.

આરોગ્ય વિભાગની ઉદાસીનતા સામે લોકોમાં રોષ!

ગ્રાહકે આરોપ લગાવ્યો કે, રેસ્ટોરન્ટમાં AC પણ બંધ હતું જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. આ મામલે ફરિયાદ કરાઈ છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરાયું નહોતું. રેસ્ટોરન્ટ ધારકો સ્વચ્છતામાં બેદરકારી રાખતા હોવાનો અને ગ્રાહકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતાં હોવાનો આરોપ ગ્રાહકોએ લગાવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જો કે, આ ઘટના બાદ લોકોમાં સવાલ છે કે કેમ આટલા બનાવો બનવા છતાં પણ AMC નું આરોગ્ય વિભાગ નિષ્ક્રિય છે ? શહેરનું આરોગ્ય વિભાગ (Health Department) ક્યારે તેની ઘોર નિદ્રામાંથી જાગશે ? શું આરોગ્ય વિભાગ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ? લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતા બેદરકારો સામે કાર્યવાહી ક્યારે થશે ? લોકોના જીવન સાથે રમત રમતાં આવા બેદરકારો પર કોની હરેમનજર છે ?

 

આ પણ વાંચો - Kheda: પોલીસે સેવાલિયા પાસેથી 14.90 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું, એકની કરી અટકાયત

આ પણ વાંચો - Porbandar: દરિયાઈ વિસ્તારમાં ભારતીય કોસ્ટ ગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

આ પણ વાંચો - Rain in Gujarat : છેલ્લા 8 કલાકમાં 44 તાલુકામાં વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Tags :
AhmedabadAjit Mill Char RoadAMCCity Point Restaurantcockroach in FoodGujarat FirstGujarati NewsHealth DepartmentRakhiyal
Next Article